________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩
૨ ૪૧ છમસ્થોનો અધિકાર નથી. પ્રસ્તુતમાં યોગીજ્ઞાનથી વિશિષ્ટ પ્રકારનું શ્રુતજ્ઞાન તથા અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન રૂપ આત્મપ્રત્યક્ષ જ્ઞાનનું ગ્રહણ કર્યું છે.
અનધિકારી ચેણ સર્વત્ર વર્ષ છે - જે વિષયમાં આપણું જ્ઞાન પહોંચતું નથી તે વિષયમાં આગ્રહ રાખવો, પરની નિંદા કરવી, બીજાને ખોટા કહેવા, તેના સ્વરૂપની બાબતમાં સ્વચ્છેદ કલ્પના કરવી, મિથ્યા સંઘર્ષ કરવો, વાયુદ્ધ કરવું, વાદ-વિવાદ કરી ઘૂંક ઉડાડવું, ખંડન મંડનના આટાપાટા ખેલવા, વૈમનસ્ય વધારવું તે મૂર્ખતા છે. અધિકારી ચેષ્ટા એ અવિવેક, મંદબુદ્ધિતા અને અનાવડતનું સૂચક છે. તેનાથી જગતમાં હાંસીપાત્ર બનાય છે. અનાદેય, અપયશ, દુર્ભગ નામ કર્મ બંધાય છે. વિવેકી સર્વત્ર પોતાનું સ્થાન, શક્તિ, પુણ્ય, સામર્થ્ય જુએ પછી પણ લાભ દેખાય તો બોલે અન્યથા મૌન રહે છે.
યોગિજ્ઞાનની પ્રાપ્તિ માટે વિશિષ્ટ પ્રકારનો મોહનીય અને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ અપેક્ષિત છે. યોગી તે છે કે જે હંમેશા પોતાના સચ્ચિત્તનું રક્ષણ કરે છે. કારણ કે તેના ઉપર જ ઉજ્જવળ ભવિષ્યનું મંડાણ નિર્ધારિત છે. એ સચ્ચિતનો જ જો નાશ થઈ જતો હોય તો પછી આપણી પાસે રહ્યું શું? સચ્ચિત્ત એ તો આપણું સાચું ધન છે. જ્ઞાનીની આજ્ઞા મુજબ ત્રણેયોગોનું સમ્યક્ઝવર્તન કરવા દ્વારા સચ્ચિત્તનું પાલન, પોષણ, રક્ષણ અને વર્ધન કરવાનું છે. અધ્યાત્મના માર્ગમાં આ જ કમાણી છે સાધકને પોતાનું ચિત્ત મલિન થાય એવી કોઈ પ્રવૃત્તિ ફાવે નહિ. પોતાના સચ્ચિત્તનો જેનાથી નાશ થતો હોય એવી કોઈ પણ પ્રવૃત્તિ કરાય નહિ. સચ્ચિત્તને તો હંમેશા માખણ જેવું મુલાયમ રાખવાનું છે તો જ તેનામાં ગુણોનો પ્રાદુર્ભાવ થઈ શકે તેના ઉપર જ બીજી બીજી સિદ્ધિઓ, ઉપર ઉપરના ગુણઠાણા અને આગળ આગળની દૃષ્ટિઓ. પ્રાપ્ત થવાની છે. અનિશ્ચિતપણે વાદવિવાદ કરતો આત્મા ઘાંચીના બેલની જેમ તત્વના અંતને પામતો નથી. વાદ-વિવાદ કરવાથી સચ્ચિત્તનો નાશ થાય છે. વ્યક્તિ સાથે સ્પર્ધા જાગે છે. વિરોધીપણાનો ભાવ જાગે છે. મિથ્યાવિવાદથી લાભ નથી થતો પણ નુકસાન જરૂર થાય છે. રાગ-દ્વેષની વૃદ્ધિ થાય છે.
શાસ્ત્રમાં બતાવેલા પાંચ પ્રકારના અનુષ્ઠાનમાંથી પહેલા બે અનુષ્ઠાના વિષાનુષ્ઠાન અને ગરલાનુષ્ઠાન એ સચ્ચિત્તનું મારણ કરનારા હોવાથી વર્ય કહ્યા છે. વિષાનુષ્ઠાન તત્કાલ સચ્ચિત્તનો નાશ કરે છે જ્યારે ગરલ અનુષ્ઠાન કાળાંતરે સચ્ચિત્તનો નાશ કરે છે. સચ્ચિત્તના નાશથી દુર્ગતિ થાય છે. જ્યારે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org