________________
૨૫૩
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ સંભળાય છે તેમ જગતમાં મુખ્ય બે જ તત્ત્વ જીવ અને અજીવ છે.
આ સાંભળી રોહગુએ તેને ખોટો પાડવા અને તેની સામે વિજય મેળવવા ત્રિરાશિ મત સ્થાપન કર્યો. તેણે કહ્યું કે જગતમાં સાત્ત્વિક - રાજસ અને તામસ, બ્રહ્મા - વિષ્ણુ અને મહેશ, ઉર્ધ્વ લોક - અધોલોક અને તિછ લોક આમ જેમ ત્રણ ત્રણ પદાર્થ દેખાય છે તેમ જીવ અજીવ અને નો જીવ એમ ત્રિરાશિ સિદ્ધ કરી. અને પોટ્ટશાલ પરિવ્રાજકને હરાવ્યો. પેલાએ પોતાની પાસે રહેલી વિદ્યાઓ છોડી, તેની સામે તેણે પ્રતિપક્ષી વિધાઓ છોડી પોતાનું રક્ષણ કર્યું. છેલ્લે ગુરુએ આપેલ રજોહરણને પણ તેની ઉપર વી, વિજય મેળવી ગુરુની પાસે આવ્યો.
ગુરુએ કહ્યું કે વાદમાં તેં ભલે તેને જીતવા ત્રિરાશિમત સ્થાપન કર્યો પણ તેં ઉસૂત્ર પ્રરૂપણા કરી છે માટે તારે રાજાની આગળ જઈને સત્ય હકીકત જણાવી મિથ્યા દુષ્કૃત આપવા યોગ્ય છે.
ઉપાધ્યાયજી મહારાજ પણ સ્યાદ્વાદ કલ્પલતામાં લખે છે કે રોહગુપ્ત પરિવ્રાજકને હરાવવા તેમજ જૈનશાસન શ્રેષ્ઠ છે તે સિદ્ધ કરવા ત્રિરાશિ મત સ્થાપન કર્યો તેમાં વાંધો નથી માત્ર તે પછી પોતાની ભૂલનો સરળ હૃદયે સ્વીકાર ન કર્યો અને અહંકારમાં રહ્યો તે ભૂલ છે. છેલ્લે ગુરુએ રાજાની સમક્ષ તેની સામે વાદ કરી હરાવ્યો. છતાં પણ પોતાનો આગ્રહ ન છોડ્યો તો ગુરુવડે તેના માથા ઉપર રખિયા નાંખવા દ્વારા સંઘ બહાર કરાયો. છઠ્ઠો નિર્નવ બન્યો અને એમાંથી ક્રમે કરીને વેશેષિક દર્શન નીકળ્યું.
શુક્તર્ક - કુગ્રહ બુદ્ધિને ભ્રષ્ટ કરી ઠેઠ મિથ્યાત્વે લઈ જાય છે. ગુરુનો દ્રોહ કરાવે છે. ગુરુની સામે પડાવે છે. અને તુચ્છ વૃત્તિઓમાં રમાડે છે માટે કુગ્રહ એ છોડવા જેવો છે. કુગ્રહ આવ્યા પછી આત્મામાં મોટે ભાગે ગુણો ટકતા નથી. કદાચ ગુણો દેખાય તો પણ તે ગુણ નથી ગુણાભાસ છે. ગુણ તો તે કહેવાય કે જે નવા નવા ગુણોને લઈ આવે. આત્મામાં સંવેગ અને વૈરાગ્યા વધારે. તારક તત્ત્વો પ્રત્યે સમર્પિત બનાવે. કુગ્રહ આવ્યો એટલે હૃદય તારક તત્ત્વોને સમર્પિત ન રહ્યું પછી મોહાધીન દશા આવી. હદય ખોટું બની ગયું. આત્માના પ્રદેશ પ્રદેશે મોહાંધકાર વ્યાપ્ત થઈ ગયો એટલે હવે શુભક્રિયા કરે તો પુણ્ય બંધાય પણ શુભાનુબંધ તો રહ્યો જ નહિ અને શુભાનુબંધ જ નથી તો પછી મોક્ષમાર્ગ ક્યાં રહ્યો?
આમ એક માત્ર મિથ્યા આગ્રહને વશ બનીને રોહગુપ્ત સમ્યક્ત્વ ગુમાવ્યું, ગુરુપ્રત્યેનો પ્રેમ ગુમાવ્યો. માર્ગની વફાદારી ગુમાવી, લોક-ચાહના ગુમાવી. તત્ત્વ પ્રાપ્તિની યોગ્યતા ગુમાવી. ગુણોની યોગ્યતા ગુમાવી અને આત્માનું ભવ ભ્રમણ
--
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org