________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૨૩૯ રાત બેસી અંગુઠાને ફેંકો મારી હતી વળી બંનેએ બેસીને ઘણી વાર ભાવિ જીવનના મધુર સ્વપ્રો સેવ્યા હતા. આશ્રમ છોડ્યા પછીથી દ્રપદ પાંચાલ દેશના રાજા બન્યા અને દ્રોણ અકિંચન બ્રાહ્મણ રહ્યા. એમની ગરિબાઈ સુદામાની યાદ અપાવે તેવી હતી. એમના ઘરમાં એકના એક પુત્ર અશ્વત્થામાને પીવડાવવા માટે દૂધનો છાંટો ન હતો. માતા કૃપી દૂધને બદલે લોટ ડોઈને બાળકને પાતી હતી. અને પતિ સમક્ષ બળાપો કાઢતી કે આ ગરીબાઈમાં દિવસો કેમ પસાર થાય? બાળકનો તો કાંઈ વિચાર કરો!
તે વખતે દ્રોણની નજર પોતાના પરમ સખા દ્રપદ ઉપર જાય છે. એક જ આશા છે કે હું તેના રાજ્યમાં જઈશ તો દ્રપદ જરૂર આવકારશે. સિંહાસન ઉપરથી દ્રપદ ઉભો થઈ જશે. મને ભેટી પડશે. અને મારી આપત્તિમાં મદદરૂપ થઈને જરૂર ગરીબાઈનો અંત આણશે. માનવી દુ:ખમાં હંમેશા ભાવિ સુખની કલ્પનાઓમાંજ રાચતો હોય છે. આશાના મોદક ખાતો હોય છે. પરંતુ તેને ખબર નથી કે આ સંસાર ક્રૂર છે તેણે અનંતાનંત આત્માઓની લાગણીઓને કચડવાનું જ કામ કર્યું છે. જો માનવીની બધી જ આશાઓ સફળ થતી હોત તો પછી સંસાર અસાર શાનો ? જ્ઞાનીઓએ સંસારને અસાર અને દુઃખ રૂપા કહ્યો છે અને તેથી જ તેને છોડવાની સલાહ આપી છે કારણ કમની પરાધીનતામાં તો દુઃખ, ત્રાસ, વિડંબના, નાલેશી જ છે.
દ્રપદના દરબાર તરફ દ્રોણ હોંશે હોંશે જાય છે પણ બહારથી જ પહેરગીર અટકાવે છે. દ્રોણ એક વાત કહે છે કે તું જઈને એટલા જ સમાચાર આપ કે તમારો બાળમિત્ર દ્રોણ તમને મળવા આવ્યો છે. દ્રપદને સમાચાર આપ્યા છતાં તેને હર્ષ થતો નથી. પોતે રાજા છે. દ્રોણ સામાન્ય માનવી છે તેથી બાલ્યકાળની મૈત્રી હોવા છતાં તેને આવકારતો નથી. દ્રોણ સામે જવા છતાં તેની સામે પણ જોતો નથી. અને તેની આપત્તિ ટાળવાની વાત તો દૂર રહી પણ “ મંત્રી તો સમાન વચ્ચે જ સંભવે” એમ કહીને દ્રોણનું અપમાન કરે છે. આનાથી દ્રોણને સખત આઘાત લાગે છે. અંગે અંગમાં વેરની આગ પ્રજ્વલી ઊઠી. અને હડહડતા. અપમાનનો બદલો લેવાના સંકલ્પ સાથે તેમણે દ્રુપદની રાજધાની છોડી અને વિચાર્યું કે દ્રપદને હરાવવામાં મદદરૂપ થાય તેવું શક્તિશાળી રાજ્ય હસ્તિનાપુરનું છે એટલે તેઓ ત્યાં ગયા.
એ યુગમાં શસ્ત્ર વિધાના જ્ઞાતા તરીકે ગુરુદ્રોણની પ્રતિષ્ઠા હતી. તેમના પિતા ભરદ્વાજ ભારતની એક સર્વશ્રેષ્ઠ જ્ઞાનપીઠના આચાર્ય હતા. જ્ઞાની પુરુષોમાં
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org