________________
૨ ૨૮
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ જાતનાં વિકલ્પ વિના તે સ્વીકારે છે. મારવા રાત દિવસ ચોખા ખાંડવાનું કામ કરે છે. વર્ષો વીતી ગયા. એજ કામ કરે છે. ચોખા ખાંડતા ઉંઘ આવી જાય તો સૂઈ જાય. ભવિતવ્યતા એવી સર્જાય છે કે ન કદી મારવા બુદ્ધ પાસે આવતો કે બુદ્ધ એની પાસે જતા. ગુરુનો નિર્વાણ સમય નજીક આવ્યો. પોતાના ઉત્તરાધિકારી તરીકે કોને સ્થાપિત કરવો તે માટે વિચાર કરે છે, તે માટે બુદ્ધ બધા શિષ્યોને ભેગા કરે છે. કહે છે કે તમે આજ સુધીમાં શિક્ષણ મેળવ્યું છે. સત્સંગ કર્યો છે. તમે શું મેળવ્યું છે એનો સાર લખી દો. બધા શિષ્યો લખે છે. મન એક દર્પણ છે. એના પર ધૂળ જામી છે. સદ્ગુરુ એને સાફ કરે છે.
બૌદ્ધ ઝૂંપડી બહાર આવ્યા. વાંચ્યું. પણ નારાજ થઈ ગયા. વ્હાલા શિષ્યો ! તમે વાત ઘણી સારી લખી છે પણ મને પ્રસન્ન કરી શક્યા નથી. જાવ, પેલા ચોખા ખાંડવાવાળા મારવા પાસે તેનો અભિપ્રાય લ્યો. મારવા બધાને ઉદ્દેશીને કહે છે. ગુરુ જ મળી ગયા છે તો પછી મન બચ્યું છે જ ક્યાં? મન તો લૂંટારું છે. એ આપણને સતત લૂંટે છે. ગુરુદક્ષિણામાં તેને જ આપવાનું છે.
આ વાક્ય સાંભળતાજ બૌદ્ધ ત્યાં આવ્યા. રડી પડ્યા. મારવા ચોખા ખાંડી રહ્યો હતો તેને ભેટી પડ્યા અને પોતાના સ્થાને સ્થાપી નિર્વાણ પામ્યા. ગુરુ સૂર્ય છે. તેના વચનો એ સૂર્યના કિરણો છે. જે આપણા અજ્ઞાન અને મોહનો નાશ કરે છે. પણ તે મધ્યાહનો નહિ, પ્રાત:કાળનો સૂર્ય છે. જે કદી અસ્ત થતો. નથી. એ બહારથી અસ્ત થાય તે પહેલા આપણા અંદરના સૂર્યને પ્રગટ કરે છે. આત્મસાક્ષાત્કાર કરાવે છે. અધ્યાત્મ જગતનો આ સૂર્ય કદી અસ્ત પામતો નથી.
અંતઃકરણમાં શું શું છે ? (૧) લોભ - કાંઈક જોઈએ છે તે લોભ. ' (૨) ઇચ્છા - અમુક પદાર્થ જોઈએ છે તે ઇચ્છા. (૩) રાગ - ઇચ્છિત પદાર્થમાં ભોગવૃત્તિ અને સુખબુદ્ધિ કરવી તે
રાગ. (૪) વિકલ્પ - મતિજ્ઞાનમાં ઇચ્છિત પદાર્થનું પ્રતિબિંબ પડે છે, તે પદાર્થનું
ચિંતવન હોય છે તે વિક્મ. (૫) અજ્ઞાન - પરપદાર્થને સ્વ માનવા. તેમાં આત્મબુદ્ધિ સ્થાપન કરવી
તે અજ્ઞાન. વિશ્વના સર્વપદાર્થો સમકાલીન જે પ્રતિબિંબિત થાય છે તે નિર્વિકલ્પ જ્ઞાન છે. જે આદર્શ રૂપ છે. જ્યારે અમુક ઇચ્છિત પદાર્થનું જ્ઞાનોપયોગમાં ચિત્રામણ થાય છે તે વિકલ્પ છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org