________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૧૨ ૧ તાત્પર્ય - એક બાજુ કુતર્ક બધી વસ્તુમાં બધું જ સિદ્ધ કરી આપે છે એમ કહ્યું હવે બીજીબાજુ તેનો વિષય અતીન્દ્રિય પદાર્થ નથી એ વાતને હવે સિદ્ધ કરે છે.
अतीन्द्रियार्थसिद्धयर्थं यथाऽऽलोचितकारिणाम् । प्रयासः शुष्कतर्कस्य, न चासौ गोचरः क्वचित् ॥९८॥
ઉચિત અને યથાર્થ વિચારણા કરનારા બુદ્ધિશાળીઓનો અતીન્દ્રિય અર્થની સિદ્ધિ માટે પ્રયત્ન હોય છે અને તે સિદ્ધિ કયારે પણ શુક્લર્કનો વિષય બનતી નથી
તાત્પર્ય - યોગમાર્ગ એ જ આત્માનું કલ્યાણ કરનાર છે તેથી યોગની. વિચારણામાં અતીન્દ્રિય એવા આત્માની સિદ્ધિ આવશ્યક છે જ્યારે કુતર્કનો તો અતીન્દ્રિય અર્થ વિષય જ નથી તેથી યોગમાર્ગમાં પ્રયાણ કરવા માટે આવા કુતર્કથી સર્યું. કુતર્ક પ્રત્યક્ષથી પણ વિરૂદ્ધ પદાર્થને સિદ્ધ કરે છે. અર્થાત કુતર્ક પ્રત્યક્ષને પણ સમ્યગ બતાવી શકતો નથી તો પછી અતીન્દ્રિય એવા આત્મા, પુણ્ય, પાપ, પરલોક, મોક્ષ વગેરે નવતત્ત્વોને કેવી રીતે સખ્ય બતાવી શકે ?
કુતર્કના ઉપલક્ષણથી ખોટી ચર્ચા પણ વર્ષ છે.
જેમ અધ્યાત્મના માર્ગમાં કુતર્ક એ વર્જ્ય છે તેમ કુતર્કના ઉપલક્ષણથી જેને તત્ત્વનો ખપ નથી તેની સાથે ખોટી ચર્ચા પણ કરવા જેવી નથી અન્યથા એનું ખૂબ અનિષ્ટ પરિણામ આવે છે.
જિતશબુરાજાના રાજ્યમાં સ્કંદક જ્યારે રાજ્યસભામાં કુમાર અવસ્થામાં હતા ત્યારે દંડાગ્નિ રાજાનો મંત્રી પાલક આવ્યો. તે વેદમૃતિનો સારો જાણકાર હતો છતાં જેનધર્મ ઉપર તેને ષ હતો. તેણે વાતવાતમાં જૈનધર્મની સ્નાન નહિ કરવાની વગેરે વાતોની નિંદા કરી. સ્કંદક કુમારે તેને સામી દલીલો આપી નિરુત્તર કર્યો. જેના ળ રૂપે પાલકે અવસરે બદલો લેવાની ગાંઠ વાળી અને તેથી કંઇક દીક્ષા લીધા પછી આચાર્ય બની પોતાના ૫૦૦ શિષ્યો સાથે જ્યારે પોતાની બેનને પ્રતિબોધ કરવાના હેતુથી કુંભકારનગરમાં આવ્યા ત્યારે આ પાપી પાલક મંત્રીએ વૈરનો બદલો લેવા સ્કંદક મહાત્મા જે ઉધાનમાં ઉતર્યા હતા ત્યાં જમીનમાં જાસુસો દ્વારા શસ્ત્રભંડાર છુપાવ્યો અને પછી રાજાના કાન ભંભેર્યા અને જમીનમાં દટાવેલા શસ્ત્રોની ખાત્રી કરાવી, જેના કારણે ગુસ્સે થયેલા રાજાએ પાલકને કહ્યું કે તમને જે ઉચિત લાગે તે શિક્ષા કરી શકો છો અને પાલકે યંત્ર બનાવી ૫૦૦ સાધુઓને પીલી નાંખ્યા અને છેલ્લે કુંદક આચાર્યને પણ પીલ્યા. પોતે પીલાયા તો ખરા પણ પોતાની પહેલા બાળમુનિને પીલાતા દેખીને તેમણે નિયાણું કર્યું હતું કે “ભલે હું મરું પણ મારા તપ અને સંયમનું ળ હોય તો આ પુરોહિત, રાજા અને સર્વ નગરનો નાશા કરૂં તેના પ્રભાવે વિરાધક બની અગ્નિકુમાર દેવ થયા.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org