________________
યોગ દ્રષ્ટિના અજવાળાં ભાગ - ૩
૨૨૯ વિકલ્પ જ્ઞાન એકદેશીય છે. નિર્વિકલ્પજ્ઞાન સર્વદેશીય છે. આવા લોભ, ઇરછા, રાગ, વિકલ્પ અને અજ્ઞાનને કાઢવા તેનું નામ સંવર-નિર્જરા છે અને રાખવા તે આશ્રવ અને બંધ છે.
જ્ઞાનમાં જ્યાં સુધી મોહાદિ ભાવો છે ત્યાં સુધી સાવરણજ્ઞાનમાં પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના ચિત્રામણો થાય છે. તે જ્ઞાનમાં વિકાર છે. જ્ઞાન નિરાવરણ થાય એટલે પરદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના ચિત્રામણ નીકળી જાય એટલે જ્ઞાન અરીસાની જેમ બિંબ બનીને રહે અને સામે રહેલ સમસ્ત વિશ્વના પદાર્થો તેમાં સહજતાએ, સરળતાએ, સતત પ્રતિબિંબિત થાય એ જ્ઞાનનું શુદ્ધ અવિકારી સ્વરૂપ છે.
મોહાદિ ભાવો જ્ઞાનના આધારે રહ્યા છે. અને જ્ઞાન આત્મપ્રદેશોના આધારે છે તેથી જ્ઞાનમાં જે મોહાદિ ભાવો અહ-મમત્વભાવે રહેલ છે તેમ આત્મા અને દેહ ક્ષીરનીરની જેમ બદ્ધ સંબંધે રહેલ છે. માટે Don't go to know. Don't go to see. જેથી મોહભાવો અહમ્-મમત્વભાવે જે જ્ઞાનમાં રહેલા છે તે નીકળી જાય.
આપણે વીતરાગવાદી બનવું પણ વ્યક્તિવાદી ન બનવું. છઘ અવસ્થાવાળા ગુરુમાં પૂજ્યભાવ રાખવો પરંતુ સંપ્રદાયવાદી ન બનવું. પરસ્પરના ખંડનની પદ્ધતિ બહુ ખરાબ છે. ખતરનાક છે તેમાંથી અધ્યાત્મભાવ અને સાર હાથમાં નથી આવતો. જે માણસ બીજાનું ખંડન કર્યા કરે છે તે પોતાનું જીવન સાધનાત્મક બનાવી શકતો નથી. સાધનાત્મક જીવન બનાવવું તે અધ્યાત્મ છે.
પુદગલના બનેલા ભેદરૂપ સાધનને ગ્રહણ કરીને આત્મિક ભાવો સાથે અભેદરૂપે પરિણમવું તે સાધના છે. માત્ર ભેદસાધનને સાધ્ય બનાવી અટવાનું તે રચનાત્મક સાધના નથી. વ્યવહારથી પર થવાનું છે. સાધનાથી પર થવાનું છે. ખંડનમંડનથી પર થવાનું છે સાધનાથી પર થવાનું છે.
न युज्यते प्रतिक्षेपः सामान्यस्यापि तत्सताम् ।
આપવાનું નહિધ મતદા/૧૪૧૫ કોઈ સામાન્ય પુરુષનો પણ પ્રતિક્ષેપ-વિરોધ કરવો તે સજ્જનોને, સંતપુરુષોને યુક્ત નથી તો પછી સર્વજ્ઞનો પરાભવ, અપાલાપ, નિંદા કરવી એતો જીલ્લાછેદથી પણ અધિક ખરાબ મનાયેલો છે.
સજ્જન પુરુષો- સંતપુરુષો ક્યારે પણ કોઈની નિંદા કરતા નથી. કોઈના માટે હલકું બોલતા નથી. કોઈનો વિરોધ કરતા નથી. કોઈનો પરાભવ કરતા નથી કારણ કે કોઈનો વિરોધ કરવો વગેરે તેમના સ્વભાવથી બહાર હોય
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org