________________
૨પર
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ વિચિત્રતાઓના ગર્ભમાં છપાયેલા પરિબળોનો ફોટ કરે છે ત્યારે તેને કાંઈક નવું શોધ્યાનો સંતોષ થાય છે. વિજ્ઞાનીને મન વિજ્ઞાન બોદ્ધિક આનંદ બક્ષે છે.
न चैतदेवं यत्तस्माच्छुष्कतर्क ग्रहो महान् । मिथ्याभिमानहेतुत्वात्त्याज्य एव मुमुक्षुभिः ॥ १४७ ॥
જે કારણથી અતીન્દ્રિય પદાર્થોનો નિર્ણય તર્કથી ક્યારે પણ થઈ શકતો નથી તે કારણથી શુષ્ક તર્ક વિષેનો ગ્રહ - આગ્રહ એ અતિભયંકર છે અર્થાત અત્યંત અનર્થકારી છે. પ્રતીતિ અને ફ્લેથી જે બાધિત થતો હોય તે શુષ્ક તર્ક છે અને આવા શુષ્ક તર્ક વિશેનો આગ્રહ એ મિથ્યાભિમાનનું કારણ હોવાથી સંસારથી મુક્ત થવાની ઇચ્છાવાળાવડે તે ત્યાજ્ય છે.
શુદ્ધતર્ક બુદ્ધિને સન્માર્ગથી નીચે ઉતારે છે. હૃદયને કઠોર બનાવે છે. હૃદયમાં સરળતાનો નાશ કરી વક્રતા લાવે છે. જીવને આગ્રહી બનાવે છે અને કોઈ પણ વિષયમાં ખોટો આગ્રહ આવે, તે વૃદ્ધિ પામે તેમ તેમ ગુણોની પરિણતિ નાશ પામતી જાય છે. શુભાનુબંધની યોગ્યતા ઘટતી જાય છે. શુષ્કતર્કની બળવત્તરતા થવાથી અંતે પ્રજ્ઞાપનીયતા - પ્રામાણિકતા નાશ પામે છે અને આત્માને તીવ્ર મિથ્યાત્વનો ઉદય કરી સંસારમાં રૂલાવે છે.
રોહગુપ્તની ભૂલ શ્રી વીરનિર્વાણથી પ૪૪ વર્ષે અંતરંજિકા નામની નગરીમાં શ્રીગુપ્ત નામના આચાર્ય હતા. તેમને વંદન કરવા માટે રોહગુપ્ત નામનો તેમનો શિષ્ય આવી રહ્યો હતો. રસ્તામાં પોટ્ટશાલ નામના પરિવ્રાજકવડે પડહ વગાડવામાં આવ્યો હતો કે મારી સાથે વાદ કરવા કોઈ સમર્થ નથી તે વાદના પડતને સાંભળીને આ રોહગુણે ગુરુને પુડ્યા વિના જ તેના પsહને ઝીલી લીધો અને તેની સાથે વાદ કરવાનું નક્કી કર્યું. ગુરુ પાસે આવીને સઘળી હકીકત કહી. ગુરુએ કહ્યું તેં મોટી ભૂલ કરી છે. એની સાથે વાદ કરવામાં મઝા નથી. એ વાદ કરવામાં પ્રામાણિક નથી. વાદમાં હારી જાય તો પોતાની પાસે રહેલી વિધાનો ઉપયોગ કરે છે. તેની પાસે વૃશ્ચિક, સર્પ વગેરે સાત વિધાઓ છે. તેનાથી બચવા ગુરુ તેને પ્રતિપક્ષી મયૂરી, નકુલી વગેરે સાત વિધાઓ આપે છે અને છેલ્લે પોતાનું રજોહરણ મંત્રિત કરીને આપે છે. જેનાથી તેના દ્વારા કરાયેલી મંત્ર વિ.ની શક્તિથી બચી શકાય.
વાદ માટે રોહગુપ્ત ગયો. રોહગુપ્ત વાદની શરૂઆતમાં જ કહ્યું કે તું જે બોલીશ તેનું હું ખંડન કરીશ ત્યારે પેલાએ જોયું કે જેન સાધુઓ વાદમાં કુશળ છે એમ માની તેણે જૈનદર્શન સંમત જીવ-અજીવ સ્વરૂપ બે રાશિ મત સ્થાપના કર્યો. જેમ જગતમાં સુખ-દુ:ખ, પુણ્ય-પાપ, રાગ-દ્વેષ, સ્વર્ગ-નરક બે વસ્તુ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org