________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
ર૪૩ શંકા કરે છે કે સર્વજ્ઞાદિ અર્થો ભલે પ્રત્યક્ષથી આપણે ન જાણી શકીએ કારણ કે પ્રત્યક્ષ જ્ઞાન તો વર્તમાનનો જ વિષય કહે છે. પરંતુ અનુમાન જ્ઞાનથી તો તે જાણી શકાય ને ? કારણ કે અનુમાનજ્ઞાન - વ્યાપ્તિજ્ઞાન તો ત્રણે કાળનું ગ્રહણ કરે છે. અને તેથી અનુમાન દ્વારા - યુક્તિ દ્વારા સર્વજ્ઞાદિ પદાર્થોનો નિર્ણય શા માટે ન થાય ? તેનું સમાધાન આપતા કહે છે કે અતીન્દ્રિય અર્થ જેમ પ્રત્યક્ષનો વિષય નથી તેમ અનુમાનનો – યુક્તિનો પણ વિષય નથી. ગમે તેવા બુદ્ધિમાન અને તાર્કિકની યુક્તિઓ ત્યાં પહોંચી શકતી નથી. યુક્તિવાદથી અતીન્દ્રિય તત્ત્વ જાણી શકાતું નથી. અતીન્દ્રિય તત્ત્વ ઇન્દ્રિય અને મનથી પર છે. તર્કવાદ બુદ્ધિનો વિષય હોવાથી બુદ્ધિગમ્ય છે. અને બુદ્ધિ એ તો કેવલજ્ઞાનનો અંશ છે, જે બિંદુ તુલ્ય છે જ્યારે આત્મા એ તો સમુદ્ર છે. આત્મા કેવલજ્ઞાન સ્વરૂપ છે તો કેવલજ્ઞાન સ્વરૂપ સમુદ્રને બિંદુતુલ્ય બુદ્ધિ કેવી રીતે જાણી શકે? બીજું બુદ્ધિ અપૂર્ણ હોવા સાથે રાગ દ્વેષાદિ વિકારોથી. ખરડાયેલી છે તે વિશુદ્ધ એવા અતીન્દ્રિય તત્ત્વનો નિર્ણય કેવી રીતે કરી શકે? અવિશુદ્ધ અને અપૂર્ણતત્ત્વથી પૂર્ણ અને શુદ્ધ તત્ત્વ કેમ જણાય? સંખ્યાત પ્રદેશી સ્કંધો, અસંખ્યાત પ્રદેશ સ્કંધો અને કેટલાક અનંતપ્રદેશી સ્કંધો કે જે રૂપી. છે તેને જાણવા માટે પણ બુદ્ધિ સમર્થ નથી તો પછી અનુમાન - યુક્તિવાદ કે જે બુદ્ધિ તત્ત્વનો વિષય છે તેના દ્વારા અતીન્દ્રિય આત્માદિ તત્ત્વો તો કેવી રીતે જણાય?
અનુમાન દ્વારા અતીન્દ્રિય પદાર્થો તો નથી જણાતા પરંતુ સામાન્ય પદાર્થોનો પણ સમ્યગનિશ્ચય અનુમાન દ્વારા થઈ શક્તો નથી. દા. ત. જ્યાં જ્યાં ધુમાડો છે. ત્યાં ત્યાં અગ્નિ છે. આ અનુમાન ખોટું પડી શકે છે કારણ કે જ્યાં જ્યાં ધુમાડો દેખાય છે. ત્યાં તેની મૂલાવચ્છિન્ન ધારા તો દેખાતી નથી તેથી અગ્નિ
જ્યાં તત્કાળ નાશ પામી ગયો છે તેવા સ્થળમાં પણ દૂરથી ધુમાડો દેખાઈ શકે છે અથવા તો અતિનજીકના સ્થળમાં અગ્નિથી પેદા થયેલા ધુમાડાને કોઈ વાસણમાં ઢાંકી દેવામાં આવે અને પછી થોડા સમય બાદ તેને ઉઘાડવામાં આવે તો તેવા સ્થળમાં ધુમાડાને જોઈને અગ્નિનું અનુમાન ખોટું ઠરી શકે છે અને આ જ વાત બુદ્ધિ છે ધન જેનું એવા ભર્તુ-હરિએ કહી છે.
यत्नेनानुमितोऽप्यर्थः कुशलैरनुमातृभिः। अभियुक्ततरैरन्यैरन्यथैवोपपाद्यते ॥ १४५ ॥ કુશલ અનુમાનકારો વડે યત્નથી અનુમિત કરાયેલો (અનુમાન દ્વારા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org