________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૧૩૧ અને યોગાભ્યાસ રસ રૂપ શ્રત, ચિંતા અને ભાવના જ્ઞાન વડે પ્રતિભજ્ઞાનની પ્રજ્ઞાને પામતો આત્મા કેવલજ્ઞાનને પામે છે.
આગમ અને અનુમાન લખવાથી શુષ્કતર્કને નકામાં કહ્યા છે અને સુતર્કને પ્રધાનતા આપી છે. શુષ્કતર્ક કરનારો પોતાના આદેયનામકર્મનો નાશ કરે છે. તેનાથી અંદરમાં રહેલ આદેય નામકર્મ અનાદેય રૂપે સંક્રમિત થાય છે. સુભગ નામકર્મ દુર્ભગ નામકર્મરૂપે પરિણમે છે. નવા પાપ કર્મ બંધાય છે. લોકપ્રિયતા અને લોકચાહના તે ગુમાવે છે. સંસારના તર્કોને દૂર કરવા માટે ધર્મના તર્કો આવશ્યક છે અને તે બધા સુતર્ક છે. સુતર્ક અને કુતર્કનો ભેદ કરતા ન આવડે તો તે તર્કમાત્રને ખોટા કહી માર્ગનો લોપ કરે છે.
આગમથી શાસ્ત્રોના વાક્યોનું પરસ્પર સાપેક્ષ યોજન રૂપ શ્રુતજ્ઞાનનું ગ્રહણ થાય છે. અનુમાન જ્ઞાનથી નય - પ્રમાણના બોધરૂપ ચિંતાજ્ઞાન અને યોગાભ્યાસ રસથી ભાવના જ્ઞાનનું ગ્રહણ થાય છે. આ ત્રણ તત્ત્વોરૂપી પ્રજ્ઞાથી. પ્રાતિભજ્ઞાન રૂપ પ્રજ્ઞાને જોડતો કેવલજ્ઞાનને પામે છે. શ્રુત, ચિંતા અને ભાવનાજ્ઞાનમાં ક્રમસર પાપસંમોહની નિવૃત્તિ વધતી આવે છે. આ ત્રણે તત્ત્વોરૂપ પ્રજ્ઞાથી પ્રતિભજ્ઞાન રૂપ પ્રજ્ઞાને જોડતો આત્મા કેવલજ્ઞાનને પામે છે. આગળના શ્લોક ૧૦૭માં શ્રત, મેધા અને અસંમોહજ્ઞાન લીધા છે. તે શ્રુત, ચિંતા અને ભાવના જ્ઞાન સ્વરૂપ જ છે. પ્રસ્તુતમાં યોગાભ્યાસરસથી જે ભાવનાજ્ઞાન લીધું છે તે ઓદાસીન્થભાવવાળા જીવનું વિહિત અનુષ્ઠાન લીધું છે. ઓદાસીન્થભાવા આવ્યા વિના સર્વત્ર સકલસત્ત્વહિતાશય પરિણામ આવતો નથી. અમધ્યસ્થજીવોમાં સક્લસત્ત્વહિતાશયરૂપ ચારિત્રનો પરિણામ આવતો નથી. મોહના ઘરમાંથી છૂટીને આત્મા પોતાના ઘરમાં આવે ત્યારે ભાવનાજ્ઞાન આવે છે.
દાસીન્યભાવ શું છે ? અને તે કોને આવે ?
જગતના બધા ભાવો પ્રત્યે કોઈ રસ નહિ તેનું નામ ઉદાસીનભાવ. બીજા શબ્દોમાં કહીએ તો સંસારના ભાવોથી ઉપર ઉઠવું તેનું નામ ઉદાસીનભાવ. તે ઉદાસીનતા બે વિષયમાં આવે છે (૧) ઇચ્છાની અવૃતિમાં (૨) આત્મભાવની અતૃપ્તિમાં. પહેલી સંસાર વર્ધક છે. દોષોની જન્મદાતા છે. મનને કલુષિત કરનાર છે. જીવો પ્રત્યે દ્વેષનો પ્રવાહ વિશાળ બનાવનાર છે. અને તેના પ્રવાહમાં ડૂબતા - ઊંડાણમાં પેસતા જીવને અકાર્ય કરાવનાર છે. તેથી જીવ સદ્ગતિ તો નથી સાધતો પણ દુર્ગતિના ઉંડા ખાડામાં ધકેલાઈ જાય છે માટે તે સર્વથા ત્યાજ્ય છે.
બીજા પ્રકારની ઉદાસીનતા એ સુવર્ણ જેવા ઉજ્જવળભાવોને પેદા કરનારી છે. આ ઉદાસીનતામાં જડભાવોનું વિસ્મરણ હોય છે અને ચૈતન્યના શુદ્ધ સ્વરૂપ તરફ ઉપયોગ ઢળેલો હોય છે. સંક્લ - વિકલ્પ શાંત થઈ ગયા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org