________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૨
જ આગળ વધવું” આ ત્રણે કાળનો શાશ્વત નિયમ છે. એ મર્યાદાને કોઈનાથી ઓળંગી શકાય નહિ. દરેક વસ્તુમાં શંકા કરવા કરતા કોઈ યોગ્ય વ્યક્તિ ઉપર શ્રદ્ધા રાખીને જીવન જીવવામાં ઘણો લાભ છે. બધી જ વસ્તુમાં શંકા કરનાર કદાચ પચાસ ખોટા માણસથી બચી જશે એવું બને પણ પછી એકાવનમી વખત મળતાં કોઈ વિશિષ્ટ સજ્જન પુરુષને પણ શંકાની નજરે જોતાં તેના લાભથી વંચિત રહી જશે. શંકા કરનાર કદાચ ભૌતિક નુકસાનથી બચી શકશે પણ સાથે સાથે આધ્યાત્મિક લાભને પણ ગુમાવનારો બની જશે.
- અત્યાર સુધી જીવ દરેક બાબતમાં સ્વચ્છંદપૂર્વક ચાલ્યો છે. તેનાથી અહંકાર પુષ્ટ થયો છે તેને દૂર કરવા મહાપુરુષોનાં ફોલોઅર્સ-અનુયાયી બનવાની. જરૂર છે. મહાપુરુષોના ફોલોઅર્સ બનવાથી મન ઠંડું પડી જાય છે. મનનો ઉકળાટ શમી જાય છે. મનની ચિંતાઓ દૂર થઈ જાય છે. મનના તાપ શમી જાય છે. જ્ઞાની પુરુષોને સમર્પિત બન્યા સિવાય, તેના ફોલોઅર્સ બન્યા સિવાય મનના સંઘર્ષ દૂર થતા નથી. તે ચાલુ જ રહે છે કારણ અનાદિકાળથી સ્વેચ્છા મુજબ ચાલવાના સંસ્કારથી તે પુષ્ટ થયેલા છે. બે મન છે. એક ગયા ભવોનું ગાંઠો રૂપે રહેલું સુષુપ્ત મન - અજાગૃત મન અને બીજું આ ભવનું ભાવમન-જાગૃતમન. પૂર્વભવોનું ગાંઠોરૂપે રહેલું સુષુપ્ત મન એ તો એક વીતી ગયેલી વસ્તુ છે, ભૂત છે, તે મુદ્દે છે ત્યારે તેના ભાવ બતાવે છે. તેમાં આપણે તન્મય થઈએ છીએ માટે તે આપણને ભૂત બનીને વળગે છે. મનની ક્ષ્મિને નિરંતર જોયા કરીએ અને તેમાં તન્મય ન થઈએ તો આપણે સંસારથી છૂટી શકીએ.
આપણું મન આપણને ઉપદ્રવ ન કરે અને આર્ત-રીદ્રની ચુંગાલમાંથી આપણે બચી જઈએ માટે મહાપુરુષોના માર્ગે ચાલ્યા જવાનું છે. સંસારીઓના મા તો અનંતા ભવોથી ચાલીએ છીએ પણ ત્યાં ભટકવા સિવાય બીજી કોઈ ગતિ જ નથી. સંસારનો માર્ગ એટલે મિથ્યાત્વ, અવિરતિ અને કષાયનો માર્ગ, અહંકાર અને આસક્તિનો માર્ગ, ત્યાં મનની સુરક્ષા શું હોઈ શકે? ત્યાં તો મનને મલિન જ કરવાનું હોય. વિચારો જ્યારે પ્રમાણ કરતા વધી જાય ત્યારે ચિંતા થઈ કહેવાય અને ચિંતા હોય ત્યાં ધર્મ ક્યાંથી હોય? એટલે તો "અભયદયાણ”માં પ્રભુ અભય અર્થાત્ ચિત્તની સ્વસ્થતા આપનારા કહ્યા છે કારણ કે ચિત્તની સ્વસ્થતા ઉપર જ આગળ આગળના ધર્મો પ્રાપ્ત થવાના છે.
મહાપુરુષો તે છે કે જેઓ નિરંતર આત્મકલ્યાણના માર્ગે ચાલે છે. તેઓ આત્મકલ્યાણના માર્ગે આગળ વધ્યા અને પૂર્ણતાને પામી કૃતકૃત્ય થયા પણ કરૂણાથી પરિપૂર્ણ હોવાના કારણે તેઓ આપણા માટે કલ્યાણની કેડી કંડારતા ગયા છે. આપણે તો તે માર્ગ ઉપર માત્ર ડગ જ માંડવાના છે. તે માર્ગ ઉપર
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org