________________
૨૬૮
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ હતા. તેના પિતા રાજા છે. બંનેને પરસ્પર અતિશય સ્નેહ છે તેના કારણે મોટા થતાં બંને પરસ્પર લગ્નગ્રંથિથી જોડાય છે. પુષ્પગુલ રાજા બને છે. આ બાજુ તેમની માતા મરીને દેવલોકમાં ગયેલા છે. તેમણે પોતાના દીકરા-દીકરીની આ સ્થિતિ જોઈ. તેમાંથી બચાવવા પુષ્પચુલાને નરકના સ્વપ્ન બતાવે છે. તેનાથી તે ભયભીત થઈ જાય છે અને વિચારે છે કે આ નરકના દુઃખો મારે જોઈએ નહિ. તેનાથી બચવા ચારિત્ર લેવાની ભાવના કરે છે. રાજાને પોતાને આવેલા સ્વપ્નની વાત કરે છે અને મારે હવે આ સંસારમાં કોઈપણ રીતે રહેવું નથી, ચારિત્ર જ લેવું છે એમ તે જણાવે છે પણ રાજા તેની પરના અત્યંત રાગને કારણે રજા આપવા તૈયાર નથી. વારંવારની વિનંતી પછી રાજા એક જ શરતે દીક્ષા આપવા તૈયાર થાય છે કે હું તમને દીક્ષા જરૂર અપાવું પણ દીક્ષા લીધા. પછી તમારે આ નગરમાં જ રહેવાનું. નગરની બહાર જવાનું નહિ. તમારું મોં જોઈને પણ હું આનંદ પામીશ. તમે અહિંયા રહો તો હું તમારા દર્શન રોજ કરી શકીશ. રાણીએ કબુલ રાખ્યું. એ રીતે પણ સંસાર રૂપ કારાગાર અને છકાયના કતલખાનામાંથી તો છૂટકારો થાય છે ને!!
ચારિત્ર લીધું. નરકના સ્વપ્નથી આત્મા જાગી ઉઠયો છે, અંદરમાં જ્વલંતા વૈરાગ્ય પેદા થયો છે, ભવોભવ સંસારમાં રૂલાવનાર વિષયોના રાગથી આત્મા
ક્કી ઉઠ્યો છે. અને એને રાત દિ કચડવાનો નિર્ધાર કર્યો છે. અંદરમાં એક જ સમજ છે કે જો આ ભવમાં ચારિત્ર લીધા પછી રાગને નહિ કચડું તો પછી તેને કચડવાનો બીજો ભવ કયો મળશે? માટે અંદરથી અપ્રમત્ત બની સાધના શરૂ કરી.
નક્કી કર્યું કે કોઈ પણ આવે તો - રાજા પણ આવે તો આંખ ઊંચી. કરીને જોવાનું નહિ. વાતચીત કરવાની નહિ. ધર્મલાભ પણ કહેવો પડે માટે કહેવાનો.
નગરમાં ગોચરી જવું પડે. લોકો તો અમારા રાણી સાહેબ કહી કહીને ઘણા ભાવથી વહોરાવે. ત્યાં પણ અત્યંત સાવધ રહેવાનું. જરાપણ ઊંચુ જોવાનું નહિં અને વાતચીત કરવાની નહિ, અને સાથે સાથે તે જ નગરમાં વિધમાન અરણિકાપુત્ર આચાર્યની આજ્ઞાને માથે ધરી. આચાર્ય પોતે જંઘાબળ ક્ષીણ થયેલું હોવાના કારણે તે નગરમાં રહ્યા હતા. તેમની ભાવથી ભક્તિ સ્વીકારી. મારા માથે આ જ છત્ર છે. એના વિના રાજાના માન-સન્માનમાં ફ્રાઈ જઈશ તો નરકે જઈશ. આ સતત ભય તેને વર્તે છે. એના પ્રતાપે રાત અને દિવસ પરમાત્માની આજ્ઞા મુજબનું જીવન સ્વીકારી અને આચાર્યની આજ્ઞા માથે ધરી રાગને કચડવાનો ઘોર પુરુષાર્થ ક્ય, વૈરાગ્યને એવો ધીકતો રાખ્યો કે એની
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org