________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૨૩૧
સાધ્વીઓ હતા. રજ્જા ૧૨૦૦ સાધ્વીઓના નાયક હતા. તપ, જપ, ધ્યાન કરતા પાછલી જીંદગીમાં કોટ થયો. અસહ્ય વેદના થવા લાગી.
બીજી સાધ્વીઓ પૂછે છે મહારાજ! આપને આ વ્યાધિ ક્યાંથી થયો? ત્યારે મહાપાપકર્મા તેણીએ કહ્યું કે આ રોજ ઉકાળેલું પાણી પીવામાં આવે છે તેનાથી આ કોટ રોગ થયો છે. આ સાંભળીને અનેક સાધ્વીઓનું હૃદય ક્ષોભ પામ્યું અને વિચારે છે કે ખરેખર! આમાં ઉકાળેલું પાણી જ કારણ હશે. આથી એક પછી એક સાધ્વીએ ઉકાળેલું પાણી પીવાનું છોડી દીધું અને તેના કારણે સંયમમાં મંદપરિણામવાળા બન્યા,
ત્યાં એક સાધ્વીએ વિચાર્યું કે મારું શરીર એક આંખના પલકારા માત્રમાં સડીને ટૂકડે ટૂકડાં થઈ જાય તો પણ હું અપ્રાસુક - સચિત્ત પાણી વાપરીશ નહિ અને પ્રાસુક પાણી છોડીશ નહિ. અને બીજું શું આ વાત સાચી છે કે ઉકાળેલા પાણીથી આને કોટ થયો છે? પૂર્વમાં કરાયેલા અશુભકર્મના કારણે જ આ સઘળું બન્યું છે. એ પ્રમાણે વિચારવા લાગી કે હે જુઓ જુઓ ! અજ્ઞાન દોષથી હણાયેલી, અત્યંત મૂઢ હૃદયવાળી, લજ્જાવગરની, મહાપાપકર્મા એવી આ રજાએ સંસારમાં ઘોર દુઃખને આપનારું કેવા પ્રકારનું દુષ્ટવચન ઉચ્ચાર્યું. કે જે મારા કર્ણકોટરમાં પણ પેસતું નથી. જે કારણથી પૂર્વભવમાં કરાયેલા અશુભ કર્મના ઉદયથી જ જીવને દુ:ખ, દુર્ભાગ્ય, અપયશ, અભ્યાખ્યાન, કોઢ વગેરે વ્યાધિ, સંનિપાત, ક્લેશ વગેરે સંભવે છે. બીજી કોઈ રીતે નહિ. જે કારણથી આગમમાં હ્યું છે કે- કોણ દુ:ખ આપે છે? કોને આપે છે? કરેલું કોણ હરે છે? કોનું હરે છે? આત્મા પોતે જ પોતાના ઉપાર્જન કરેલ કર્મને અનુસારે સુખ દુખ ભોગવે છે.
આ પ્રમાણે વિચારતા તેણીને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. દેવોએ આવી કેવલજ્ઞાનીનો મહિમા કર્યો. કેવલીવડે પણ લોકોના તેમ જ સાદવીઓના સંશય. છેદાયા. પછીથી રજ્જા સાધ્વીએ પણ પૂછ્યું કે શા માટે હું આ મહાદુઃખનું ભાજન બની?
ત્યારે કેવળીએ કહ્યું- રજ્જા ! તારું શરીર અંદરથી રકતપિત્તથી દૂષિત છે અને આ રોગવાળાએ મિષ્ટાન્ન ન ખાવું જોઇએ. છતા તે ધરાઇને ખાધું અને વળી તે મિષ્ટાન્ન કરોળિયાની લાળથી મિશ્રિત હતું. તેનાથી તને આ રોગ થયો છે, નહિ કે ઉકાળેલા પાણીથી. એ પાણી તો આત્માના દ્રવ્ય અને ભાવ બંને રોગોનો નાશ કરનાર છે. વળી ગોમૂત્રને ગ્રહણ કરવાને માટે ગયેલ તારાવડે શ્રાવકના પુત્રનું મુખ જે લાળથી ખરડાયેલું હતું અને જેના ઉપર માખીઓ બણબણ કરતી હતી તેને સચિત્ત પાણીથી તારા વડે ધોવાયેલું હતું. આ પ્રમાણે
--
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org