________________
૧૪૬
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ વળી તમે એવી શંકા કરો કે ભગવાન છે તો પછી દેખાતા કેમ નથી? તો તે વિષયમાં પણ સાંભળી લો કે
God is in every creature whether visible or invisible not in creation.
જગતમાં જે કુદરતી તત્ત્વો છે ત્યાં બધે જ આત્મા છે - જે સ્વરૂપે પરમાત્મા છે. તેમજ મારી અને તમારી વચ્ચે જે શૂન્યાવકાશ છે ત્યાં પણ આંખથી ન દેખાય, સૂક્ષ્મદર્શક દૂરબીનથી પણ ન દેખાય એવા પણ ઘણા જીવો છે. કુદરતી તત્ત્વો નદી, નાળા, તળાવ, સરોવર, સમુદ્ર, વૃક્ષ, થડ, શાખા, પ્રશાખા, ક્લ, ળ વગેરે બધામાં જીવો છે જ્યારે જે કૃત્રિમ તત્ત્વો છે જેવા કે ગ્રામોફોન, રેડિયો, ફોટોગ્રાફી વગેરેમાં જીવો ન હોય.
અને જો તમે કહો છો કે ગોડ ક્રિયેટર છે તો તેણે કઈ સાલમાં જગત ક્રિયેટ કર્યું. તે કહો? એની શરૂઆત થઈ છે કે નહિ? તે કહો? તો તે ફોરેનના સાયંટિસ્ટો કહે છે કે તે અમને ખબર નથી.
તો હવે તમે જરા સમજી કે જેનું બિગિનિંગ થાય તેનો એન્ડ હંમેશા આવે. આતો એડલેસ જગત છે. શાસ્ત્રીય પરિભાષામાં અનાદિ અનંત જગત છે. જેનું બિગિનિંગ ના થયેલું હોય તેનો બનાવનાર જગતમાં કોઈ હોઈ શકે નહિ. માટે તમારા ક્રાઇસ્ટને અને હિન્દુઓને કે જે ઇશ્વરને કર્તા માને છે તેને હજુ આ બધું જાણવાની જરૂર છે. વિશ્વવ્યવસ્થા અને અધ્યાત્મ બંનેમાં ફેર છે
આમ દ્રવ્યાનુયોગની દૃષ્ટિએ કે વિશ્વવ્યવસ્થાની દૃષ્ટિએ ઈશ્વરને જગકર્તા માનવામાં ઘણી બધી આપત્તિઓ આવે છે જેનું સમાધાન કોઈ કરી શકે તેમ નથી તેથી તે દ્રષ્ટિએ પરમાત્મા કૃતકૃત્ય બનેલા હોવાના કારણે તેને જગત્કર્તા માની શકાય નહિ.
છતાં અધ્યાત્મની દૃષ્ટિએ સાધક પોતાના સત્કાર્યદ્વારા થતા અહંથી બચવા પરમાત્મા ઉપર કર્તાપણાનો આરોપ કરી પોતે પોતાના અહંનો નાશ કરી પરમાત્મા બની શકે છે. એટલે જ ભકિતયોગની પરિભાષામાં ભક્તિયોગાચાર્યોવડે કરીને પ્રભુ તું જ આ બધું કરે છે. તારા વિના મારું નાવા ચાલે તેમ નથી, તારી ઇચ્છા વિના પાંદડું હાલતું નથી વગેરે પ્રયોગો કરાયા છે તે યથાર્થ છે.
દ્રવ્યાનુયોગમાં પદાર્થનું સ્વરૂપ વિચારાય છે. તેના યથાર્થ સ્વરૂપનો નિર્ણય કરાય છે જ્યારે અધ્યાત્મમાં વસ્તુને કેવી રીતે જવાથી અંદરમાંથી મોહના ભાવો નીકળે અને આત્મા વિશુદ્ધ બને એ દૃષ્ટિકોણ હોય છે અને તેથી જ દ્રવ્યાનુયોગની અપેક્ષાએ જે પૃથ્વીકાય છે. જે પત્થરની મૂર્તિ છે તેને
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org