________________
૨૬૪
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ તે જ વ્યક્તિ દ્રઢ સંકલ્પ કરી શકે. તેવા સંકલ્પની આડે કોઈ સંસ્કાર ટકી શકતો નથી.
પરમાત્માની પ્રત્યે પ્રીતિ અને ભક્તિ કુસંસ્કારોના દારૂગોળાને ખતમ કરે છે.
આત્માની અદંરમાં કુગ્રહ, કુવાસના, અહંકાર, ઇર્ષ્યા, નિંદા વગેરે કુસંસ્કારોનો દારૂગોળો અનંતકાળથી ભય છે. તારક તત્ત્વ પ્રત્યેનો અનાદર, ઉપેક્ષા, અવગણના, અભક્તિ, અબહુમાનથી આત્મામાં દોષો ભરેલા છે. અને દોષથી ભરેલ આત્માને દોષનું સેવન સહેલું બની જાય છે. અગ્નિશમને ત્રીજું પારણું નિળ જવાનું એક જ નિમિત્ત મળતાં ઘણા વર્ષોની સાધના ખતમ થઈ ગઈ. ક્રોધાગ્નિ ભભૂકી ઉઠ્યો. વેરના બી રોપાયા ભવોભવ મારવાનું નિયાણું કર્યું જંગલમાં જઈને ઘોરતપ કરનાર વિશ્વામિત્ર ઋષિ પણ મેનકાના દર્શને અને તેના હાવભાવે પતિત થયા. પ્રચંડ સાધના કરનાર સાધકો પણ નિમિત્તોના વાવાઝોડામાં ફેંકાઈ જતાં હોય છે. નિમિત્ત મળતાં બધા આત્માઓ ટકી શકતા નથી. કારણ આત્મામાં અનંતકાળના કુસંસ્કારોનો દારૂગોળો ભર્યો છે. તેના આધારે જ અનંતકાળથી ભવભ્રમણ ચાલુ છે. આ કુસંસ્કારોનો નાશ કરવા માટે સાધના છે. સાધના દ્વારા કુસંસ્કારોનો નાશ થાય તો જ ભાવિ ઉજળું બને. તે માટે કેન્દ્રમાં પરમાત્મસ્વરૂપનું ધ્યાન જોઈએ અને એ ધ્યાનને સફળ કરનાર પરિઘમાં દેવી ગણોનો વાસ જોઈએ. દૈવી ગુણોના વાસ વિના ધ્યાન-જામે નહિ અને
ધ્યાન વિના કુસંસ્કારોનો દારૂગોળો ખતમ થાય નહિ. મૈત્રી-પ્રેમ-કરૂણા - વાત્સલ્ય - દયા-દાનાદિ ગુણોનો જેટલો વિકાસ થાય તેટલું જ ધ્યાન સળ થાય છે. જેને ગુરુની કૃપા અને પરમાત્મભક્તિ મળે છે એ આત્મા અશુભનિમિત્તના પવનથી બચી જાય છે. પરમાત્મભક્તિ અને ગુરુકૃપા પામનારને પુણ્ય જ એવું પ્રબળ બંધાય છે કે તેને અશુભ નિમિત્તો પ્રાયઃ મળે નહિ અને કટોકટીની પળે રક્ષા થાય. ફુલવાલકને સંયમથી પતન કરનાર વેશ્યાનું નિમિત્ત મળ્યું કારણ કે તેમણે ગુરુકૃપાનું કવચ ખોઈ નાંખ્યું હતું.
જગતમાં દેવ અને ગુરુ ઊંચા તત્ત્વ છે. તેમની ઊંચી કોટિની ભક્તિથી ઊંચી કોટિનું પુણ્ય બંધાય અને તેનો બંધ કરનાર આગળ વધે અને નીચે જતો અટકે એમાં કોઈ આશ્ચર્ય નથી. બીજા બધા યોગો સારી રીતે આરાધવા છતાં તેમાં ભક્તિ ભળતી નથી માટે અહંભાવ પીગળતો નથી. અહંને પીગાળનાર ભક્તિ છે. જે યોગ આરાધતા અહં ન પીગળે તો તેનાથી ઊંચી કોટિનું પુણ્ય ન બંધાય. એ અહંને પીગાળવાની પ્રચંડ તાકાત ભક્તિમાં છે. ભક્તિથી અહં પીગળે છે. અંત:કરણ નમ્ર બને છે. તેમાં દેવી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org