________________
૨૪૪
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ નિર્મીત કરાયેલો) અર્થ બીજા કુશલ અનુમાનકારો વડે બીજી જ રીતે સિદ્ધ કરાય છે.
અન્વય વ્યતિરેકના જાણકાર કુશલ અનુમાન કરનારાઓ વડે યન - અન્વય વ્યતિરેક વ્યાપ્તિને અનુસારે અનુમાન દ્વારા નિશ્ચિત કરાયેલો એવો પણ અર્થ ગમયુવતત બીજા અતિકુશલ એવા અન્વયાદિના જાણકાર તાર્કિકો વડે અન્યથા પર્વ ભિન્ન રીતે જ સિદ્ધ કરાય છે. અર્થાત્ પૂર્વના અન્વયાદિના જાણકાર વડે અનુમાન દ્વારા જે પદાર્થ નિર્મીત કરાયેલો હોય તેમાં અસિદ્ધિ, વ્યભિયારાદિ દોષો આપીને જુદી રીતે નિર્ણત કરાય છે.
કારણ હોય ત્યાં કાર્ય હોય આ અન્વય છે અને કારણ નથી તો કાર્ય ન હોય તે વ્યતિરેક છે. દંડ હોય તો ઘડો હોય તે અન્વય અને દંડ ન હોય તો ઘડો ન હોય તે વ્યતિરેક છે.
કાર્યની સિદ્ધિ કારણની સિદ્ધિને જણાવે છે અને કારણની સિદ્ધિનો અભાવ કાર્યની સિદ્ધિના અભાવને જણાવે છે તે ક્રમસર અન્વય વ્યાપ્તિ અને વ્યતિરેક વ્યાપ્તિ છે જેમ કે -
જ્યાં ધૂમાડો છે ત્યાં અગ્નિ છે તે અન્વય વ્યાતિ છે અને
જ્યાં અગ્નિનો અભાવ છે ત્યાં ધૂમાડાનો પણ અભાવ છે આ વ્યતિરેક વ્યાપ્તિ છે. - બુદ્ધિશાળીઓ વડે બુદ્ધિના જોરે તર્ક લગાવીને સિદ્ધ કરેલા પદાર્થો એ અંતિમ સત્ય રૂપે હોતા નથી. કારણ કે તે પછીના કાળમાં થયેલા બીજા બુદ્ધિશાળીઓ તે જ પદાર્થોને પોતાની બુદ્ધિના જોરે ખોટા ઠેરવી નવા પદાર્થો જગતમાં મૂકે છે. ન્યૂટનના પ્રખ્યાત ત્રણ સિદ્ધાંતોને દેશકાળની નિરપેક્ષતા અને ગતિમાધ્યમ ઇથરની પૂર્વધારણાઓ પર સ્થાપિત કરી આખું મિકેનિકલ સાયન્સ રચાયું. હવે તે જ ધારણાઓને આઈન્સ્ટાઇને અયથાર્થ ઠરાવી દેશકાળની સાપેક્ષતા સિદ્ધ કરી વિજ્ઞાનને નવી દિશા આપી પરંતુ અહીં પણ પ્રકાશ તરંગોના માધ્યમ ઈથર, ગુરુત્વાકર્ષણ અને અન્ય ચુંબકીય બળોના પ્રસારણના માધ્યમ વિષયક વિસંવાદિતામાં તેઓ અથડાયા કરે છે. આજ સુધી પણ આઈન્સ્ટાઈન અને લૈંકના સિદ્ધાન્તોને પૂર્વધારણાઓના (હાયપોથીસીસના) દ્રઢ પાયા પ્રાપ્ત થયા નથી. આનું કારણ સ્પષ્ટ છે કે અંતે તો કોઈપણ વિજ્ઞાન માટે બુદ્ધિથી પર અને જે માત્ર શુદ્ધ સ્વાધીન (ઈન્દ્રિય મન અને બુદ્ધિના આલંબનથી રહિત) એવા કેવલજ્ઞાનને જ પ્રત્યક્ષ થઈ શકે છે તેવા આગમિક પદાર્થોને હાયપોથીસીસના સ્થાને સ્થાપિત કર્યા વિના વિકાસની ચરમસીમા પ્રાપ્ત કરવી તે અશક્ય કહી શકાય તેટલી હદ સુધી મુશ્કેલ છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org