________________
૨૫૦
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ છતાં ઘણું સમજાતું નથી, ઘણું જાણવાનું બાકી છે તેવો આપણો અનુભવ જ બુદ્ધિની વસ્તુસ્વરૂપને પામવાની શક્તિની પરિમિતતા અને અપૂર્ણતાને સૂચવે છે.
કોઈપણ વસ્તુ આપણી દૃષ્ટિમર્યાદાથી દૂર થતાં તેનો નાશ માની લઈએ છીએ અને દૃષ્ટિમર્યાદામાં નવીન ઉપસ્થિતિ થતાં તેની ઉત્પત્તિ માની લઈએ છીએ પરંતુ સૂક્ષ્મ વિચારણા નિર્ણય કરે છે કે વસ્તુતઃ વસ્તુઓનો નાશ પણ નથી ને અવસ્તુઓની ઉત્પત્તિ પણ નથી પરંતુ તે સર્વ રૂપાંતર માત્ર છે. વિજ્ઞાનની દરેક શાખાના સિદ્ધાંતો અને સૂત્રોના મૂળમાં આ સિદ્ધાંતની સ્વીકૃતિ અવશ્ય હોય છે.
મનુષ્ય ગર્ભમાં આવ્યો તે પહેલા તે શું હતો? મૃત્યુ બાદ તે શું થાય છે? તેમ જ તેનો અનંતો ભૂતકાળ કેવો વીત્યો? ક્યાં ક્યાં, ક્યારે, કેવા કેવા ભવો કર્યા? હવે પછીનો ભવિષ્યકાળ કેવો પસાર થશે? તેને સ્પષ્ટ રૂપમાં જાણવા માટે બુદ્ધિ અસમર્થ છે. વસ્તુતઃ ગર્ભ પણ કોઈ બીજનું જ રૂપાંતર છે અને મૃત્યુ પણ હયાતનું જ અવસ્થાન્તર છે છતાં પણ તે ક્યા બીજનું રૂપાંતર છે? અને મૃત્યુ બાદ તેનું અવસ્થાંતર ક્યાં અને કેવા સ્વરૂપે થાય છે ? તેને જાણવાની બુદ્ધિમાં શક્તિ નથી. તેનો સ્વીકાર દરેકે કરવો પડે છે. વિશ્વમાં આવા તો અનેક પ્રકારના ક્ષર નિરંતર થયા કરે છે તેના અનંતમા ભાગના જ રૂપાંતરોને જાણવા કે સમજવા માટે બદ્ધિ માંડમાંડ કામયાબ બને છે.
બુદ્ધિશક્તિની અપૂર્ણતાનું ભાન થયે છતે મનુષ્ય શ્રદ્ધાનો આશરો લે છે અને જ્યારે આ શ્રદ્ધા સર્વથા નિર્દોષ એવા વીતરાગ સર્વજ્ઞના વચનો પર અર્થાત્ આગમ પર થાય ત્યારે તેને સત્ય સાંપડે છે - કહ્યું છે કે,
એ પ્રાપ્ત કરવા વચન કેવળ સત્ય કોનું માનવું? નિર્દોષ નરનું કથન માનો એહ જેણે અનુભવ્યું.
શ્રદ્ધા અને બુદ્ધિ બેમાં બુદ્ધિપૂર્વકની શ્રદ્ધા દઢ અને સંગત હોય છે. બુદ્ધિવાદીની આ વાત અપેક્ષાએ સત્ય છે પણ વ્યવહારમાં તેવી શ્રદ્ધા ભાગ્યે જ જોવા મળે છે. બાળક જન્મે છે ત્યારથી તે શ્રદ્ધાના જોરે જ આગળ વધે છે. જેમ જેમ તેની બુદ્ધિ વિકસે છે તેમ તેમ જે શ્રદ્ધેય હતું તે બુદ્ધિગમ્ય થતું જાય છે અને જે બુદ્ધિગમ્ય નથી બનતું ત્યાં તે શ્રદ્ધાનો આશરો લે છે.
- જે વિષયમાં પોતાની બુદ્ધિ પહોંચે નહિ ત્યાં શ્રદ્ધાનો સહારો ન લે તો. તે જીવી શકે નહિ અને બુદ્ધિ ન હોવા છતાં ખોટું ડહાપણ કરે તો તેનો. પરાભવ થયા વિના રહે નહિ. જેને પ્લેન કેમ ચલાવવું તેનું જ્ઞાન નથી તે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org