________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૨૭૭ અર્થાત જે પશુ પૃથ્વી પર ચાલે છે અને જે પક્ષી પોતાની પાંખોથી ઉડે છે તે બીજું કાંઈ નથી પણ તમારા જેવા જ લોકો છે એટલે કે તેમને પણ તેમનું જીવન તમારા જીવન જેટલું જ વહાલું છે.
આમ જગતભરના ધર્મશાસ્ત્રમાં ચેતન માત્ર પ્રત્યે મૈત્રીભાવભર્યા વર્તન સાથે જીવો અને જીવવા દોની ભાવનાનો સ્વીકાર કરવામાં આવ્યા છે અને મહાપુરુષો, ઓલિયાઓ, સંતો, પેગંબરો, ક્કીરો વગેરેએ પણ આ ભાવના પ્રજાના અંતરમાં વહેતી કરવા પોતાના જીવનમાં તેને જીવી બતાવી છે.
આજે એક જીવ બીજા જીવને મારીને ખાય છે. નાના જંતુઓ એક બીજાનો આહાર કરે છે. વાંદાઓ બીજા જીવોને ખાય છે. આ પ્રાણીસૃષ્ટિનો નિયમ મનુષ્ય સૃષ્ટિમાં પણ સામાન્ય થઈ પડ્યો છે. બલિષ્ઠ રાજ્યો નાના રાજ્યોને હડપ કરી જાય છે. આ નિયમના આધારે રચાયેલા વાદોને ટકાવી રાખવા કરોડો રૂપિયાના હિંસક સાધનો પ્રયોજાયા છે. આ હિંસાના સામ્રાજ્યમાંથી અહિંસાનો, પ્રેમનો, જીવો અને જીવવા દોનો મહામૂલો મંત્ર માનવ સમાજે ઝીલવાનો છે.
જે માનવસમાજ જંતુઓ પર દયા રાખવાનું કહે છે તે માનવ સંહાર તો નહિ જ કરે એવી આશા આજે રાખી શકાય તેમ નથી. દેશ દેશ વચ્ચે થતો માનવસંહાર પછી તે વિએટનામમાં હોય, દક્ષિણ આફ્રિકામાં હોય, ઇરાન - ઇરાકમાં હોય, અદ્ઘાનિસ્તાનમાં હોય કે ભારત પાકિસ્તાનની સરહદો પર હોય પણ તે માનવ સંહાર એ માનવતાનું ખૂન છે. માનવતાની ક્રૂર હાંસી છે. પશુતાનું પ્રદર્શન છે. તે કોઈપણ રીતે અટક્વો જોઈએ. દુનિયા પરની કોઈ પણ મહાસત્તા હોય પછી તે અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન કે ફ્રાન્સ હોય તેને જીવવું હશે તો બીજાને જીવવા દેવા પડશે. આજે વિકસિત દેશો વિજ્ઞાનના આધારે ઊભા કરેલા શસ્ત્ર સરંજામના ખડકલાના જોરે બીજા દેશોને ધમકી આપે છે કે અમે ધારીએ તો આંખના પલકારામાં તમારો નાશ કરી શકીએ તેમ છીએ પણ તે અમલમાં મૂકી શકાતી નથી કારણ કે તેને ખબર છે કે આપણે જો મારશું તો બીજાઓ આપણને પણ મારશે તેથી આપણે જીવવું હોય તો બીજાને પણ જીવવા દેવા પડશે. ભૂતકાળના મહારાજાઓએ આદરેલી સંહારલીલાના સંસ્કાર પ્રજામાંથી ભૂંસાવા જોઈશે.
મૈત્રીભાવના પાયામાં રહેલી અહિંસાનું જેમ નિષેધાત્મક સ્વરૂપ છે તેમ તેનું વિધેયાત્મક સ્વરૂપ પણ છે અને તે સક્રિય છે. આ અહિંસા એટલે પ્રેમબળ અને ઉદારતા. પ્રેમ હોય ત્યાં ભય હોતો નથી. માણસને પોતાની જાત પ્રત્યે પ્રેમ છે. આ પ્રેમને જેમ જેમ તે વિસ્તારતો જાય છે તેમ તેમ તે માનવતાને
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org