________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૨૭૩ આવે ત્યારે નિર્જીવ અને લોકથી દૂર એકાંતભૂમિમાં તેને પરઠવવું તે પારિષ્ઠાપનિકા સમિતિ છે.
મન, વચન, કાયાને અશુભમાં જતા રોકવા અને પોતાના સ્વરૂપમાં રહેવાનો અભ્યાસ તે ગુપ્તિ છે. તે માટે ચિત્તને સૌ પ્રથમ નિર્મળ બનાવવાનું હોય છે. પછી તેમાંથી સમતા અને આત્મસ્વરૂપમાં તન્મયતા આવે છે. સમિતિના પાલનથી જીવદયાના પરિણામ
સમિતિના પાલનથી જીવદયાના પરિણામ પેદા થાય છે, સ્થિર થાય છે અને વૃદ્ધિ પામે છે. ધર્મરૂચિ અણગારને માસક્ષમણના પારણે નાગશ્રીએ ઝેરી કડવી તુંબડીનું શાક વહોરાવ્યું. આવીને ગુરુની આગળ બતાવ્યું. ગુરુએ કહ્યું કે આ આહાર તમારે વાપરવા યોગ્ય નથી. ઝેરી તુંબડીનું શાક છે. તમે ગામ બહાર જઈ નિરવધ સ્થાને પરઠવી ધો. મહાત્મા ત્યાં પરઠવવા માટે ગયા અને એક જ બિંદુ તેમાંથી નીચે પડતા અનેક જીવોનો સંહાર જતાં તેમનું કરૂણાશીલ હદય દ્રવી ઉઠયું. અરે! આ બધું જ શાક પરઠવી દેતા તો કેટલા જીવોનો નાશ. થશે? આ વિચારતા હૃદય કંપી ઉઠયું. જીવદયાના પરિણામ એટલા બધા વૃદ્ધિ પામ્યા કે મહાત્મા પોતે જ તે વાપરી ગયા. શરીરમાં દાહજ્વાળા ઉત્પન્ન થઈ. નસો ખેંચાવા લાગી. મહાત્મા કાળ કરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. એકાવનારી બન્યા. આ છે સમિતિના પાલનનું .
અભૂત વિધેયાત્મક વિચારણા બુદ્ધના જીવનનો એક પ્રસંગ :
બુદ્ધને ભૂલથી એક આદમીએ એવી શાકભાજી ખવડાવી દીધી કે તે ઝેરી હતી. અત્યંત કડવી પણ હતી. તે માણસ સામાન્ય સ્થિતિનો હતો. તેણે પોતાના ઘરે બુદ્ધને જમવાનું આમંત્રણ આપ્યું. વિશિષ્ટ ચીજો લાવવાની તેનામાં શક્તિ ન હતી તેથી બિહારમાં લોકો કોકરમોથના પાંદડાને ભેગા કરી પછી તેને સુકવી દેતા અને પછી આખું વર્ષ ખાયા કરે. તેણે બુદ્ધને માટે કોકરમોથનું શાક બનાવ્યું પણ કડવું નીકળ્યું. બુદ્ધને રસોઈમાં પીરસ્યું. ખાતાં જ ખબર પડી કે ઝેરી હોય એવું લાગે છે પણ બુદ્ધ કાંઈ જ બોલતા નથી. ઠપકો પણ આપતા નથી. ક્રોધ પણ કરતા નથી કારણ તે અત્યંત ભાવવિભોર બનીને પીરસી રહ્યો છે. હાથથી પંખો નાંખે છે. એની આંખમાં હર્ષાશ્રુ છે. એને કલ્પના પણ નહોતી કે બુદ્ધ એના ઘેર ભોજન કરશે. બુદ્ધને એના મનના ચડતા પરિણામ જોઈને એ પણ કહેવાનું મન થતું નથી કે આ પાન ઝેરી છે કારણ કે તેમ કહેતા એના મનને દુ:ખ થાય તેમ છે એ ભાંગી પડે તેમ છે કે હાય ! કેવો હું અભાગિયો કે મહાપુરુષ ઘરે આવ્યા છતાં ભક્તિનો લાભ લઈ શક્યો નહિ. પશ્ચાત્તાપ કરે તેમ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org