________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૨૩૫
પ્રાયઃ દરેક ભવે આગ કે શસ્ત્રથી મુત્યુ પામશે. આમ આયપિવાદ-સજ્જન પુરૂષો-સંતપુરૂષોની નિંદા-પરાભવથી કેટલું નુકસાન થાય છે. તે ગોશાળાના, અંજનાના, રજ્જા સાથ્વીના દૃષ્ટાંત દ્વારા જાણી શકાય છે.
પૂ. હરિભદ્રસૂરિજી મહારાજ કહે છે કે ચોથી દૃષ્ટિમાં રહેલો આત્મા એટલો બધો સજ્જન બનેલો હોય છે. તેના ગુણની ગરિમા ઘણી હોય છે. તે ઉપશમરસમાં ઝીલતો હોય છે તેથી તેને કોઈનો પ્રતિક્ષેપ કરવો તે ફાવે તેમ નથી. સાચો જ્ઞાની કોઇની સાથે રેસકોર્સમાં ઉતરવાનું પસંદ કરતો નથી. રેસકોર્સમાં ઉતરવા કરતા મૌન રહેવામાં તે વધારે લાભ જુએ છે. મૌન રહેનારો અંદરમાં ઉતરે છે. અંદરમાં ઠરે છે, શાંતરસને અનુભવે છે. રેસકોર્સમાં ઉતરનારો અંદરમાં જઈ શકતો નથી. તેની નજર બહારના સત્ય તરફ હોય છે, વ્યવહાર સત્ય તરફ હોય છે, દ્રવ્ય સત્ય તરફ હોય છે જ્યારે જ્ઞાનીની નજર અંદરના સત્ય તરફ, નિશ્ચય સત્ય તરફ, ભાવ સત્ય તરફ હોય છે. ભાવ સત્યથી ભવની પરંપરાનો અંત આવે છે. માત્ર દ્રવ્યસત્યથી નહિ. માટે દ્રવ્ય સત્ય ભાવ સત્યનું કારણ બને તે રીતે પ્રવૃત્તિ કરવી જોઈએ. દ્રવ્યસત્ય કરતા ભાવ સત્ય ઘણું ઘણું ઘણું મહાન છે. તેની ઉપેક્ષા કોઈ કાળે થઈ શકે નહિ. તેની ઉપેક્ષા એટલે આત્માના શુદ્ધ બુદ્ધ ચૈતન્યમય સ્વરૂપની ઉપેક્ષા. જગતમાં સર્વત્ર ભાવની જ પ્રધાનતા અને મુખ્યતા હોય છે અને તેની પ્રાપ્તિ માટે જ દ્રવ્યાદિનો ઉપયોગ કરવાનો હોય છે.
कुदृष्ट्यादिवनो सन्तो, भाषन्ते प्रायशः क्वचित् । निश्चितं सारखच्चैव, किन्तु सत्त्वार्थकृत् सदा ॥१४२॥ સંતપુરુષો - મહાત્માઓ કયારે પણ કુદૃષ્ટિ = હલકી દૃષ્ટિ = તુચ્છ દૃષ્ટિવાળા દુર્જન પુરુષની જેમ કુસ્ય = નિંધ બોલતા નથી. તો પછી કેવું બોલે છે તે કહે છે. પરંતુ સાર્થક, નિશ્ચિત અને પરોપકાર કરવાના સ્વભાવવાળું જ બોલે છે.
સાર્થક, નિશ્ચિત અને હિતકારી વચન બોલવાના સ્વભાવવાળા મુનિઓ હોવાથી તેઓ સર્વજ્ઞની નિંદા, પરિહાર વગેરે જેવી રીતે કરે? અર્થાત ન જ કરે. દુર્જન પુરુષો જેમ ફાવે તેમ બોલે છે. ઢંગધડા વગરનું બોલે છે. પૂર્વાપર સંબદ્ધ વિનાનું બોલે છે. સાર વગરનું - તુચ્છ બોલે છે. તેમના વચનોમાં સારા શબ્દોનો પ્રયોગ હોતો નથી.
“બોલે તોલ અપાય” બોલવાથી માણસ ફેવો છે? તેનું અંતઃકરણ કેવું છે? તે ઓળખાય છે. સજ્જન પુરુષો હંમેશા સાવધ વચનના ત્યાગ પૂર્વક, ભાષાનો વિવેક સાચવીને, મૃદુ અને નમ્ર ભાષામાં સામાને પ્રિય અને ઉપકારી થાય તેવું બોલે છે. તેઓની ભાષામાં ઉછાંછળાપણું, સંદિગ્ધપણું કે નિઃસારપણું હોતું નથી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org