________________
૨૭૬
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ સિકંદર અને પોરસના પ્રસંગમાં પણ એ જ વાત છે કે તમે જેવા વર્તાવની બીજા પાસે આશા રાખો તેવો જ વર્તાવ બીજા તરફ આચરો. કલિંગના યુદ્ધમાં થયેલ હજારો - લાખો જીવોના સંહારને પરિણામે અશોકને એ જ્ઞાન થયું કે મારે જીવવું હોય તો બીજાને જીવવા દેવા જોઈએ.
આજે જગત ભૌતિકવિકાસના માર્ગે આગળ વધ્યું છે. મહાસત્તાઓ તેના સાથીદારો સાથે ચોકા નાંખીને સામસામી બેઠી છે. અને એકબીજા ઉપર ઘુરકીયા કરે છે. જગતમાં સર્વત્ર ભયનું વાતાવરણ સર્જાયું છે ત્યારે અહિંસાને વરેલા આત્માએ શું કરવું? અહિંસાપ્રેમીની એ જ છે કે હિંસાના દાવાનળમાંથી જગતને બચાવી - મૈત્રીભાવનું પવિત્ર ઝરણું વહેતું કરવું.
મહાન તત્ત્વચિંતક ટોલ્સટોય લખે છે કે – મનુષ્ય જાતિ તેનો ધર્મ, જ, કર્તવ્ય સમજી શકી નથી. માનવ મૈત્રીભાવનાને ભૂલ્યો છે. પરિણામે જગત ઉપર બે વિશ્વયુદ્ધો થયા છે. અગાઉનો ધર્મ આંખ સામે આંખ અને દાંતની સામે દાંત એવી હિંસા પર પ્રસ્થાપિત થયો હતો. માનવ માત્રના અંતરમાંથી મેત્રીનું પવિત્ર ઝરણું નહિ વહે ત્યાં સુધી સાચી શાંતિ, સમૃદ્ધિ આવવાની નથી. વિશ્વશાંતિ અને વિશ્વમેત્રીની વાતો એ વાતો જ રહેવાની છે.
મહાન કવિ રોબર્ટ બુચમેને પ્રખ્યાત “ધી રોડો ઓફ ધી શોર્ડ” નવલકથા લખી તેમાં લખ્યું કે ભલા, ભગવાને પામર પશુઓને મુંગા બનાવ્યા છે. તેઓ આપણા કરતાં ઝરણાનું આવાગમન તર્કબુદ્ધિથી જાણી શકે છે. આપણી છેલ્લી ઊંઘ પર જે આશીર્વાદ આપણે માંગીએ છીએ તે જ આશીર્વાદની તેમને પણ જરૂર છે એ શું આપણે નહિ વિચારીએ?
મુસલમાનો પરમેશ્વરને રહીમાન કહે છે. રહીમાનનો અર્થ છે દયાળુ. તો દયાળુ ઇશ્વર અન્યને હણવાનો હુકમ શા માટે આપે ? અલ્લાએ મક્કા શરીમાં શિકારની મનાઈ માવી છે. કુરાનમાં - સુરાઉલ માયદ સિપારા જ મંજલર આયસકમાં લખ્યું છે કે મક્કામાં તેની હદ સુધીમાં કોઈએ જાનવર મારવું નહિ.
આનાથી સ્પષ્ટ થાય છે કે બકરીઈદને દિવસે જેઓ બકરીનો વધ કરે છે તે તેમના કુરાનથી વિરુદ્ધ છે. કારણ કે જે દેવ નિમિત્તે હિંસા કરવાથી પુણ્ય થતું હોય તો મક્કા જેવા ધર્મસ્થાનમાં હિંસા કરવાની મનાઈ શા માટે માવવામાં આવે?
દુનિયામાં પ્રાણીમાત્રના જીવ સરખા છે અને તે સર્વની મૈત્રી વિષે કુરાનમાં લખ્યું છે કે - વમામિન દામ્બસિન, કિલ અર્દેવલા તેના
યતીરો બજનારીચ્ચે દૈલ્લા હમ મન અમસા લોકમ્ |
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org