________________
યોગ દ્રષ્ટિનાં અજવાળા ભાગ - ૩
૨ ૨૫ निशानाथ प्रतिक्षेपो, यथाऽन्धानामसङ्गतः । तद्भेद परिकल्पश्च तथैवार्वाग्दृशामयम् ॥ १४० ॥
આ જ વાતને દૃષ્ટાંતથી સિદ્ધ કરે છે. જેમ ચક્ષુ વગરના આંધળા લોકોને ચંદ્રમાનું ખંડન કરવું અને તેના ભેદની કલ્પના કરવી કે ચંદ્ર ચોરસ છે, વાંકો છે તે નીતિ માર્ગથી સંગત નથી. તે જ રીતે વર્તમાનનું જોનારા એવા છસ્થોને સર્વજ્ઞનો પ્રતિક્ષેપ કરવો અને તેના ભેદની કલ્પના કરવી એ ન્યાય માર્ગથી વિચારતાં યુક્તિયુક્ત નથી.
આંધળાઓને ચંદ્ર ન દેખાતો હોવા છતાં કહે કે ચંદ્ર ચોરસ છે. વાંકો છે કે અનેક છે તે યુક્ત નથી. તેજ રીતે સર્વજ્ઞવચન શું છે તે જાણ્યા વિના પક્ષપાતથી સર્વજ્ઞવચનને ખોટા કહેવા કે તેમનામાં જુદાપણું કલ્પવું તે યુક્તિયુક્ત નથી જ્યાં સુધી જે વિષયનો જીવ સમ્યગજ્ઞાતા ન બને ત્યાં સુધી તે વિષયમાં તે મૌન રહે એ તેના માટે ભૂષણ છે. અજ્ઞાનીને બોલવાનો નિષેધ છે અને જ્ઞાનીને પણ જે વિષયમાં જેટલું જાણે તેનાથી અતિરિક્ત બોલવાનો નિષેધ છે. વસ્તુતત્વના જ્ઞાનવિના બોલવાથી ઘણા નુકસાન થાય છે. એટલા માટે રાજા, મહારાજા, ચક્રવર્તી કરતા પણ ઉપદેશક, વિદ્વાન અને લેખકોની જવાબદારી વધારે છે. એ પોતાની સમજણના બળ ઉપર જેવા વિચારો ફેલાવશે તેવું પ્રજામાનસ તૈયાર થશે. એક પણ ખોટા વિચાર જગતમાં ફ્લાવવામાં આવશે તો તેનાથી જગતને જે નુકસાન થશે તે નુકસાન બીજાથી નહિ થાય માટે જ શાસ્ત્રાનુસારી માર્ગસ્થ ઉપદેશકની કિંમત ઘણી મોટી છે. માર્ગસ્થ ઉપદેશ દ્વારા જ જગતનું હિત કરી શકાય છે. જીવોમાં તૃષ્ણા અને કષાયોનો અગ્નિ અનાદિકાળથી પ્રજ્વલિત છે. એને ઠારનારા વચનો એ જ સર્વજ્ઞના વચન છે. સર્વજ્ઞના વચનોમાં શાંતરસ રહેલો છે. આત્મા સ્વભાવે સહજાનંદી છે તો તે સહજાનંદીપણું શું છે ?
નિર્વિકલ્પતા, સર્વજ્ઞતા અને વીતરાગતા ત્રણેનું એકત્વ સહજાનંદીપણું છે અને એનો ભોક્તા સ્યાદ્વાદી બની શકે છે. કોઈપણ રીતે અંદરમાંથી આગ્રહ-પકડો વિ. તૂટવા જોઈએ અને નિરાગ્રહીપણું, ગુણગ્રાહીપણું પેદા થાય તો જ સ્થાવાદ જીવનમાં અમલી બને, વસ્તુના યથાર્થબોધ વિના વસ્તુને માટે અભિપ્રાય આપવો એ અજ્ઞાનતાનું સૂચક છે.
અહિંયા જન્માંધ મનુષ્યો અને હાથીનું દ્રષ્ટાંત વિચારણીય છે. કોઈક સ્થળે છ આંધળાં પુરુષો હાથીની પાસે આવ્યા અને તે હાથીના સ્વરૂપનો નિર્ણય કરવા માટે તેને તપાસવા લાગ્યા. એકના હાથમાં હાથીની સૂંઢ આવી એટલે હાથી તેને સાંબેલા જેવો લાગ્યો. બીજાના હાથમાં દંતશૂળ આવ્યું તો તેને ભૂંગળા.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org