________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ એવી પરપીડાનું વર્જન શક્ય બને છે. તેમાં ગુપ્તિ એ ઉત્સર્ગ છે. સમિતિ એ અપવાદ છે.
સાધુજી સમિતિ બીજી આદરો, વચન નિર્દોષ પરકાશ રે. ગુપ્તિ ઉત્સર્ગનો સમિતિ તે, માર્ગ અપવાદ સવિલાસ રે.'
દેવચંદ્રજીકૃત અષ્ટ પ્રવચનમાતાની સજઝાય.
સમિતિનું સ્વરૂપ સાધુએ મુખ્યતયા ગુપ્તિમાં જ રહેવાનું છે અર્થાત્ પોતાના મન, વચન અને કાયાને સતત ગોપવેલા જ રાખવાના છે. મન, વચન, કાયાનો સંકોચ કરવાનો છે, એને પ્રવર્તાવવાના નથી. તેથી મનથી જરૂર ન હોય તો કાંઈ વિચારવાનું નથી, વચનથી કાંઈ બોલવાનું નથી અને કાયાનું હલન-ચલના કરવાનું નથી. આ ગુપ્તિ છે અને એ ઉત્સર્ગ માર્ગ છે. પરંતુ સાધકને દેહ વળગેલો છે એ દેહ દ્વારા સાધના કરવામાં આવે તો જ સાધ્યની પ્રાપ્તિ થાય અને તો જ દુ:ખથી મુક્તિ શક્ય બને. તે માટે દેહના ધર્મોને પણ બજાવવા પડે. દેહ દેહના ધર્મોને બજાવે નહિ તો ગુપ્તિનું પાલન શક્ય બને નહિ. તેથી દેહના ધર્મો જ્યારે બજાવવાનો વખત આવે ત્યારે તેને કેવી રીતે બજાવવામાં આવે તો સાધના માર્ગ પર સાધક ટકી રહે? તે સમિતિનો માર્ગ છે. સમિતિ એટલે સમ્યક રીતે - ઉપયોગ પૂર્વક - બીજા જીવોને કીલામણા ન થાય, દુઃખ ન થાય અને પોતાના હૃદયમાં જીવો પ્રત્યેનું વાત્સલ્ય ધબકતું રહે તેવી કાળજી પૂર્વકની - ચતના પૂર્વકની પ્રવૃત્તિ તે સમિતિ છે. જેને શાસ્ત્રકારોએ પાંચ વિભાગમાં વહેંચી છે કારણ કે તમામ પ્રવૃત્તિ આ પાંચ વિભાગમાંથી કોઈકને કોઈક એક વિભાગમાં ઘટે છે.
તેથી (૧) ચાલવાનો વખત આવે. એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં જવાનો વખત આવે ત્યારે લોકથી વહન કરાયેલા માર્ગમાં, જ્યાં ભૂમિ ઉપર પ્રકાશ દ્વારા જોઈ શકાતું હોય ત્યાં જીવોને પીડા ન થાય તે રીતે જોઈને ચાલવું તે ઇયસિમિતિ છે. (૨) તે જ રીતે બોલવાનો વખત આવે ત્યારે પરિમિત અને સાવધ વચનના ત્યાગપૂર્વક બીજા જીવોનું હિત થાય તેવું બોલવું તે ભાષા સમિતિ છે. (૩) ભિક્ષા ગ્રહણ કરવાનો પ્રસંગ આવે ત્યારે અકરાના ત્યાગપૂર્વક ભિક્ષામાં લાગતા બેંતાલીશ દોષથી રહિત ભિક્ષાનું ગ્રહણ તે એષણા સમિતિ છે. (૪) કોઈપણ વસ્તુ લેવા કે મૂકવાનો પ્રસંગ આવે ત્યારે પુજવા. પ્રમાર્જિવાના ઉપયોગપૂર્વક જીવોની જયણાનો ખ્યાલ કરીને તે પ્રવૃત્તિ કરવી તે આદાનભંડમત્તનિક્ષેપણા સમિતિ છે અને (૫) તે જ રીતે સ્પંડિલ, માનું તેમ જ બીજી પણ નિરૂપયોગી ચીજો ને છોડવાનો - ત્યાગ કરવાનો પ્રસંગ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org