________________
૨૨૬
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ જેવો લાગ્યો. ત્રીજાના હાથમાં કાન આવ્યો તો તેને સૂપડા જેવો લાગ્યો. ચોથાના હાથમાં પગ આવ્યો તો તેને થાંભલા જેવો જણાયો. પાંચમાના હાથમાં પેટ આવ્યું તો તેને મશક જેવો જણાયો અને છટ્ટાના હાથમાં પૂંછડું આવ્યું એટલે તેને તે સાવરણી જેવો જણાયો. આ ઉપરથી તેઓએ પોતપોતાનો અભિપ્રાય આપ્યો. અને બીજાના અભિપ્રાયને ખોટા કહી પરસ્પર ઝઘડવા લગ્યા. ખોટી ચર્ચામાં ઉતરી ગયા ત્યાં એક દેખતા માણસે આવીને સમાધાન કર્યું કે તમે બધા જ 'તમારી અપેક્ષાએ સાચા છો પણ બીજાને ખોટા કહો છો માટે તમે ખોટા ઠરો છો, તે જ રીતે સર્વજ્ઞના વિષયમાં અંધતુલ્ય એવા આપણે સર્વજ્ઞને માટે જેમ તેમ અભિપ્રાય આપીએ અને બીજાને માન્ય સર્વજ્ઞનો અપલાપ કરીએ એ જીવમાં રહેલ મતાર્થપણાનું સુચક છે.
મતાથી નહિ પણ આત્માર્થી બનવાનું છે. - મતિજ્ઞાનમાંથી મત નીકળે તો આપણે મતાર્થી બનીએ પણ આપણે મતાર્થી
ન બનતા આત્માર્થી બનવાનું છે. મતિજ્ઞાની મત વગરનો હોઈ શકે પણ વિચાર વગરનો ન હોઈ શકે. મત-વિચાર- વિકલ્પ એ વિનાશી છે માટે તેના અર્થી ન થવું. આપણા વિચાર, વિકલ્પની ધારાને પરમાત્મતત્ત્વ ઉપર લગાડીએ તો આપણે આત્માર્થી. બહારથી અસત્ પદાર્થોનો ત્યાગ કરવાનો છે તેમ અંદરમાં વિકલ્પોના જે અસત્ ભાવો છે તેનો પણ ત્યાગ કરવાનો છે. તેમ જ શરીર, ઇન્દ્રિય, પ્રાણ, મન અને બુદ્ધિ જે અસત્ રૂપ છે તેનો પણ ત્યાગ કરવાનો છે. શરીર, ઇન્દ્રિય, પ્રાણ, મન અને બુદ્ધિને જે દેહભાવે હું અને મારા માનવા તે પણ સ્વાર્થીપણું છે.
બહારમાં નામ લિંગ અને વેશના ઝઘડા છે જ્યારે અત્યંતરમાં વિકલ્પોના ઝઘડા છે. વીતરાગતા પામવામાં જીવને સ્વરછંદ નડે છે. અને તે મોહ-અહમ્-રાગ રૂપ છે. આપણને આપણા વિકલ્પોમાં સત્યતા અને અહમપણાની બુદ્ધિ રહે છે. કારણ મારો વિકલ્પ સાચો છે તેમ મનમાં રહે છે. આપણો વિકલ્પ સર્વાગી સત્ય છે કે નહિં? વિશિષ્ટ જ્ઞાની ભગવંત સિવાય બીજા કોણ કહી શકે? માટે આપણા વિકલ્પમાં પરમાત્માનો આશ્રય લેવો જોઈએ. તે પરમાત્માના શરણે જવું જોઈએ અને તે દ્વારા નમ્ર બનવું જોઈએ તો જ આપણે વિકલ્પ દ્વારા થતા અહથી બચી શકશું. અન્યથા વિકલ્પમાં અહમ્ અને આગ્રહ આવશે તો નિહનવોની જેમ કદાગ્રહી થઈને દુર્ગતિમાં જઈશું.
વિકલ્પની નિર્બળતા એટલા માટે છે કે ગમે તેવો વિકલ્પ શ્રેષ્ઠ હોય તો પણ તે વિનાશી છે. સંસારની અસારતા પણ અનિત્યતાને કારણે છે. જે વિનાશી છે તે સારું હોય તો પણ તે સારું શું કરવાનું? એનું સારાપણું કેટલો વખત
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org