________________
૨૪૮
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ એકાંતવાદી દર્શનોનો જન્મ થયો છે. જેમાં છ આંધળા હાથીના એક એક અંગને પકડીને હાથી માટે અભિપ્રાય આપે એવી સ્થિતિ છે. વેદાંતે જ્ઞાનથી જ મોક્ષ માન્યો. તો કોઈકે એકલી ક્રિયાથી મોક્ષ માન્યો. કોઈકે વિનયથી મોક્ષ માન્યો. કોઈકે કશું જ ન કરવા ઉપર ભાર મૂક્યો. આમ તર્ક દ્વારા તો વાદની પરંપરા ચાલે છે તેના દ્વારા વસ્તુ તત્ત્વ હાથમાં આવતું નથી. યદ્યપિ જૈન શાસ્ત્રોના અભ્યાસથી વસ્તુતત્ત્વનો અનેકાંતગર્ભિત બોધ જરૂર થાય છે પરંતુ તેટલા માત્રથી સમ્યક્ તત્ત્વ પામી શકાતું નથી. તે માટે તો ગુરુકૃપા, ગુરુ વિનય, ગુરુ ભક્તિ, ગુરુ સમર્પિતતા, ગુરુ પ્રત્યે અહોભાવ, વિશિષ્ટ સાધનાનું બળ, વિશિષ્ટ પ્રકારનો જ્ઞાનાવરણીય અને મોહનીય કર્મનો ક્ષયોપશમ, કર્મલઘુતા, તથાભવ્યત્વનો પરિપાક,જ્વલંત વૈરાગ્ય, મચાદિથી વાસિત ચિત્ત આ બધું જરૂરી બની જાય છે. આ બધાનો સમુહ આવી મળે તો જીવને જરૂર અભિમત વસ્તુ એટલે ઇષ્ટતત્ત્વ - આત્મસ્વરૂપની અનુભૂતિ થાય છે અને આવી. ઇષ્ટતત્ત્વની પ્રાપ્તિને કરનારા તો જગતમાં વિરલા જીવો હોય છે.
સંસારમાં સંસારી જીવોને સંસારની દૃષ્ટિએ ઈષ્ટ ચીજની પ્રાપ્તિ માટે આટલો બધો પુરુષાર્થ કરવો પડતો નથી. કારણ કે સંસારમાં અપ્રાપ્તની પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ છે. જે વસ્તુ અપ્રાપ્ત છે તેને મેળવવા અંદરમાં પુણ્ય પ્રકૃતિને ઘુસાડવી પડે છે પછી તેનો ઉદય થતાં જીવને ઈષ્ટચીજની પ્રાપ્તિ થાય છે અને તે પ્રકૃતિનો
જ્યારે અંત થાય છે ત્યારે પેલી ચીજનો પણ અંત આવે છે જ્યારે અધ્યાત્મમાં તો આત્માના અનંત ગુણો, વીતરાગતા, કેવલજ્ઞાન એ જીવને સત્તાએ પ્રાપ્ત જ છે. માત્ર તે દબાઈ ગયેલ છે તેને પ્રાપ્ત કરવા પુણ્ય પ્રકૃતિને ઘુસાડવાની જરૂર પડતી નથી. ભિખારી પણ તેને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરે તો પામી શકે છે અને એક વખત પ્રાપ્ત થયા પછીથી તેનો ક્યારે પણ નાશ થતો નથી. માટે પ્રાપ્તની પ્રાપ્તિ માટેનો જે પુરુષાર્થ છે તે જ વાસ્તવિક છે. તેના દ્વારા જે ચીજ પ્રાપ્ત થાય છે તે અવિનાશી છે. આપણી પોતાની છે. અને આનંદપૂર્ણ છે. તેની પ્રાપ્તિ કરનારા વિરલા જ હોય છે. એટલા જ માટે અનિત્યાદિ બાર ભાવનામાં બોધિદુર્લભ ભાવના મૂકી પરંતુ ચક્રીદુર્લભ ભાવના મૂકી નથી.
તર્ક શક્તિની સીમિતતા ટૂંકમાં માનવભવ એ સાધના કરવા માટેનો કાળ છે જેના દ્વારા શાંત રસનો રસથાળ આત્માએ પામવાનો છે. સાધના માત્ર ઇન્દ્રિય કે મન દ્વારા થતી નથી, માત્ર અનુમાન કે યુક્તિ દ્વારા પણ થતી નથી. આગમથી અતીન્દ્રિય તત્ત્વનો માર્મિક બોધ જરૂર થઈ શકે છે પણ તે આગમ વીતરાગ - સર્વજ્ઞ પરમાત્માના મળે તો. અન્યથા બીજા શાસ્ત્રો દ્વારા કે યુક્તિઓ દ્વારા તેમાં
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org