________________
૨૬ ૨
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ કરી અશુભભાવોને ખતમ કરવાના છે પછી ધર્મ પુરુષાર્થમાંથી આગળ વધી મોક્ષપુરુષાર્થ તરફ જવાનું છે. કાકંદીનો ધન્નો, મેઘકુમાર,ધનાજી, શાલિભદ્ર વગેરેએ આવો મોક્ષપુરુષાર્થ કર્યો હતો. જ્યારે આજે આપણે પ્રાયઃ મોક્ષપુરુષાર્થ કરતા નથી પણ ધર્મપુરુષાર્થ કરીએ છીએ. અને ધર્મપુરુષાર્થ પણ સાચો ત્યારે કે આપણે કોઈ અસત્ પક્ષપાત કે કુગ્રહમાં ફ્લાયા ન હોઈએ તો !! અસત્ પક્ષપાત કે ફગ્રહમાં ફ્લાયેલા જીવો મેથ્યાદિ શુભ ભાવો કે જેને યોગસારના રચયિતા ધર્મપ્રાપ્તિનું મૂળ કહે છે તેને ગુમાવે છે. ધર્મપુરુષાર્થથી નીચે ઉતરેલાને પછી કોઈ પુરુષાર્થ રહેતો નથી. સાધુને માટે ભગવાનની આજ્ઞા ધર્મપુરુષાર્થ અને મોક્ષપુરુષાર્થની છે જ્યારે ગૃહસ્થને અનિવાર્ય સંયોગોમાં ધર્મને જાળવવાપૂર્વક ન્યાય, નીતિ અને સદાચારથી યુક્ત મર્યાદિત અર્થ-કામની છૂટ આપવામાં આવી છે કે જેના દ્વારા આગળ વધી વિશિષ્ટ ધર્મને પામનાર બને.
ધર્મપુરુષાર્થમાં મક્કમ રહેનાર આત્મા આગળ વધીને ક્યારેક તે જ ભાવે કે ભવાંતરે મોક્ષપુરુષાર્થ પામી શકે છે. ધર્મપુરુષાર્થ મોક્ષપુરુષાર્થને પામવાનું કારણ છે એટલે કે સાધન છે અને મોક્ષપુરુષાર્થ પણ મોક્ષ માટેનું સાધન છે, કારણ છે. અહીં સ્પષ્ટતા જરૂરી છે કે મોક્ષ એ સાધ્ય છે અને ધર્મપુરુષાર્થ તથા મોક્ષપુરુષાર્થ એ બે સાધનો છે. સાધ્યનિરપેક્ષને સાધન કેવી રીતે હોઈ શકે? કારણ કે સાધ્યને સાધી આપે તે જ સાધન કહી શકાય.
પંચાચારની પ્રાપ્તિ તથા પાંચ અવ્રતથી અટકવું એ અનુક્રમે વિધિનિષેધથી ધર્મ પુરુષાર્થ છે અને સામાયિકની પ્રાપ્તિ તથા વિષય-કષાયથી નિવર્તન એ અનુક્રમે વિધિ-નિષેધથી મોક્ષ પુરુષાર્થ છે. મોક્ષ પુરુષાર્થથી જીવને ભેદ (સાયોપથમિક) રત્નત્રયી પ્રાપ્ત થાય છે અને તેના દ્વારા જીવ અભેદ (ક્ષાયિક) રત્નત્રયી રૂપ મોક્ષ પ્રાપ્ત કરે છે.
વળી સાધકને સાધ્યનું લક્ષ્ય સતત રહેવું જરૂરી છે અન્યથા સાધકતાની. પ્રાપ્તિ જ ન ઘટી શકે. આ વાતનું પ્રાયોગિક સ્વરૂપ (Practical implementation) વિચારતાં સ્પષ્ટ જણાય છે કે સાધ્ય એ મોક્ષ છે - જે સમગ્ર કર્મના ક્ષય સ્વરૂપ છે. હવે સાધકને જ ભૌતિક સુખ અપાવનાર પુણ્યકર્મ ઈષ્ટ હોય અને દુઃખ આપનાર અઘાતિ પાપકર્મ અનિષ્ટ (જો કે પાપ કરાવનાર ઘાતિ કર્મ તો અનિષ્ટ લાગવા જરૂરી છે) હોય તો તે સાધકતાથી ખંડિત થાય છે એટલું જ નહિ પણ તે સાધકતાથી વંચિત બને છે અને આવી ઘટના ન બને તે માટે કર્મ ઉપાધિનિરપેક્ષ નિશ્ચયનયની દૃષ્ટિથી વિચારતાં સાધકે સતત ખ્યાલમાં રાખવાનું છે કે આત્મા પુણ્યવાન પણ નથી ને પાપવાન પણ નથી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org