________________
૨૭૪
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ છે, આઘાત લાગે તેમ છે તેથી એને ખબર પણ ન પડે કે બુદ્ધને પોતે ઘરે લાવ્યો ને ઝેરી પાંદડા ખવડાવ્યા તેથી જેટલા પાંદડા હતા તેટલા બધા માંગી લીધા. ખાઈ ગયા. આખરે જ્યારે સ્થાને આવ્યા ત્યારે તેના શરીરમાં નસો ખેંચાવા લાગી. ચિકિત્સકે કહ્યું કે અંતિમ સમય નજીક આવ્યો છે તમે કેવા પાગલ છો? આપે તેને કહ્યું કેમ નહિ? રોક્યો કેમ નહિ? બદ્ધ કહે મોત તો આવવાનું જ હતું.એને રોકવું મારા હાથમાં ન હતું. આજે નહિ તો કાલે પણ તે આવવાનું તો હતું જ પણ એક વ્યક્તિને દુ:ખ ન પહોંચે તે મારા હાથમાં હતું.
મરતી વખતે બુદ્ધે પોતાના શિષ્યને કહ્યું - ગામમાં જઈ ખબર આપો. કે જે વ્યક્તિના હાથે બુદ્ધ અંતિમ ભોજન લે છે તે બહુ જ ભાગ્યશાળી છે. બે વ્યક્તિ બહુ ભાગ્યશાળી છે - એક તે માતા કે જે બુદ્ધને જન્મ વખતે સૌથી પહેલી વાર સ્તનપાન કરાવે છે અને બીજો કે જે બુદ્ધને અંતિમ સમયે ભોજન કરાવે છે. શિષ્યો કારણ પૂછે તો તે કહે છે કે અન્યથા પેલા ગરીબ માણસને લોકો મારી નાંખશે.
સૂક્ષ્મ એવી પણ પરપીડાનું વર્જન સમિતિ-ગુતિના પાલન વિના શક્યા નથી. જેને પૂંજવા - પ્રાર્જવાના પરિણામ નથી તેને ભાવથી વિરતિના પરિણામ આવી શકતા નથી. સમિતિ-ગુપ્તિનું યથાર્થ પાલન ચારિત્ર વિના શક્ય નથી. જેમ એકેન્દ્રિયાદિ જીવોની હિંસાથી અટકવાનું છે. મન-વચન-કાયાથી તેમની હિંસા કરવાની નથી તેમ આપણા આત્માને રાગાદિ પરિણામથી પણ બચાવવાનો છે. રાગાદિ પરિણામ એ આત્માની ભાવહિંસા છે. એકેન્દ્રિયાદિ જીવોની હિંસા. એ દ્રવ્યહિંસા છે. કાચા પાણીથી ભરેલી ડોલને તમે બહારથી પણ સ્પર્શ કરો તો તે જીવોને ધ્રુજારી થાય છે. જેમ જેમ ઇન્દ્રિયો અલ્પ મળે તેમ તેમ જીવને ભય પણ વધતો જાય છે. સામર્થ્યના અભાવમાં જીવ ભયપૂર્વક જીવે છે માટે જગતના સઘળા જીવોને અભયદાન આપવું શ્રેષ્ઠ છે.
સૂક્ષ્મ એવી પણ પરપીડાનું વર્જન કરવું જોઈએ એ દ્વારા ગ્રંથકારે કરૂણાભાવના બતાવી છે. સઘળા પ્રાણી ઉપર કરૂણા હોવી જોઈએ અને નિર્દોષ એવા જીવોને ક્યારે પણ લેશ માત્ર દુઃખ ન થાય તેવી જીવનચર્યા હોવી જોઈએ.
અનાદિકાળથી જીવમાત્રમાં સંસારના સુખની તીવ્ર આસક્તિ પડેલી છે. તેને પોષવા જીવે સતત પ્રયત્ન કરેલો છે. આ સંસારમાં જે પાપ છે તે વિષયોના રાગે છે. તે રાગ તીવ્ર થતાં જીવને દુર્જન, અહંકારી, સ્વાર્થી બનાવે છે. અનંતાનુબંધી કષાયના રસ ઉપર સંસારની સ્થાપના છે. તેની તીવ્રતા વધે ત્યારે જીવ સુખ મેળવવા - ભોગવવા દુર્જન બને છે. બીજા જીવોને ત્રાસ આપે છે. હેરાન - પરેશાન કરે છે. મારપીટ કરે છે. એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org