________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૨પ૭ મળે તેનાથી લાખો યોજન દૂર રહેવા જેવું છે તો જ આત્માર્થીપણું ટકી શકે. તો જ આત્મા સાધક બની સાધના કરી સાધ્યને નિફ્ટ લાવી શકે. અન્યથા ક્યારેક બહારથી ધર્મ કરવા છતાં અંદરની શુદ્ધિ હારી જવાય તેવું બને.
સાધકના લક્ષણો
આચાર્ય જયશેખરસૂરીએ પ્રબોધ ચિંતામણિમાં સાધકના લક્ષણો નીચે. મુજબ બતાવ્યા છે.
न वाद सादरो नावलिप्तो न ख्यातिकामुकः । न काप्यौत्सूक्यभू नैव यत्तत्स्वोक्तसमर्थकः ॥
સાધક વાદ કરવામાં આદરવાળો ન હોય, અહંકારી ન હોય, કીર્તિનો અભિલાષી ન હોય. કોઈપણ બાબતમાં ઉત્સુકતાવાળો ન હોય, તથા જેમ તેમ બોલાયેલ પોતાના વચનનું સમર્થન કરનાર ન હોય.
न गोष्ठीच्छु नान्यदेश वेशभाषादि पृच्छकः । न गीतादि प्रियो नाक्षिलोकः स खलु साधकः ॥
જે વાતોડિયો ન હોય, બીજાના દેશ, વેશ, ભાષાદિકની પૂછપરછ કરનારો ન હોય, ગીત-ગાયન વગેરેમાં રાચનારો ન હોય, નેત્રની ચપળતાવાળો ન હોય તે ખરેખર સાધક છે.
आकृष्टो याति न द्वेषं स्तुतो भवति नोन्मनाः । अबाधितसमाधिस्थ: स्वस्थो भवति साधकः ॥
સામી વ્યક્તિના આક્રોશ કરવા ઉપર જે દ્વેષ ન કરે, સ્તુતિ કર્યાથી જે ઉન્મત્ત ન થાય એવી સમાધિમાં જે રહેતો હોય તે સાધક છે.
लवलेशमुहूर्तादिकमाद्यः संगवर्त्यपि । नि:संगतार्थं यतते विद्वस्तं विद्धि साधकम् ॥
લવલેશ માત્ર મુહૂર્તાદિકના ક્રમથી જે સંગમાં વર્તે છતાં સંગરહિતપણાને માટે જે પ્રયત્ન કરે છે તેને હે વિદ્વાન્ ! તમે સાધક જાણો.
ज्ञानतत्त्वतया वेत्ति लोकवृत्तं विसंस्थुलः । तथापि कुरूते नैव, स्वात्मोत्कर्षान्यगर्हणे ॥
આ દુનિયામાં લોકોના આચરણો અસ્થિર છે કે વિપરીત છે તે પોતે તત્ત્વ- વેત્તા હોવાથી જાણે છે તો પણ બીજાની નિંદા કરીને પોતાનો ઉત્કર્ષ તે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org