________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - .૩
૨૫૧
પાયલોટ આગળ ડહાપણ કરે કે જો હું કોઈ પણ ચીજ નથી. મારી બુદ્ધિમાં બેસે તો જ સ્વીકારું છું માટે તું મને
શ્રદ્ધાથી સ્વીકારતો આ પ્લેન કેવી રીતે
ચલાવાય ? એમાં બેઠા પછી નાશ કેવી રીતે ન થાય? હેમખેમ કેમ પહોંચાય ? એ બધું સમજાવે પછી જ હું પ્લેનમાં મુસાફરી કરું, તો તે પ્લેનમાં બેસી શકે નહિ. એમ સર્વત્ર સમજી લેવું જોઈએ.
આધુનિક વિજ્ઞાનને બુદ્ધિવાદ ભલે કહો પરંતુ તેના વિકાસમાં પણ શ્રદ્ધાવાદ જ છે. કોઈપણ વૈજ્ઞાનિકસૂત્ર યા સિદ્ધાન્ત અવશ્ય પૂર્વધારણાઓ પર જ આધારિત હોય છે. આ પૂર્વધારણાઓ ન તો પ્રત્યક્ષ જ્ઞાનગમ્ય છે કે નથી બુદ્ધિગમ્ય. તેનો સ્વીકાર માત્ર શ્રદ્ધા પર જ આધાર રાખે છે. પછી અનુભવો અને પ્રયોગો દ્વારા જ્યાં વિસંવાદિતા ઊભી થાય છે ત્યારે ત્યાં પૂર્વધારણાઓના સ્થાને નવી ધારણાઓનું માળખું રચાય છે.
વસ્તુનું દર્શન કરી તેના સ્વરૂપનું વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરવું તે ભારતીય દર્શનકારોનું ધ્યેય છે. આધુનિક વિજ્ઞાનનું પણ ધ્યેય આ જ હોવાથી દર્શન શાસ્ત્રો (ધર્મશાસ્ત્રો) અને વિજ્ઞાનમાં મૂળભૂત કોઈપણ ભેદ ન હોવા છતાં વસ્તુ, પ્રયોજન અને સાધનાની અપેક્ષાએ બંનેમાં માર્મિક ભેદ છે. દર્શન શાસ્ત્રની વસ્તુ સામાન્યથી વિશ્વના બધા જ પદાર્થો છે પણ તેમાં પ્રધાનતા જીવ દ્રવ્યની છે જ્યારે વિજ્ઞાનમાં પ્રધાનતા ભૌતિક પદાર્થની છે. જીવ દ્રવ્યનો ગંભીર વિચાર આજ સુધી વિજ્ઞાનની કોઈપણ શાખાએ કર્યો નથી. પ્રાણીશાસ્ત્રમાં ભિન્ન ભિન્ન પ્રાણીઓનો વિચાર છે પરંતુ શરીર રહિત શુદ્ધ જીવન હોઇ શકે કે નહીં, હોય તો તેનું સ્વરૂપ શું? જીવનનું અંતિમ ધ્યેય શું? આવી વિચારણા વિજ્ઞાને ગંભીરતા પૂર્વક કરી નથી. આને જ કારણે અઢળક શોધો કરવા છતાં તે આશીર્વાદને બદલે શાપ રૂપ બન્યું છે.
માંકડ એ તેઇન્દ્રિય જીવ છે. તેને ત્રણ ઇન્દ્રિય છે તેનું વધુમાં વધુ આયુષ્ય કેટલું? તેનો જવાબ આજનું બાયોલોજીકલ સાયન્સ આપી શકતું નથી જ્યારે જૈન દર્શન સર્વજ્ઞ પ્રરૂપિત હોવાને કારણે તેનો જવાબ આપતાં કહે છે કે તેનું વધારેમાં વધારે આયુષ્ય ૪૯ દિવસનું હોય, આ જ રીતે બીજી વસ્તુઓના જવાબ પણ જૈન દર્શન આપી શકે છે, નહિ કે વિજ્ઞાન. તે વિજ્ઞાનની અપૂર્ણતાનો પૂરાવો છે.
ધર્મનું પ્રયોજન જીવને દુઃખથી સર્વથા મુક્ત કરવો તે છે. તેને માટે જ્ઞાન છે. જ્ઞાન માત્ર જ્ઞાન ખાતર નથી પરંતુ સહેતુક છે. વિજ્ઞાનને પોતાનું લક્ષ્ય સ્પષ્ટ નથી. તેને જિજ્ઞાસા છે. તે એક નિષ્ઠાથી પોતાનું કાર્ય કરે છે. વિશ્વની
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org