________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૨૬૭ ચાલતા જ્ઞાની પુરુષોની આજ્ઞાને ડગલે ને પગલે યાદ કરવાની છે. અને માર્ગમાં લાગતા અતિક્રમાદિ દોષોથી સતત સાવધ રહેવાનું છે. સર્વત્ર દરેક વસ્તુનો સાર “આણાએ ધમ્મો” કહ્યો. આજ્ઞાપાલનમાં જ બધું સમાવી દીધું તેનું કારણ જ એ છે કે ઉશ્રુંખલ મનને વશ કર્યા સિવાય બીજો કોઈ માર્ગ નથી અને તે આજ્ઞાની પ્રતિબદ્ધતાથી વશ થાય છે. મનમાં અહંકાર ભરેલો છે અને તે બુદ્ધિનો સાગરિત છે, બુદ્ધિની સલાહ પ્રમાણે કામ કરે છે.
અહંકારની ઓળખાણ અહંકાર આંધળો છે. ધૃતરાષ્ટ્ર છે, તેથી તે જેમાં ભળે તેવો કહેવાય છે. કામાંધ, ક્રોધાંધ, મોહાંધ, લોભાંધ, વિષયાંધ આ બધી સંજ્ઞાઓ અહંકારને કારણે અપાઈ છે. ઇન્દ્રિયો વિષયોનો ભોગવટો કરે છે ને કામચલાઉ તૃપ્ત થાય છે અને જીવ તો ખાલી અહંકાર કરે છે કે મેં ભોગવ્યું!!
અહંકાર શું કરે? આખો દિવસ ભૂખ્યો રહે પણ કોઈ જમવાનું પૂછે તો. કહે, ના મારે જમવું નથી. હું જમીને આવ્યો છું. એને બેસવાનું કહો તો ખુરશી, સોફા હોય તો બેસે, નહિ તો ઊભો રહે. સંસારના સુખ જોઈતા હોય, સારા સ્થાન જોઈતા હોય, સારા માણસ તરીકે ઓળખાવું હોય તો અહંકારને સુધારવો પડે.
જે ક્રિયા કરવાથી અહંકાર ઓછો થાય તે ભગવાનની આજ્ઞાનું પાલન કહેવાય,
જે જ્ઞાનથી અહંકાર ઓછો થાય તે વીતરાગ માર્ગનું જ્ઞાન કહેવાય.
આ સંસાર ચાલે છે સજીવ અહંકારથી. નિર્જીવ અહંકાર એટલે ડ્રામેટિક અહંકાર, રાજા ભર્તૃહરિનું પાત્ર ભજવતા બહારથી ભર્તુહરિનો અભિનય કરનાર અંદરથી તો એ જાણે છે કે હું રાજા ભર્તુહરિ નથી પણ લક્ષ્મીચંદ તરગાળો છું. અહિંયા ભલે સિંહાસન ઉપર બેસીને લોકોની ઉપર ઓર્ડર કરું પણ ઘેર જઈને તો મારે ખીચડી જ ખાવાની છે.
લોક માન્ય કરે તેવો અહંકાર તે સુધરેલો અહંકાર કહેવાય, ડાહ્યો અહંકાર કહેવાય. લોક અમાન્ય કરે તેવો અહંકાર તે ગાંડો અહંકાર કહેવાય.
બધા ખરાબ અને હું સારો.' તે ગાંડો અહંકાર કહેવાય. અહંકારને જીતવા માટે આખી દુનિયાને જીતવાની જરૂર નથી. માત્ર ઘરના કે આજુબાજુ પાંચ-પચ્ચીસને જ જીતવાની જરૂર છે.
મહાપુરુષોના માર્ગને અનુસરતા પુષ્પચુલા સાથ્વીને કેવલજ્ઞાન. પુષ્પયુલ અને પુષ્પચુલા બંને ભાઈ બહેન હતા. બંને રાજકુળમાં જન્મેલા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org