________________
૨૦૨
ચોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૨ અનિત્ય છે. વર્તમાન કાળથી સ્વરૂપને પકડવા માટે ધ્યાન છે. આપણા ઉપયોગમાં પર દ્રવ્ય-ક્ષેત્ર - કાળ - ભાવ વર્તે છે એટલે આપણો વર્તમાન ઉપયોગ મૂર્શિત બને છે. પર દ્રવ્ય - ક્ષેત્ર - કાળ - ભાવ નીકળી જાયતો નિર્મોહતા આવે છે તેને પામવા માટે બધા દર્શનોએ સાધના કરવાની દૃષ્ટિઓ આપી છે. જેના વડે રાગને કાઢી શકાય છે માટે ળની અપેક્ષાએ બધી સાધના સરખી છે.
બોદ્ધ કહે છે પ્રકૃતિ છે પણ ક્ષણિક છે. વેદાંત કહે છે પ્રકૃતિ છે જ નહિ.
ગમે તે સાધના વડે રાગ કાઢો એ સાધનાનો સાર છે. અનાદિકાળથી જીવા અને પુદ્ગલનો સંબંધ સંસારરૂપે છે. તે ઉપચરિત છે એટલે સંસારથી છૂટવા. માટેની સાધના પણ ઉપચરિત છે કારણકે સાધના પુરી થયે સાધના રહેતી. નથી.
सर्वज्ञपूर्वकं चैतन्नियमादेव यत्स्थितम् ।। आसन्नोयमृजुर्मार्गस्तद् भेदस्तत्कथं भवेत् ॥ १३३ ॥
બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહ આ ત્રણ પ્રકારના જ્ઞાનમાં બુદ્ધિ અને જ્ઞાન દ્વારા નિર્વાણતત્ત્વનો માર્મિક બોધ થતો નથી પરંતુ અસંમોહ જ્ઞાન દ્વારા નિર્વાણતત્ત્વનો બોધ જે થાય છે તેમાં કોઈપણ પ્રકારનો ભેદ હોતો નથી અને તેથી તેઓને મોક્ષની પ્રાપ્તિને વિષે વિવાદ હોતો નથી એ વાત આગળના
શ્લોકમાં કહ્યા પછી હવે એ વાત કરે છે. નિવણિની પ્રાપ્તિનો માર્ગ એ સર્વજ્ઞતાપૂર્વકનો માર્ગ છે અર્થાત જેને નિર્વાણ પામવું હોય તેને સર્વજ્ઞ થવું જ પડે. ત્રણેકાલમાં આ વાત સિદ્ધ છે કે સર્વજ્ઞને જ નિર્વાણની પ્રાપ્તિ થાય. અસર્વજ્ઞ કદીપણ નિર્વાણ પામી શકે નહિ માટે નિર્વાણને પામવા સર્વજ્ઞપણું પામવારૂપ માર્ગ એ સરળ માર્ગ છે તેનું કારણ એ છે કે સર્વજ્ઞ તે છે કે જે બધું જ જાણતા હોય. નિર્વાણની પ્રાપ્તિ માટેના બધા જ માર્ગો જેને ખબર હોય અને જેને બધા જ માર્ગોની ખબર હોય તે વ્યક્તિ જ્યારે માર્ગ બતાવે ત્યારે તે માર્ગ સરળ જ હોય અને જે માર્ગ સરળ હોય તેમાં ભેદ ન હોય. અને જો ભેદ હોય તો પછી તે સરળ કહેવાય નહિ. બે બિંદુઓને જોડતી ટૂંકામાં ટૂંકી રેખા એક જ હોય, તે સરળ હોય અને તેમાં ભેદ હોય નહિ. પોતે રાગ - દ્વેષ અને અજ્ઞાનથી મુક્ત હોય તેને વક્ર માર્ગ બતાવવાનું કોઈ પ્રયોજન નથી.
ખોટોમાર્ગ, વિપરીત માર્ગ, વાંકોચૂકો માર્ગ બતાવવાના કારણ એ છે કે, તે પોતે સાચા - સરળ માર્ગથી અજ્ઞાત હોય તો સંભવ છે કે વિપરીત માર્ગ બતાવે. અને કદાચ પોતે સમ્યગમાર્ગ - સરળમાર્ગ જાણ પણ હોય પરંતુ અંદરમાં જો રાગ-દ્વેષાદિ ભાવો પડેલા હોય તો પણ પોતાને જેની પ્રત્યે દ્વેષ હોય તેને ખોટો માર્ગ બતાવે એવું બને. પરંતુ જે સર્વજ્ઞ છે. તે તો પાછા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org