________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૨૬૫ ગુણોનો વાસ થાય છે અને આવા અંત:કરણવાળાને ધ્યાન જલ્દીથી લાગે છે. વ્યુત્થાનદશા (એટલે બહારથી વસ્તુ અને વ્યક્તિના સંયોગવાળી દશા)માં જેટલો ગુણોનો વિકાસ એટલું જ ધ્યાન સફળ. વ્યત્યાનદશામાં જેને કામ ક્રોધાદિ દોષો સતાવે તેને ધ્યાન લાગે નહિ. ધ્યાનને દોષો સાથે નહિ પણ . ગુણો સાથે સંબંધ છે.
तदत्र महतां वर्म, समाश्रित्य विचक्षणैः । वर्तितव्यं यथान्यायं तदतिक्रमवर्जितैः ॥ १४९॥
જે કારણથી આત્મા, સર્વજ્ઞાદિ અતીન્દ્રિય તત્ત્વમાં આપણી નજર પહોંચી શકે તેમ નથી, અને અનુમાનથી તેનો નિર્ણય શક્ય નથી તેમજ શુષ્કતર્કનો આગ્રહ મિથ્યાભિમાનનું કારણ હોવાથી અતિ ભયંકર છે, આત્માનું અહિત કરનાર છે તે કારણથી માત્ર વ્યતિરે-આ કલ્યાણકારી યોગમાર્ગના વિષયમાં મહાપુરુષોના માર્ગને આશ્રયિને અતિચારાદિ દોષોથી રહિત થવાવડે કરીને પંડિત પુરુષો વડે ન્યાયાનુસારે અર્થાત્ આગમાનુસારે વર્તવું જોઈએ,
- પંડિત પુરુષોએ અધ્યાત્મના માર્ગમાં બધી ભાંજગડને તોડી નાંખવી જોઈએ. મત અને દર્શનના આગ્રહનો સર્વ પ્રપંચ છોડી દેવો જોઈએ ખોટી ચર્ચા, વિચારણા, વાદ વિવાદમાંથી મુક્ત થઈ મહાપુરુષોના માર્ગનું અવલંબન લેવું જોઈએ. અર્થાત તે મહાપુરુષોએ જે માર્ગ બતાવ્યો હોય તે માર્ગ ઉપર શ્રદ્ધા રાખી આગળ વધવું જોઈએ. અર્થાત તેમની આજ્ઞાનું સંપૂર્ણપણે પાલન કરવું જોઈએ. અને તે આજ્ઞાના. પાલનમાં લાગતા અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર (ભંગ) રૂપ દોષથી આત્માને બચાવવો જોઈએ. આમ મહાત્માના માર્ગમાં અતિચાર રહિતપણે. ન્યાયાનુસારે પ્રવર્તવું એજ મુમુક્ષુનું કર્તવ્ય છે.
- યોગમાર્ગમાં આગળ વધવા મહાપુરુષોના વચન ઉપર શ્રદ્ધા બહુ જરૂરી છે. શ્રદ્ધા વિના મન શંકાશીલ બને છે. બે મિત્રો છે. બંને મોરના ઇંડાં ખરીદવાનો નિર્ણય કરે છે. તેમાંથી મોર નીકળે પછી તાલીમ આપશું. પૈસા કમાશું વગેરે વિચારે છે. બેમાંથી એક મિત્ર શ્રદ્ધાળુ છે જ્યારે બીજો શંકાશીલ છે. શંકાશીલ જોવા માટે રોજ ઈંડુ ખખડાવે છે કે મોરનો ગર્ભ કેટલો વૃદ્ધિ પામ્યો ? રોજ રોજ ખખડાવવાથી ઇંડું નિર્જીવ થઈ ગયું. જે શ્રધ્ધાળુ હતો તેને તો દૃઢ વિશ્વાસ હતો કે નિશ્ચિત સમયે ઇંડામાંથી મોર બહાર આવવાનો જ છે તેથી યોગ્ય કાળે તેનું ઇંડુ મોર બન્યું. જાતજાતની તાલીમ આપી તેમાંથી ધનવાન બન્યો આ કથા આપણને એ શીખવાડે છે કે સાધના એટલે “બિનશરતી શરણાગતિ અને સાધ્યમાં અખૂટ વિશ્વાસ.”
જ્ઞાનીની આજ્ઞાનું પાલન દુષ્કર છે - જે વિષયમાં માનવીની બુદ્ધિ પહોંચે નહિ તે વિષયમાં “જાણકારની સલાહથી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org