________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૨ ૬૯ ભટ્ટીમાં રાગ બળીને ભસ્મીભૂત થવા માંડ્યો અને આત્માએ ક્ષપકશ્રેણી માંડી દીધી. તો કેવલજ્ઞાની બની ગયા અને તેમના પ્રભાવે પછીથી અરણિકાપુત્ર આચાર્યને પણ કેવલજ્ઞાન થયું. ચારિત્રના માર્ગ ઉપર ચાલતા અતિક્રમાદિ દોષોને લાગવા દીધા નહિ અને આચાર્યને સમર્પિત બનીને જીવ્યા તો તે જ ભવમાં કેવલજ્ઞાન પામ્યા.
વડીલોની આજ્ઞાના પાલન રૂપ વ્રતને ગ્રહણ કરવું તે બીજ વ્રતગ્રહણથી અધિક છે.
સગરના ૬૦ હજાર પુત્રોએ અષ્ટાપદની તી ખાઈ ખોદી. તેને પાણીથી પૂરવા દંડ રત્ન વડે ગંગા નદીને ત્યાં ખેંચી લાવ્યા. તેથી તે ગંગા હવે ખાઈને પૂરીને અષ્ટાપદની આજુબાજુના ગામડાને ડૂબાડી રહી છે. લોકો સગર ચક્રીની પાસે આવીને ફરિયાદ કરવા માંડ્યા કે હે સ્વામિન્ ! અમારી રક્ષા કરો. તેથી ચક્રીએ પોતાના પૌત્ર ભગીરથને કહ્યું કે હે વત્સ ! ઉન્મત્ત સ્ત્રીની જેમ ગંગાનદી જે અનેક ગામડાઓને તારાજ કરી રહી છે તેને તમે ડરત્ન વડે ખેંચીને પૂર્વ સમુદ્રમાં ભેળવી ધો કારણ કે જળને રસ્તો ન બતાવ્યો હોય ત્યાં સુધી જ તે અંધની જેમ ઉન્માર્ગે જાય છે. ભગીરથે પિતામહનું તે વાક્ય આદરપૂર્વક સ્વીકાર્યું.
વિધિના જાણકાર ભગીરથે જ્વલનપ્રભ ઇન્દ્રને ઉદ્દેશીને અઠ્ઠમનો તપ કર્યો તેથી જવલનપ્રભ પ્રસન્ન થઈને ભગીરથની પાસે આવ્યો. ગંધ, ધૂપ, પુખથી ભગીરથે તેનો પૂજીપચાર કર્યો ત્યારે નાગકુમારના સ્વામીએ “હું શું કાર્ય કરી આપું?” એમ પૂછયું એટલે ભગીરથે કહ્યું કે આ ગંગા ઉન્મત્ત બનીને અનેકનો. વિનાશ સર્જી રહી છે તો તમે રજા આપો તો દંડવડે આકર્ષીને તેને હું પૂર્વસમુદ્રમાં ભેળવી દઉં? જવલનપ્રત્યે સંમતિ આપી અને તેણે પૂર્વ સમુદ્રમાં ભેળવી દીધી. ત્યારથી માંડીને ગંગાનું “ભાગીરથી' એવું નામ પડ્યું. ત્યાંથી પાછા ના માર્ગમાં કેવલજ્ઞાનીને જોયા. તેમને પ્રણામ કરી યોગ્ય સ્થાનકે બેસી ભગીરથે પૂછ્યું કે મારા પિતાઓ વગેરે ક્યાં કર્મથી એકી સાથે મૃત્યુ પામ્યા ? ત્યારે કેવલીએ તેમનો પૂર્વભવ કહ્યો. તે ૬૦ હજાર પૂર્વભવમાં ચોર હતા. ઘણી અદ્ધિવાળો એક સંઘ સાંજે કોઈ ગામમાં આવ્યો. રાત્રે કુંભારના ઘર પાસે ઉતર્યો. ચોરોએ લૂંટવા માટે તીર કામઠા તૈયાર કર્યા પણ પાપના ભયવાળા તે કુંભારે તેમને મધુર વચનોથી વાય તેથી તેમણે સંઘને જવા દીધો.એક દિ ત્યાંના રહેવાસી સર્વ લોકો ચોર હોવાથી તેના રાજાએ બાળ, વૃદ્ધ સહિત આખું ગામ બાળી નાંખ્યું. તે દિવસે તે કુંભારને કોઈએ વિચારણા કરવા માટે બોલાવેલ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org