________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩
૨ ૨૭
ટકવાનું? સુખ આત્મામાં છે. એમ સમજીને સ્વજન-પરિગ્રહાદિ છોડ્યા છે. તેમ ત્રણે યોગો પગલના બનેલા છે. તેને પણ અંતે છોડવાના છે તેનો ખ્યાલ રાખી તેનો સદુપયોગ કરવાનો છે. ગુરુને ત્રણે યોગ અર્પણ કરીને જીવવાથી ત્રણે યોગથી છૂટાય છે. તન-ધન-સ્વજન બધાનું સર્વસ્વ મન છે. ગુરુને જો મન અર્પણ કરી દઈએ તો સ્વચ્છેદ પણું કેવી રીતે રહે? ત્રણે યોગ ગુરુને અર્પણ ન કરાય ત્યાં સુધી બાહ્યથી ત્યાગી બનવા છતાં સ્વચ્છંદ બની રહે છે.
મતિજ્ઞાન, મતિજ્ઞાનાવરણીયકર્મ, મોહભાવ, મોહનીસકર્મ અને સંજ્ઞી પંચેન્દ્રિયપણાનો સમુહ તે વિકલ્પ છે. જ્યાં સુધી રાગ છે ત્યાં સુધી વિકલ્પ હોય, રાગ હટે તો વિકલ્પ ખતમ થાય. જેટલા જેટલા રાગના ભાવો છે તે વિકલ્પ જરૂર છે. પણ જેટલા જેટલા વિકલ્પ છે તે રાગ નથી. વિકલ્પ તો વૈરાગ્યમાં પણ છે, ભક્તિમાં પણ છે, ત્યાગમાં પણ છે, તપમાં પણ છે, સમિતિગતિમાં પણ છે. પણ તે બધા રાગ નથી પણ સાત્ત્વિક ભાવો છે. જે જીવને મોહભાવ દૂર કરવામાં ઉપયોગી છે.
આંધળાઓ જેમ ચંદ્રમાને જોયા વગર ચંદ્રમાં સંબંધી વિકલ્પો કરે, તેના માટે અભિપ્રાય આપે-એ સત્ય હોઈ શકે નહિ. તેમ અજ્ઞાની જીવો પણ સર્વજ્ઞને માટે વાદ-વિવાદ કરે, તેનો પ્રતિક્ષેપ કરે તે વિશ્વસનીય બની શકે નહિ. અંધ જનોને હાથી માટે થયેલો આંશિક બોધ તે હાથીના પૂર્ણ સ્વરૂપને બતાડી શકે નહિ. તેમ સાધકે પણ પોતાને થયેલો દેવ-ગુરુ-ધર્મ પ્રત્યેનો બોધ તેને અંતિમ સત્ય સમજીને ખંડન-મંડન કરવાનું નથી પણ તે બોધને અનુસારે ગુણ પ્રાપ્તિમાં આગળ વધવાનું છે. મોહની આધીનતા દૂર કરીને નિઃશંક બનવાનું છે. પોતાની છદ્મસ્થતાને સ્વીકારી ગુરુ સમર્પણ દ્વારા સ્વચ્છંદતા કાઢવાની છે.
ગૌતમ ગણધર જેવા શિષ્યમાં પણ સ્વચ્છંદતા ન હતી તે યાદ રાખવાનું છે. મારે કાંઈ વિચારવું નહિ. “મારા માટે વિચારે મારા ગુરુ” મારે તો તેમની આજ્ઞા મુજબ વર્તવું. આ વિકલ્પ પણ નિર્વિકલ્પતા લાવવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ છે. ગુરુતત્ત્વ અને પરમાત્મતત્વને સમર્પિત થવાથી મોહનીય અને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય છે અને કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે. શિષ્ય ગુરુને ત્રણે યોગ અર્પણ કર્યા નથી. માટે કેવલજ્ઞાન થતું નથી. વિશિષ્ટ જ્ઞાની બનાતું નથી.
બોદ્ધધર્મમાં એક પ્રસિદ્ધ કથા :- સ્વચ્છેદ કેમ દૂર થાય તે માટેની વાત છે. તિબેટમાં મારવા નામનો એક શિષ્ય છે. તે બુદ્ધ પાસે આવીને દીક્ષા માંગે છે. ગુરુ તેને દીક્ષા આપે છે. પૂછે છે પ્રભો! મારે હવે શું કરવા યોગ્ય છે? બુદ્ધ કહે છે. વત્સ! અહીં મઠમાં ૫૦૦ શિષ્ય છે. તું ચોખા ખાંડવાનું કામ કર. કોઈ પણ
.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org