________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩
૨૫૯ સંભવે છે અને રસહાનિથી દેવ-ગુરુ-ધર્મ પ્રત્યેનો પ્રશસ્ત રાગ સંભવે છે. હવે આ જઘન્ય દ્વિસ્થાનક રસ (રસ એટલે આત્મિક ગુણોને દબાવવાની કર્મોની શક્તિવિશેષ) પણ જ્યારે સાધનાથી ક્ષય કરવામાં આવે છે ત્યારે ક્ષાયિક શ્રદ્ધા - પૂર્ણ શ્રદ્ધા પ્રગટે છે. રસબંધની વિશેષ સમજણ :
એકસ્થાનક, દ્વિસ્થાનક, ત્રિસ્થાનક, ચતુઃસ્થાનક એમ રસબંધ ચાર પ્રકારે છે દ્રષ્ટાંત દ્વારા તેની સમજણ સ્પષ્ટ થઈ શકશે. આમાં ઉત્તરોત્તર રસબંધ તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ હોય છે. દા.ત. ત્રણ શેર લીમડાનો રસ હોય તેને એક સ્થાનક રસ કહીએ પછી તે ત્રણ શેર લીમડાના રસને ઉકાળીને અડધો ભાગ રાખીએ અને અડધો ભાગ બાળી દઈએ તો તે વધારે તીવ્ર બને છે. તે દોઢ શેર રસને દ્વિસ્થાનક રસ કહી શકાય. હવે મૂળ ત્રણ શેર રસને ઉકાળીને એક ભાગ રાખી બે ભાગ બાળી નાંખવામાં આવે તો તે એક શેર રસ અધિક કડવો બને છે. આ કિસ્થાનક રસ કહી શકાય અને ત્રણ શેર રસના ચાર ભાગ કરી ત્રણ ભાગ બાળીને માત્ર એક ભાગ રાખવામાં આવે તો પોણો શેર રસ બાકી રહે છે તે અત્યંત કટુ હોય છે એને ચતુઃસ્થાનક રસ કહી શકાય.
- મિથ્યાત્વ મોહનીયના પુગલમાં ઉત્કૃષ્ટ દ્વિસ્થાનક, ત્રિસ્થાનક અને ચતુઃસ્થાનક રસ પડેલો હોય છે. મિશ્રમોહનીયમાં મધ્યમ દ્વિસ્થાનક રસ હોય છે અને સમ્યકત્વ મોહનીયમાં જઘન્ય દ્વિસ્થાનક રસ હોય છે. આ રસ ઘટતા એકસ્થાનક બને છે અને તેનો પણ ક્ષય થતાં અંતે જીવ ક્ષાયિક સમકિત પામે છે.
અહીં રસની મંદતામાં ક્ષયોપશમ ભાવ છે અને સંપૂર્ણ રસક્ષયમાં ક્ષાયિક ભાવ છે. હવે ક્ષાયિક ભાવની પ્રાપ્તિ થતાં રસમંદતાથી પ્રગટેલા ક્ષયોપશમ ભાવોનો પણ અંત થાય છે. તેનો પણ ત્યાગ થાય છે, તેને પણ છોડવા પડે છે (જો કે તે સહજપણે છૂટી જાય છે.) અને સ્વરૂપગુણોની પ્રાપ્તિ થાય છે. માટે જ મુહપત્તિના બોલ પડિલેહતાં આપણે બોલીએ છીએ કે “સમ્યકત્વ મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય પરિહરું.”
સાધકને સૌ પ્રથમ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે મિથ્યાત્વની રસમંદતા જરૂરી છે અને ત્યાર પછી ક્ષાયિક સમકિતની પ્રાપ્તિ માટે રસમંદતાનો ક્ષય પણ જરૂરી છે. આમ સાધનાકાળની અવસ્થા પણ છોડવાની છે તો પછી દયિક ભાવની બાધકતા તો સુતરાં ત્યાજ્ય બને છે.
ઔદયિકભાવ, ક્ષયોપશમભાવ અને ક્ષાયિકભાવ આ ત્રણ ભાવમાં
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org