________________
ચોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૨ ૩૩ 2ષભદેવ ભગવાનની સ્ફટિક રત્નની પ્રતિમા પધરાવી હતી. નિરંતર તે પરમાત્મભકિત કરતી હતી. મોટા મોટા સંગીતકારોને બોલાવી ત્યાં ભકિતરસની રમઝટ જમાવતી હતી. નગરવાસી લોકો પણ ધીરે ધીરે તેની સાથે ભકિતમાં જોડાવા લાગ્યા. તેનું પુણ્ય વધવા લાગ્યું. લોકોના મોંએ ગુણગાન થવા લાગ્યા. લક્ષ્મીવતી જેમ પરમાત્માની ભકત હતી તેમ દીન દુખીયો પ્રત્યે અનુકંપા પણ કરતી હતી. સૌના દુ:ખને તે દૂર કરતી હતી.
આ બધું જોઈને કનકોદરી ઈર્ષ્યાથી બળવા લાગી. તેનાથી લક્ષ્મીવતીનો ઉત્કર્ષ સહન ન થયો. તેના કારણે તે હવે તેના દોષો જોવા લાગી. તેને લક્ષ્મીવતીને માટે હલકી વાતો કરવા માંડી પરંતુ સૂર્ય સામે ધૂળ ઉડાડવા જેવી તેની સ્થિતિ હતી. લોકોના હૃદય પર લક્ષ્મીવતીનું એવું નિશ્ચલ સ્થાન જામેલું હતું કે લોકો એનું ઘસાતું સાંભળવા તૈયાર ન હતા.
કનકોદરીએ ઘણા પ્રયત્નો કર્યા પણ તેમાં સફળતા ન મળી એટલે એનોતેજો - દ્વેષ વધી ગયો અને પોતાની સખી સુલેખા દ્વારા પરમાત્માની મૂર્તિ ઉપાડી લેવાનો પેંતરો રચ્યો.
સુલેખાએ તે માટે બનાવટી ભક્તિ શરૂ કરી. ત્રિકાળ પૂજા શરૂ કરી. લક્ષ્મીવતીનો પણ પ્રેમ સંપાદન કર્યો અને એક વખત તક સાધીને મધ્યાહ્નના. સમયે મૂર્તિની આસપાસ પુષ્પો વેરી મૂર્તિને કરંડિયામાં સ્થાપી તેના ઉપર પુષ્પો ટાંકી કરંડિયો લઈ મંદિરમાંથી નીકળી ગઈ અને પછી કનકોદરીને આપી કનકોદરીએ તેને લઈ જઈ નગરની બહાર જ્યાં ઉકરડો હતો ત્યાં કોઈને ખબર ન પડે તે રીતે ખાડો ખોદી દાટી. પણ આ કરતા તેના હૃદયમાં ગભરાટ છે. ચારે તરફ નજર નાંખતા પાછળ સાધ્વીજી મહારાજને જોયા. તેમના કહેવાથી પશ્ચાત્તાપ થયો. પછી મૂર્તિ ત્યાંથી ઉઠાવી મંદિરમાં મૂકી દીધી. પોતે અત્યંત પશ્ચાત્તાપ કરી લક્ષ્મીવતીની માફી માંગી. પોતાના પતિ કનકરથને પણ પોતાની ભૂલ જણાવી. રાજા સહિત તેઓ રથમાં બેસીને સાધ્વીજી મહારાજને વંદન કરવા ગયા. ગુરુ મહારાજ પાસે યોગ્ય પ્રાયશ્ચિત્ત પણ લીધું. છતાં આ કર્મના ઉદયે બીજા ભવે કનકોદરી અંજના થઈ ત્યારે ૨૨-૨૨ વર્ષ સુધી પતિનો વિયોગ રહ્યો અને ત્યાર પછીથી એક રાત્રે પતિનો યોગ થતા ગર્ભ રહ્યો. સાસુએ કુલટા તરીકેનું આળ મૂક્યું. પોતાના ગામમાંથી, ઘરમાંથી કાઢી મુકી, પિયરમાં ગઇ તો ત્યાં પણ બધાએ જાકારો આપ્યો અને છેલ્લે જંગલના માર્ગે સીધાવ્યું, ત્યાં વિશિષ્ટ જ્ઞાનીનો યોગ થયો, પૂર્વભવ સાંભળ્યો. પોતાની ભૂલ શું હતી તેનો ખ્યાલ આવ્યો. જંગલમાં હનુમાનને જન્મ આપ્યો.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org