________________
૨૫૪
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ વધાર્યું. ઉત્સુત્ર પ્રરૂપણા કર્યા પછી ગુરુના કહેવા છતાં તેમાં સુધારો ન કર્યો અને અહંકારને વશ બન્યો તો ચિત્તની પ્રસન્નતા, સમાધિ બધું ચાલ્યું ગયું.
શિવભૂતિ એ સહસ્રમલ સેનિક હતો. દુર્જચ એવા રાજાને પણ તેણે જીત્યો હતો તેના કારણે તે રાજ્યમાન્ય બન્યો હતો. તે શિવભૂતિએ એક વખત વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. રાજાએ તેમને રત્નકંબલ વહોરાવી, શિવભૂતિ તેના ઉપરના મમત્વના કારણે તેનો ઉપયોગ કરતા નથી અને તેને વીંટીયામાં મુકી રાખી છે. અવસરે બહાર કાઢી તેને જોઈને રાજી થાય છે. ગુરુએ જોયું કે આ રત્નબલ તેને મૂછ કરાવી પરિગ્રહનું કારણ બની રહી છે તેથી જ્યારે એક વખત સ્પંડિલ ભૂમિએ તેને જવાનું થાય છે ત્યારે ગુરુએ તે રત્નકંબલને કાઢી ટૂકડા કરી શિષ્યોને વાપરવા આપી દીધા. તે આવ્યો. ખબર પડી અંદરમાં સમસમી ઉઠયો. તે વખતે કાંઈ બોલ્યો નહિ પણ મનમાં ગાંઠ વાળી કે અવસરે બતાવી દઈશ. વસ્તુ પરનું તીવ્ર મમત્વ જીવને દુર્જન બનાવી ગાંઠ બંધાવે છે. મિથ્યાત્વે લઈ આવે છે. ગુણોના શિખરે ચડેલાને દુર્ગુણોની ખીણમાં પાત કરાવે છે.
એક વખત ગુરુ બધા શિષ્યો સમક્ષ વાચના આપી રહ્યા છે તે વખતે જિનકલ્પનો પ્રસંગ આવ્યો. જિનકલ્પનું વર્ણન કરતા ગુરુ કહે છે કે તેઓ વસ્ત્ર, પાત્ર વગેરે રાખે નહિ, બસ, આ સાંભળતાં જ ઊભો થઈ ગયો. તો પછી આપણે શા માટે વસ્ત્ર રાખીએ છીએ? વસ્ત્ર એ તો મૂછનું કારણ છે માટે તે જિનલ્પ બરાબર છે. ગુરુ તેને સમાધાન આપે છે કે જિનકલ્પી તો લબ્ધિવાળા. છે તેઓ વસ્ત્ર વગર રહે છતાં તેમને કોઈ નગ્ન જોઈ શકતું નથી. બીજું વસ્ત્ર એ તો સંયમની રક્ષાનું સાધન છે. સ્થવિરકામાં વસ્ત્ર રાખવાનું વિધાન છે. અનેક રીતે સમજાવવા છતાં અંદરમાં તીવ્ર ક્રોધથી ધમધમતો હતો માટે પોતાની પડ છોડી નહિ અને વસ્ત્ર એજ મૂછ છે. વસ્ત્ર એજ પરિગ્રહ છે. વસ્ત્ર હોય
ત્યાં સંયમ હોય નહિ એમ કહીં બધા વસ્ત્ર ઉતારી નગ્ન બન્યો. તેનાથી દિગંબર મત નીકળ્યો. તે પણ નિર્નવ તરીકે ઓળખાયો. અંદરમાં ઊભા થયેલા કષાયે તેને એવી પકડમાં લીધો, એવો આગ્રહી બનાવ્યો કે પોતાની મિથ્યા માન્યતાને છોડવા તૈયાર ન થયો પણ પોતાની માન્યતાની પુષ્ટિમાં જ કુતક લગાડી તેને સિદ્ધ કરી. એક રત્નકંબલ ઉપરનું મમત્વ, તેના ઉપરનો આગ્રહ તેમાંથી પોતાના વિચારો પ્રત્યેનો આગ્રહ - પકડ અને તેમાંથી ગુરુની સામે પડવા સુધીની ધૃષ્ટતા અને આખરે માર્ગભ્રષ્ટ બની અનેકને ઉન્માર્ગગામી બનાવવામાં નિમિત્ત બન્યો.
કુગ્રહની તીવ્રતા આત્મામાં દોષોને તીવ્ર બનાવે છે તેના આત્મામાં
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org