________________
૨૫૬
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ ચિંતા, ભય સતાવ્યા કરે છે તે જ રીતે આ શુષ્ક તર્ક રૂપી ગ્રહથી પીડાતા આત્માને સતત ચિંતા, ભય રહ્યા કરે છે. - જો કોઈ પણ રીતે વાદમાં પોતાનો વિજય થાય તો શુષ્ક તર્કવાદી એટલો બધો પરિતોષ પામે છે કે મર્યાદાનો ભંગ કરી પોતાની બડાઈ હાંકી ત્રણે લોકોને ખલ બનાવે છે - (૧) અને પોતે જે કોઈ પ્રકારે બીજાથી જીતાઈ જાય તો તે કોપાંધ થઈ, પ્રતિવાદી પ્રત્યે બરાડા પાડી પોતાનું વિલખાપણું દૂર કરે છે. - (૨)
તે વાદકથાને ખમી શકતો નથી તેથી વાદમાં હારી જાય તો માનભંગ થવાથી ઉષ્ણ અને લાંબા લાંબા નિસાસા નાંખે છે. રમણીય વસ્તુ જોઈને તેને આનંદ થતો નથી પરંતુ અરતિનો જ્વર લાગુ પડે છે. મિત્રો પ્રત્યે પણ તે મંત્રી બતાવતો નથી પરંતુ વજ જેવા કઠોર વચનોને બોલે છે - (૩).
દુઃખ અહંકારમાંથી ઉત્પન્ન થાય છે એ સર્વતંત્ર માન્ય સિદ્ધાંત છે તેના પર જાણે આરૂઢ થઈને તે ખરેખર તત્વ પરીક્ષા કરે છે અર્થાત અહંકાર જન્ય દુ:ખનો સાક્ષાત અનુભવ કરે છે. (૪) (સિદ્ધસેન દિવાકર કૃત દ્વા. દ્વા.)
ઉપરના ચારે બ્લોક સિદ્ધસેન દિવાકરજી કૃત દ્વાäિશત દ્વાત્રિશિકાના છે.
શુષ્કતર્કવાદીને આત્મા, પુણ્ય, પાપ, પરલોક, સદ્ગતિ આ બધાની સાથે બહુ મેળ નથી તેને તો આ ભવમાં માન-સન્માન-પ્રતિષ્ઠા-ખ્યાતિ વગેરેની સાથે મેળ છે. તેથી બીજાને વાદમાં જીતી પોતાનો વિજય ડંકો વાગતો હોય તો તે કરવા જ તે તૈયાર છે તે માટે તે ન્યાય-નીતિ-પ્રામાણિકતાને પણ સાચવવા તૈયાર નથી અને જ્યારે પોતાના માનની હાનિ થવાનો પ્રસંગ આવે ત્યારે તે મેલી. રમતો, પ્રપંચો, કાવાદાવા અને જગતને ઊંધુ સમજાવીને પણ માનભંગથી બચવાનો પ્રયત્ન કરે છે.
ટૂંકમાં બીજા શબ્દોમાં કહીએ તો શુષ્ક તર્કવાદી આત્મસાક્ષીએ અપ્રામાણિક હોય છે. જ્યારે સાધકને એક માત્ર આત્માનો જ ખપ હોય છે. તેને આત્માની વિશુદ્ધિ સિવાય માન, સન્માન, ખ્યાતિ, પ્રતિષ્ઠા જોઈતા હોતા નથી. તેથી તેને આની સાથે મેળ કેમ બેસે? આત્માર્થી અને મતાર્થી બેની દિશા ભિન્ન ભિન્ન હોય છે. માટે આવો શુષ્ક તર્ક કે જે મિથ્યાભિમાનનો હેતુ છે, દુર્ગતિનું કારણ છે તે આત્માર્થી જીવે અવશ્ય ત્યાગ કરવા યોગ્ય છે.
ધર્મ કરવા છતાં પણ જીવો સંસારના અંતને ન પામ્યા તેમાં જેમ બીજા કારણો સંભવે છે તેમ મિથ્યાભિમાન, શુષ્ક તર્ક, આગ્રહ, વાદ-વિવાદનો રસ, વાચાળતા, પણ ફારણ તરીકે સંભવે છે માટે સાચા આત્માર્થીએ તેનો પડછાયો પણ લેવા જેવો નથી. જેમ વિષવૃક્ષ દૂરથી જ ત્યાજય છે. તેની છાયા પણ ક્યારેક પ્રાણ લેનારી બને છે તેમ આ બધી ચીજનો પરિચય પણ કરવા જેવો નથી. આ જ્યાં જોવા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org