________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૧૯૯ જે શક્તિ છે તેના કરતાં અત્યંત અધિક શક્તિ શુદ્ધ આત્મસ્વભાવમાં છે. માટે ઉચ્ચ કક્ષાના અધિકારી આત્માઓ માટે શુદ્ધ આત્મસ્વભાવમાં તન્મયતા સાધવા શુભવિકલ્પોના ત્યાગનું માન કર્યું છે. અસંમોહ પ્રજ્ઞાવંત જીવો વિકલ્પથી ઉપર ઉઠેલા હોય છે અને સ્વરૂપમાં ઠરનારા હોય છે તેથી તેઓ નિર્વાણતત્ત્વની જ ઉપાસના કરી રહેલા હોય છે.
પોતે સ્વયં દુ:ખથી મુક્ત થવું અને બીજાને દુ:ખથી મુક્ત કરવાનો પ્રયત્ન કરવો એ સાચા બુદ્ધિમાનનું કર્તવ્ય છે. જ્યારે આંતરિક શુદ્ધિ વધે છે અને હૃદય વિશાળ બને છે ત્યારે જીવને જેમ પોતાનું દુ:ખ ઇષ્ટ નથી હોતું તેમ બીજાનું દુઃખ પણ ઈષ્ટ નથી હોતું અને તેથી સર્વજીવો દુ:ખથી મુક્ત બને તો સારું, આવો વિશુદ્ધ ભાવનાનો પ્રવાહ અંદરમાં વહે છે.
વિવાદ એ તો અજ્ઞાની જીવોનું કાર્ય છે કારણકે તેઓ આપાત સુખમાં સુખ માને છે. જેમ જીવને વિષયના ભોગવટામાં સુખ અનુભવાય છે તેમાં વિવાદમાં પણ જીવને સુખ ભાસે છે. આ તામસ ભાવ છે. જ્યારે ઉપશમા ભાવમાં જે સુખ છે તે આત્માના ઘરનું છે. સાચો જિજ્ઞાસુ વિવાદમાં ઉતરવાનું પસંદ કરતો નથી તે તો બીજાને શાંતિથી સાંભળશે. જેટલા ઊંડાણમાં ગયા છે તેમણે બીજાને શાંતિથી સાંભળ્યા છે. અંદરથી શાંત બન્યા વિના કોઈ રીતે મોક્ષનો માર્ગ હાથમાં આવતો નથીમાટે સાધક દશા તે છે કે જે આત્મા કર્મના ઉદયે જે સ્થાનમાં રહ્યો છે ત્યાં તેણે પોતાની ચેતનાને શાંત, પ્રશાંત અને ઉપશાંત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
બાહ્યક્રિયા ભલે કરો પણ જે કાંઈ પણ કરો તેના દ્વારા આંતર ક્રિયા થવી જોઈએ એ લક્ષ્ય રહેવું જોઈએ. વિવેક અને વિવેકપૂર્વકની એકાગ્રતાથી આંતરક્રિયા થાય છે. ઉપવાસ જરૂર કરવાનો છે, દાન જરૂર કરવાનું છે પણ તે કર્યા પછી ઉપવાસ કે દાનને યાદ નથી કરવાના પણ આત્માને યાદ કરવાનો છે આ છે આંતરક્રિયા. સ્વમાં સ્થિર થવાનું છે. શબ્દનો અર્થ કરવો એટલે શબ્દાર્થ કરવો. પરંતુ શબ્દનો પરમાર્થ કરવો એટલે સ્વયં પરમાત્મા બનવું તે. નિશ્ચયનયનો આશ્રય લીધા વિના નિશ્ચયથી ચારિત્ર કેવી રીતે પરિણમશે? બુદ્ધિ અને જ્ઞાન પૂર્વકના કાર્યોથી આગળ વધીને અસંમોહ પૂર્વકના કાર્યો કરવા માટેની વાત ગ્રંથકાર કરી રહ્યા છે. તે સ્થિતિએ પહોંચવા માટે આત્માએ કયાંય
ક્લેશ, સંઘર્ષ, વાદ, વિવાદ, વિખવાદ, વગેરેમાં અટવાવાનું નથી. સંસારમાં રહીને જે કલેશ પ્રધાન જીવન જીવશે તે ચારિત્ર લેશે તો પણ મોક્ષમાર્ગ સાધી શકશે નહિ. લૌકિક ક્ષેત્રમાં રહીને ધર્મના ભાવો કરશું તો જ અધ્યાત્મ માર્ગે આગળ વધી શકશું. જે સંસારને પણ સ્વર્ગ અને નંદનવન જેવો બનાવે છે તે આગળ જતા મોક્ષમાર્ગ પામે છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org