________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૨૪૫
વૈજ્ઞાનિક દૃષ્ટિની સમીક્ષા સમયના વહેણ સાથે વિજ્ઞાનની માન્યતાઓ પણ બદલાતી રહે છે વિજ્ઞાન એક એવી નદી છે જેમાં નિત નિત નવી નવી લહેરો ઊડ્યા કરે છે. દાખલા તરીકે સો વર્ષ પૂર્વે ઇલેક્ટ્રિસિટી - વિધુત અને ચુંબકત્વ એ બંને જુદી શક્તિઓ માનવામાં આવતી હતી. પરંતુ ગઈ સદીમાં ઓસ્ટ્રડ અને ફ્રાડેના પ્રયોગોએ બતાવી આપ્યું કે વિધુતનો પ્રવાહ હંમેશા ચુંબકીય ક્ષેત્રથી વીંટળાયેલો હોય છે અને અમુક સંયોગોમાં ચુંબકીય બળો વિધુત પ્રવાહો જન્માવે છે. એ પ્રયોગોથી ઇલેક્ટ્રોમેગ્નેટીક ફીલ્ડની શોધ થઈ અને વિધુત અને ચુંબકત્વ એ બંને મૂળમાં એક જ શક્તિ છે એ માન્યતા આકાર પામી.
આધુનિક પદાર્થ વિજ્ઞાનના અત્યંત માનીતા સિદ્ધાંતો ક્વોન્ટમ થિઅરી, થિઅરી ઓફ રિલેટિવિટિ અને યુનિફાઈડ ફીલ્ડ થિઅરી ગણિતના આધારે તારવવામાં આવ્યા છે. ગણિતના આધારે નક્કી થયેલા આવા કેટલાયે સિદ્ધાંતો વખત જતાં અધૂરા જણાય છે અને ત્યારે એના આધારે તારવેલ બીજા અનેક નિયમોનું ય પરિમાર્જન કરવું પડે છે.
બે સૈકાથી વધુ સમયના પ્રયોગો અને સિદ્ધાંતો એ વાત ભારપૂર્વક કહેતા હતા કે પ્રકાશનાં મોજા છે. છતાં આઇન્સ્ટાઈનના ફોટોઇલેક્ટ્રિકના નિયમે એટલી જ પ્રબળતાથી એ બતાવ્યું કે પ્રકાશના કણો - “ફોટો' છે.
એવી જ રીતે ઈ.સ. ૧૯૨૫માં ફ્રાન્સના એક યુવાન પદાર્થવિજ્ઞાની લુઈડ-બ્રોગ્લીએ સૂચન કર્યું કે ઇલેક્ટ્રોનને કણ -Praticle ન માનતાં મોજાંઓની એક રચના વિશેષ માનીએ તો બીજી કેટલીક ગૂંચો ઊકલી જાય છે. આ સાહસિક ધારણાએ ક્વોન્ટમ સિદ્ધાંતને અનુસરતાં આ પહેલાના બે દાયકાના સંશોધનો કે જેના આધારે વૈજ્ઞાનિકોએ પદાર્થના મૂળભૂત ઘટકના વિશે અમુક ચોક્કસ ખ્યાલો બાંધી દીધેલા તેને ફેંકાવી દીધા. એવું જ યુનિફાઇડ થિઅરી વિશે પણ બન્યું. આઇન્સ્ટાઇને પ્રથમ ઇ.સ. ૧૯૨૯માં એ થિઅરી અંગે પોતાનો સિદ્ધાંત જાહેર કર્યો. પાછળથી આઈન્સ્ટાઈનને ખૂદને જ એ સિદ્ધાંત ખામી ભર્યો લાગતાં તેણે એને ફ્સાવી દીધો, અને ઈ.સ.૧૯૪૯માં નવી થિઅરી રજૂ કરી. ઈ.સ. ૧૯૪૮માં હરમન બોડી, થોમસ ગોલ્ડ અને ફ્રેડ હોઈલેએ વિશ્વની ઉત્પત્તિ કઈ રીતે થઈ એ સમજાવતી “સ્ટડી સ્ટેટ થિઅરી” કાઢી, પરંતુ એ થિઅરીના મુખ્ય ઘડવૈયા ફ્રેડ હોઈલેએ જ ઈ.સ.૧૯૬પમાં જાહેર કર્યું કે પોતાનો સિદ્ધાંત ખોટો છે. એ જ રીતે ઇલેક્ટ્રોન કે જે ઈ.સ. ૧૯૨૫ સુધી પદાર્થ (Matter)ના
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org