________________
૨૩૪
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ આ બતાવે છે કે જગતમાં જે કોઈ પુણ્યથી મહાન હોય કે ગુણોથી મહાન હોય બેમાંથી એકનો પણ વિરોધ કરવા જેવો નથી, પરાભવ કરવા જેવો નથી. ઊંચા આત્માઓનો વિરોધ કરનારો હાથે કરીને જ પોતે ખાડો ખોદે છે અને પછી તેમાં પડે છે. પુણ્યશાળીને જોઈને રાજી થવું જોઈએ કે પુણ્યના ઉદયને ભોગવી રહ્યો છે તેમાં આપણે દુ:ખી થવાનું કામ શું? અને ગુણીને જોઈને તો તેના અનુમોદક અને પ્રશંસક બનવાનું છે. જો ગુણીની અનુમોદના-પ્રશંસા નહિ કરીએ તો પછી કોની કરશું? ગુણીની પ્રશંસા તો આત્મામાં ગુણોનું બીજાધાન કરે છે તેના દ્વારા ભવાંતરે ગુણની પ્રાપ્તિ સહેલી બની જાય છે. ગુણવાનને જોઈને તો હૃધ્યકમળ સહસ્ત્રદલે ખીલી ઉઠે તો જ એ સાધકની સાધકતા છે. જે બીજાનો વિરોધ કરે છે, પરાભવ કરે છે, પુણ્યશાળીની સામે પડે છે, તેનું પુય ઘટી જાય છે. તેનું વર્તુળ નાનું બની જાય છે. તેનો ચાહકવર્ગ ઘટતો. જાય છે. પછી તે ગમે તેટલું સારું અને સાચું કહે તો પણ તેનો પ્રશંસક વર્ગ રહેતો નથી. પુણ્યવાન અને ગુણવાનનો વિરોધ એ પુણ્યને ઘટાડવાનું અને સમાજમાંથી ફ્લાઈ જવાનું કારણ છે. કયારેક પોતે બહુ પુણ્યશાળી હોય અને તેના કારણે બીજાનો વિરોધ કરીને પણ આગળ આવે તેવું જોવા મળે પણ તે ગુણોથી મહાન ન બની શકે. તે અજાત શત્રુ ન બની શકે તેના વિરોધીઓ. ઘણા હોય. હકીકતમાં તો જેના માટે એક પણ વ્યકિત ખરાબ ન બોલે તે જ જીવન જીવવાની કળા છે. કલિકાલમાં પણ "પંન્યાસ ભદ્રંકરવિજયજી મહારાજ" થઈ ગયા જેમણે સ્વપર સમુદાયમાં બધાની જ ચાહના મેળવી. તેમનો કોઈ વિરોધી નહોતો. તે અજાતશત્રુ બન્યા. તેનું કારણ તેમને પોતાના કરૂણાપૂત હૃદયમાં વિશ્વમાત્રના જીવોના હિતને સ્થાન આપ્યું હતું. તેનો પડઘો એવો પડ્યો કે તેઓ દરેકના હૃદયમાં સ્થાન પામ્યા.
ગોશાળાએ પરમાત્માનો પરાભવ કર્યો. પ્રભુનો વિરોધી બન્યો તો અનંતકાળ સંસારમાં રખડશે. ગોશાળો મરતાં મરતાં પણ તીવ્ર પશ્ચાત્તાપના બળે સમકિત પામ્યો. અંતે પણ પોતાની તાસીર બદલી નાંખી તો અનંતકાળ પછી પણ મોક્ષે જરૂર જશે. પણ બારમા દેવલોકમાંથી આવ્યા પછી વિમલવાહન નામનો રાજા થશે. ઉધાનમાં ફરવા જશે. ત્યાં મહાત્માને ધ્યાનસ્થ મુદ્રામાં રહેલા જોઈને પાડી નાંખશે. પાછા મહાત્મા ધ્યાનમાં ઊભા રહેશે, પાછા પાડી નાંખશે એના કારણે મહાત્મા ઉપયોગ મૂકશે. જાણશે કે અહો ! આ તો પૂર્વભવમાં તીર્થકરની આશાતના કરીને આવેલો છે. તેથી તેને તેજલેશ્યા ફેંકી મારી નાંખશે. પછી ગોશાળાની સંસારયાત્રા શરૂ થશે. ત્યાંથી સીધો નરકે જશે. ભગવતી સૂત્ર તેરમા શતકમાં લખે છે, ગોશાળા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org