________________
૨૩૨
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ સચિત્ત પાણીના સંઘટ્ટાની વિરાધના કરીને તેં ગચ્છની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું હતું. “તો આ દુરાચારીને શિખામણ આપું કે જેથી બીજી કોઇ આવો આચાર આચરે નહિ.” એમ વિચારીને કોઇક દેવતાએ અમુક અમુક ચુર્ણના જોગને ભોજન કરતી એવા તારા અશનની મધ્યમાં નાંખ્યું કે તારા વડે જોઇ શકાય તેમ ન હતું. આ કારણે તને શરીરનો કોટ રોગ થયો છે નહિ કે ઉકાળેલું પાણી પીવાથી. ત્યારે રજાએ વિચાર્યું કે આ કેવલી ભગવંત કહે છે તે તેમ જ છે. તેમાં કોઇ ક્ષર નથી. એ પ્રમાણે વિચારીને તેણે કેવલીને કહ્યું કે હે ભગવંત! હું આપ કહો તે પ્રાયશ્ચિત સ્વીકારું તો મારો આ રોગ દૂર થઈ જશે? ત્યારે કેવલી કહે છે કે કોઈ યથોચિત પ્રાયશ્ચિત આપે તો જરૂર સારું થાય. પણ તારા કરેલા પાપનું કોઈ પ્રાયશ્ચિત્ત જ નથી કે જેથી શુદ્ધિ થાય. રજ્જા પૂછે છે ભગવંત! આવું કેમ કહો છો? કેવલી કહે છે તે સાધ્વીઓના સમુદાયની. આગળ જે કહ્યું કે આ ઉકાળેલાં - કાસુક પાણી પીવાથી મને કોઢ રોગ થયો છે. આવું દુષ્ટ અને મહાપાપ સમુદાયના એકપિંડ ભૂત તારું વચન સાંભળીને સર્વ સાધ્વીઓ ક્ષોભ પામી અને તેઓએ વિચાર્યું કે આપણે પણ ઉકાળેલું પાણી પીવાનું છોડી દઇએ. તેઓએ તેમના આ દુe અધ્યવસાયની આલોચના અને ગહ કરી છે અને મારા વડે તેઓને પ્રાયશ્ચિત પણ અપાયું છે પરંતુ આ દુષ્ટ વચનના દોષથી તારા વડે અત્યંત કટુ, વિપાક વિરસ, દારૂણ એવું બદ્ધ, પૃષ્ટ, નિકાચિત પાપકર્મ બંધાયું છે જેનાથી કોઢ, ભગંદર, જલોદર, વાત, ગુલ્મ, શ્વાસનિરોધ, હરસ, ગંડમાલ વગેરે વ્યાધીની વેદનાથી વ્યાસ અને દારીદ્ર, દુઃખ, દૌભગ્ય, અપયશ, અભ્યાખ્યાન, સંતાપ, ઉદ્વેગથી પ્રજવલિત એવા અનેક ભવગ્રહણ કરવાવડે અત્યંત દીર્ઘ કાલ સુધી તારે દુઃખને અનુભવવું પડશે.
આમ આર્યાપવાદ-સજ્જન પુરૂષોની નિંદા, સર્વજ્ઞનો વિરોધ કરવાથી જીવને જે નુકસાન થાય છે તેનું વર્ણન કરી શકાય તેમ નથી. ઉત્તમ આત્માઓ પોતાને બીજાની વાત ન બેસે તો મૌન રહે છે પણ તેની નિંદા ટીકા કરતા નથી. તે દ્વારા વૈર, વિરોધ-વિખવાદનું વાતાવરણ ઊભું કરતા નથી.
ઉત્તમ આત્માઓનો પરાભવ કરવાથી, તેની નિંદા કરવાથી કે તેની સામે પડવાથી શું નુકસાન થાય છે તે માટે અંજનાના પૂર્વભવ તરફ નજર કરવા જેવી છે.
અંજના પૂર્વભવમાં કનકોદરી નામની રાણી હતી. તેનો પતિ કનકરથ રાજા હતો. તે રાજાને કનકોદરીની જેમ બીજી લક્ષ્મીવતી નામની રાણી હતી તેને પરમાત્મા જિનેશ્વરદેવ પ્રત્યે અપૂર્વ ભક્તિ હતી. તેથી પોતાના મહેલના એક વિભાગમાં રમણીય, મનોહર, નાનકડું પરમાત્માનું મંદિર બંધાવ્યું હતું. તેમાં
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org