________________
૨૫૮
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ક્યારે પણ કરતો નથી.
योगीशैलाणुवज्जानन्नप्याध्यात्मिकबाह्ययोः । धर्मयोरंतरं भित्ते व्यवहारं गिरापि न ॥
આધ્યાત્મિકધર્મ અને બાહ્યધર્મ વિશે પર્વત અને પરમાણું જેટલું અંતર જાણવા છતાં યોગી વચનથી પણ વ્યવહારને છેદતા નથી.
शृण्वन्नप्येडवद्योगी पश्यन्नप्यंधवद् ध्रुवं । वक्तापि मूकवद्विद्वान्नपि बालसमो भवेत् ॥
સાંભળવા છતાં બહેરા જેવો, દેખવા છતાં આંધળા જેવો, બોલવા છતાં પણ મૂંગા જેવો અને વિદ્વાન છતાં પણ બાળક જેવો થાય તે સાધક છે.
ग्रह सर्वत्र तत्त्वेन, मुमुक्षूणामसङ्गतः । मुक्तौ धर्मा अपि प्रायस्त्यक्तव्याः किमनेन तत् ।। १४८ ॥ અંતે ક્ષારોપથમિક ધર્મ પણ ત્યાજ્ય -
પરમાર્થદૃષ્ટિએ વિચારતા તો મુમુક્ષુએ કોઈપણ વિષયમાં આગ્રહ રાખવો તે યુક્ત નથી કારણ કે મુક્તિમાં પ્રાયઃ સઘળા ધર્મોનો ત્યાગ કરવાનો હોય છે. (ઉપથી અધર્મોનો તો ત્યાગ કરવાનો હોય જ છે પણ ધર્મોનો પણ ત્યાગ કરવાનો હોય છે) પ્રાયઃ એટલા માટે કે ક્ષાયિક ધર્મોનો મુક્તિમાં ત્યાગ હોતો નથી કારણ કે ક્ષાયિક ધર્મો તો આત્માનું સ્વરૂપ છે અને જે સ્વરૂપ હોય તેનો ત્યાગ તો ક્યારે પણ થઈ શકે નહિ. પરંતુ જેટલા ક્ષાયોપથમિક ધર્મો - ગુણો છે તેનો ત્યાગ કરવાનો હોય છે.
વાસ્તવમાં તો ક્ષાયોપશમિક ધર્મો અને કર્મોનું આવરણ હટી જતાં તે જ ધર્મો ક્ષાયિક રૂપે બની જાય છે. પૂર્ણ બની જાય છે એટલે તેનું સ્વરૂપ ફ્રી જાય છે. ક્ષયોપશમમાં ત્રણ વસ્તુ આવે છે. ઉદય, ક્ષય, અને ઉપશમ, આમાં ઉદિત કર્મોનો ક્ષય અને અનુદિતનો ઉપશમ થતાં આત્મસ્વરૂપનો કંઈક ઉઘાડ થાય છે પણ તે આંશિક જ છે. પૂર્ણ નથી. દા.ત. ક્ષયોપશમ સમકિતમાં (મિથ્યાત્વ મોહનીયના એકસ્થાનક રસ અને જઘન્ય બેસ્થાનક રસવાળા પુગલો જ સમ્યકત્વ મોહનીય કહેવાય છે તે) સખ્યત્વ મોહનીયનો રસોય હોય છે. તેનો ભોગવીને ક્ષય કરવાનો હોય છે અને અનુદિત એવા મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીયનો ઉપશમ છે એટલે સત્તામાં દબાયેલા પડ્યા છે, ઉદયમાં આવીને પોતાનો વિપાક બતાવી શકે તેવી સ્થિતિમાં નથી એટલે શ્રદ્ધા રૂપ આત્મિક શક્તિનો આશિક ઉઘાડ છે. હવે અહીં સમકિત મોહનીય પુદ્ગલોમાં જઘન્ય દ્વિસ્થાનક રસ મિથ્યાત્વનો છે. તેના કારણે શંકાદિ અતિચારો
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org