________________
૨૩૬
યોગ દ્રષ્ટિના અજવાળાં ભાગ - ૩ રાજમાર્ગ પરથી રાજાની સવારી પસાર થવાની હતી. તે જોવા લોકોની ભીડ જામી હતી. સવારીના મોખરે સૈન્યના સિપાઈઓ શિસ્ત બદ્ધ ચાલી રહ્યા હતા. વચ્ચે અધિકારી વર્ગ હતો અને ચાર ઘોડાની શણગારેલી ગાડીમાં રાજા પોતે બેઠો હતો. રાજા વિવેકી હતો તેથી પ્રજાજનોના વંદનની સામે પ્રતિવંદન કરતો આગળ વધતો હતો. પરંતુ વચ્ચે જ સવારી ધીમી પડી. રસ્તા પર એક અંધ ભિક્ષક બેઠેલો હતો. એને વચમાં બેઠેલો જોઈને એક સિપાઈએ આગળ આવીને કહ્યું. એ અંધા દૂર ખસ. તને ભાન નથી કે રાજાની સવારી આવી રહી છે.
ભિક્ષકે પોતાની દૃષ્ટિવિહોણી આંખોથી અર્થસૂચક ભાવથી તેની સામે જોઈને કહ્યું : ગુલામજી! ખસી જાઉં છું. મારા જેવા અપંગ પર રુઆબા જમાવવા માટે જ સિપાઈગીરી કરી રહ્યા છો કે શું? ભિક્ષુક અને સિપાઈની વાત સાંભળીને કુતૂહલ થવાથી પ્રધાનજી પોતે ત્યાં આવ્યા, અને બંનેની વાત અટકાવીને બોલ્યા ઓ સુરદાસ! થોડા આગળ ખસી જાઓ તો રાજાજીની સવારી પસાર થઈ શકે અને આપને પણ અડચણ નહિ પડે. વાત વધશે તો નકામી આપને ઇજા થશે.
સુરદાસે તેના અવાજને પારખીને જાણે અંતરની આંખો ખોલતો હોય, તેવા ભાવથી જવાબ આપ્યો : “જી નામદાર! પ્રભુ આપની વજીરતાને સલામત રાખે, હું હમણાં જ ખસી જાઉ છું. આપની આજ્ઞા મસ્તક પર ચઢાવું છું.” આ રસપ્રદ વાત રાજાએ પણ સાંભળી ને તે ગાડી પરથી નીચે ઉતરીને સુરદાસ પાસે આવ્યો અને તેણે કહ્યું અરે સુરદાસજી ! થોડા ખસી જઈને અમને જવા દેશો? આ સાંભળતાં જ સુરદાસજીએ બે હાથ જોડીને વંદના કરતા કહ્યું: “નામદારનું રાજ્ય અમર તપો, મહારાજ! હમણા દૂર ખસી જાઊ છું.” રાજા તો સુરદાસની આ પરીક્ષા જઈને આશ્ચર્ય પામી ગયો. તેણે પૂછયું : જરા એ તો બતાવો કે આવી વિદ્યા તમે કયાંથી ભણ્યા ? પ્રથમ મળેલો એ સિપાઈ છે. બીજા માળેલા દીવાનજી છે અને હું રાજા છું. એ આપે કેવી રીતે જાણ્યું ? આપ જોઈ શક્તા નથી છતાં દરેકના જુદા જુદા દરજ્જાઓની આપને ખબર કેવી રીતે પડી ? સૂરદાસે કહ્યું :- “ મહારાજ! અપરાધ ક્ષમા કરજો ” આ સિપાઈએ મને આંધળો કહ્યો, મને લાગ્યું કે આવા તોછડા શબ્દોથી સંબોધનાર જરૂર કોઈ ગુલામ - સિપાઈ હોવો જોઈએ. ત્યાર પછી પ્રધાનજીએ મને ખાલી સૂરદાસ શબ્દથી સંબોધ્યો, એમના શબ્દમાં સાધારણ નમ્રતા જોઈને મેં અનુમાન કર્યું કે આ કોઈ મોટા હોદ્દેદાર હોવા જોઈએ અને જ્યારે આપે પધારીને મને સૂરદાસજી કહીને બોલાવ્યો, ત્યારે મને ખાત્રી થઈ ગઈ કે આપ અવશ્ય રાજા છો.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org