________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩
૨૭૫ સુધીના જીવોનો ઘોર સંહાર કરે છે. એક જમીનના ટૂકડાની આસક્તિ ખાતર ઘોર યુદ્ધો ખેલાયા છે.અનેક જીવોના સંહાર થયા છે. જીવો અને જીવવા દો
જગતભરની મિત્રતાને વ્યાપક અર્થમાં લઈએ તો તેમાંથી “જીવો અને જીવવા દો" ની ભાવના અને તેના મૂળમાં રહેલી અહિંસાની ભાવના ળીભૂત થાય છે. સર્વજીવો પરસ્પરના સ્નેહને ઝંખે છે. જંગલમાં એક હરણિયું પણ બીજા રણિયાથી છુટું પડે તો ઝુરી ઝૂરીને મરી જાય છે. હિંસાથી ઉત્પન્ન થતી કટુતા કોઈને ગમતી નથી.
બુદ્ધ - "અવેરે જ વેર સમે" ઇશુખ્રિસ્ત - "તું તારા દુશ્મનને પણ ચાહ"
ઈશુ કહે છે કે હું મારા અને મારા પરમપિતા પરમેશ્વર વચ્ચે કોઈ જ મેદરેખા દોરી શકતો નથી. અમે બંને એક જ છીએ કારણ કે તેમના પ્રેમ અને કરૂણા સર્વ જીવોમાં સરખે ભાગે પ્રસરેલા છે.
જેનાથી માણસ ભય પામે છે તેના તરફ હિંસક બને છે. સામાન્યથી કૂતરાને કોઈ મારતું નથી પણ હડકાયું બને તો મારે છે. એનો અર્થ એ છે કે માનવી પરસ્પર આત્મભાવ કેળવી શકે તો તેનો જવાબ સામા પક્ષેથી પણ રેમમાં જ મળી રહે. માનવ જો પાપ સિવાય કોઈનાથી ન ડરે તો તેની હંસકવૃત્તિ ન રહે. પ્રાણીમાત્રની બાબતમાં કદાચ આ શક્ય ન બને તો પણ માનવીની બાબતમાં તો અવશ્ય તેનું શુભ પરિણામ આવે જ.
જીવ માત્ર શરૂથી જ પ્રેમ અને દ્વેષની વૃત્તિઓ ધરાવે છે. મનુષ્યોમાં પણ મળિયાના બે ભાગ જેવું છે. શક્તિવાળા નબળા પર પોતાની સત્તા જમાવે છે. પ્રીમંતો શ્રીમંતાઈના જોરે ગરીબો પર આધિપત્ય જમાવે છે. જ્યારે દ્વેષભાવના અને દ્વેષવૃત્તિ બળવાન બને છે ત્યારે ચેપી રોગની જેમ તે ફ્લાય છે. પણ એ ન ભૂલવું જોઈએ કે આમાં કોઈ સલામતી નથી. સમાજની સમૃદ્ધિનો આધાર પરસ્પરની મદદ, સહાનુભૂતિ, આત્મીયતા અને લાગણીમાં સમાયેલો છે.
ઇતિહાસની નોંધો જોતાં જણાય છે કે ક્યાં અને ક્યારે કોની કોની વચ્ચે યુદ્ધો થયા. કોણે ક્યારે કોને હણ્યો? આ સર્વ બાબતોને રસપૂર્ણ બનાવીને મનુષ્યો આગળ રજૂ કરવામાં આવે છે પરંતુ માનવસમાજ કે પ્રાણીસમાજ પરસ્પરના મંત્રી ભાવથી, પ્રેમથી વ્યવહાર ચલાવે છે તેની નોંધ કોઈ લેતું નથી. હિન્દુઓના રમખાણો, કોમી હુલ્લડો, અનામત આંદોલનો, નવનિર્માણ વિશે છાપાના પાનાઓ ભરાય છે પણ બંને પ્રજા વર્ષો સુધી હળીમળીને સાથે રહી હતી તેની નોંધ લેવાઈ નથી. જ્યાં સુધી માણસની દ્વેષીલી વૃત્તિ દ્વેષના જ ઉદાહરણ ટાંકશે ત્યાં સુધી સાચી સમૃદ્ધિના દર્શન કેમ થશે?
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org