________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૨ ૩૭ સન્તો અને શાસ્ત્રો આપણને એ જ સમજાવે છે
न जारजातस्य ललाटशृंगम्, कुलप्रसूते न च पाणिपद्मम् । यदा यदा मुञ्चति वाक्यबाणम् ,
तदा तदा जाति - कुलप्रमाणम् ॥ હલકા લોકોને પશુની જેમ માથા પર શીંગડા ઊગતા નથી, અને કુલવાનના હાથમાં કમળના પુષ્પો ખીલતા નથી. એ તો જ્યારે વાણીનો ઉચ્ચાર કરે છે. ત્યારે એની કુલીનતાની પરીક્ષા થઈ જાય છે. જેમાં મોતીની પરીક્ષા પાણીથી થાય છે. તેમ વાણી દ્વારા જીવની પરીક્ષા થાય છે.
વાણી પરોપકાર માટે હો માનવ અને પશુ બંનેને ભાષા મળી છે પણ માનવની ભાષાનો અનુવાદ બીજી ભાષામાં થઈ શકે છે. અંગ્રેજીમાં બોલે તો ગુજરાતી, હિન્દી વગેરેમાં અનુવાદ થઈ શકે છે. પણ કૂતરાની ભાષાનો અનુવાદ બિલાડીની ભાષામાં થાય. ? આથી માનવની ભાષા વિશિષ્ટ છે. માનવની ભાષા કોઈના વિકાસ અને પ્રેરણાનું પ્રબળ સાધન બની શકે છે. અને આજ ભાષાનો વિવેક વિના ઉપયોગ થાય તો કાંઈકના ઉદ્વેગ, પતન અને વિનાશનું નિમિત્ત પણ બની શકે છે. સારી અને કિંમતી ચીજ ઉપર ચોકી પહેરો જોઈએ તેમ આ ભાષા ઉપર બત્રીસ દાંતોનો ચોકી પહેરો છે અને જેની આસપાસ હોઠ રૂપી બે કિલ્લાઓ છે એવી આ ભાષા કિંમતી છે.
કાંટો, વીંછી કે સર્પ જે નુકસાન ન કરી શકે તે આ ભાષા કરી શકે છે. સર્પનું ઝેર ઉતારી શકાય પણ જીભના ડંખનું ઝેર કાતિલ છે. આ ઝેરતો ભવોભવ ચાલે માટે જ વાણી પરોપકાર માટે હોવી જોઈએ.
જેમ મોટરમાં બ્રેક હોય તો અકસ્માત થતો બચે છે. તેમ વાણી પર બ્રેક હોય તો ઘણા નુકસાન થતા અટકે, લાભ થાય. છમસ્થ માત્ર ભૂલને પાત્ર છે એ ભૂલને સુધારવા માટે વાણી પવિત્ર રાખવી જરૂરી છે. એને માટે આપણે ત્યાં માર્શ, ક્ષમા, મિચ્છામિ દુક્કડમ્ શબ્દનો પ્રયોગ કરાય છે. અનાર્ય સંસ્કૃતિ પણ ભૂલ થતા Sorry, I beg your pardon, Excuse me. વગેરે શબ્દો દ્વારા હૃદયનાં દુઃખની લાગણી વ્યક્ત કરે છે.
ઇતિહાસના પાના વાંચતા એક વાત ઊડીને નજરે પડે છે કે મૌનથી ક્યાંય ઝઘડો થયો નથી. લોકો કહે છે કે મહાભારતનું યુદ્ધ જુગારમાંથી થયું છે પણ ના, તેવું નથી, બોલતાં આવડ્યું નથી માટે થયું છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org