________________
૨૩૦
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ છે. તો પછી સર્વગુણસંપન્ન એવા સર્વજ્ઞનો પરાભવ કરવો-વિરોધ કરવો એ તો તેમનાથી બની જ કેમ શકે ? એમનો વિરોધ કરવાનો વખત આવે તે પહેલા તો જીભ કપાઈ જાય તો વધારે સારું એવું તેઓ માનતા હોય છે. સર્વજ્ઞના પરાભવથી તો તેવા પ્રકારના જીલ્લાછેદ કરતા પણ અનેક ગુણા ખરાબ કવિપાક થતા હોવાથી તે જીલ્લાછેદથી પણ અધિક મનાયેલો છે. અથતિ જીહ્યાછેદથી તો માત્ર તે જ ભવમાં જીવને દુ:ખ વેઠવું પડે છે પણ સર્વજ્ઞનો વિરોધ કરવાથી તો એવા પ્રકારનું અશુભકર્મ બંધાય છે કે જેનાથી જીવને અનેક ભવો સુધી નરકાદિ દુઃખો ભોગવવા પડે છે.
ઉપાધ્યાયજી મહારાજ અધ્યાત્મસારમાં સ્વાનુભવ અધિકારમાં ગુણાભ્યાસ માટેના ૩૦ સ્થાનો બતાવી રહ્યા છે તેમાં સૌથી પહેલું સ્થાન આ કહે છે કે આ લોકમાં કોઈની પણ નિંદા ન કરવી. ગમે તેવા પારિષ્ઠ અને દુર્જન દેખાતો હોય તો પણ તેની નિંદા ન કરતા તેની ભવસ્થિતિ - સંસાર સ્થિતિનો વિચાર કરવો. મોક્ષે જવા માટેનો જેનો કાળ પાક્યો ન હોય, કર્મો ઘણા ભારે હોય તે આત્મામાં દોષો તો દેખાવાના જ. પણ તેની ભવસ્થિતિનો વિચાર કરીએ કે એમાં જીવનો શું વાંક? કર્મો એને પીડી રહ્યા છે. તો તેના ઉપર થતા દ્વેષથી અને તેના કારણે થતી નિંદાથી બચી શકાય છે. નિંદા દોષની કરવાની છે. દોષિતની નહિ. દોષ અને દોષિત - એ બંને વચ્ચેની બોર્ડર લાઈન એટલી બધી ડેલીકેટ છે કે જીવ દોષની નિંદા કરતા કરતા ક્યારે દોષિતની નિંદા નહિ કરે તે કહી શકાતું નથી. માટે દોષિત, અપરાધી જીવો પ્રત્યે અંતરમાં એમની વ્યવસ્થિતિનો ખ્યાલ જળવાઈ રહે અને તેના કારણે અંદરમાં તેમના પ્રત્યે કરૂણાનો પ્રવાહ વહેતો રહે તો જ સામાન્ય માણસની પણ નિંદા-વિરોધ-પરાભવ વગેરેથી બચી શકાય છે. અન્યથા નહિ.
એક સામાન્ય માણસની પણ નિંદા-વિરોધ એ અંદરથી આત્મા કઠોર ના બને તો શક્ય બનતો નથી તો પછી સર્વજ્ઞનો પરાભવ કરતા તો હૈયાને કેટલું કઠોર, કર્કશ અને નિર્દય બનાવવું પડે? તે વિના સર્વજ્ઞનો પરાભવ કેવી રીતે શક્ય બને ? અને સંતપુરુષોને પોતાના હૈયાને કઠોર બનાવવું એ કેવી રીતે ફાવે? અને હૈયું જો કઠોર બને તો પછી સંતપણું અને સજ્જનપણું કેવી રીતે ટકે? માટે આપવાદ - સર્વજ્ઞનો પરાભવ એ સંતપુરુષોને માટે કોઈ રીતે શકય નથી. | સર્વજ્ઞ પરમાત્માના વચનથી વિરુદ્ધ વચન ઉચ્ચારીને રજ્જા સાથ્વીએ ઘણા ભવો સુધી દુખની પરંપરા ઊભી કરી. પૂર્વકાળમાં ભદ્ર નામના આચાર્ય હતા. તેમનો મોટો સમુદાય હતો. તેમની આજ્ઞામાં ૬૦૦ સાધુઓ અને ૧૨૦૦
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org