________________
ચોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૨૧ ૩ વાપરી રહ્યા છે તેનું કારણ પતંજલિમાં માધ્યસ્થ દૃષ્ટિ, સરળતા, કદાગ્રહનો અભાવ, મંદકષાયિતા, ગુણગ્રાહિતા આ બધું જોવા મળે છે તે છે.
यस्य येन प्रकारेण बीजाधानादिसम्भवः । सानुबन्धो भवत्येते तथा तस्य जगुस्ततः ॥ १३५ ॥
જે કારણથી આ સર્વજ્ઞ મહાત્માઓ ભવરૂપી વ્યાધિનો નાશ કરવા માટે ધવંતરી વૈધ સમાન છે તેથી કરીને જે પ્રાણીને જે પ્રકારે નિત્ય, અનિત્ય એવી દ્રવ્યાતિક પ્રધાન કે પર્યાયાસિક પ્રધાન એવી દેશના વડે કરીને તેવા પ્રકારનો ભવોઢેગ થવા વડે કરીને સમ્યકત્વરૂપ બીજાધાનાદિનો સંભવ થાય અને તે બીજાધાન ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થવા રૂપે સાનુબંધ થાય તે પ્રકારે તે સર્વજ્ઞ મહાત્માઓએ દેશના આપી છે.
અહિંયા બે વાત ઉપર ભાર મૂકે છે એક તો જે દેશના વડે સમ્યકત્વરૂપ બીજાધાન થાય તેને અનુકૂળ ભવોઢેગ અપેક્ષિત છે અને એ બીજાધાન ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ કરાવવા દ્વારા સાનબંધ હોવું જોઈએ.
જગતના જીવોને સર્વજ્ઞ પરમાત્માઓ કે મહાત્માઓ જે ધર્મદેશના આપે છે તે એકમાત્ર કરૂણાભાવથી આપે છે કે આ આત્માઓ ભવોભવની સંસારની વિડંબનામાંથી કેવી રીતે મુક્ત થાય? ચારે ગતિમાં દુ:ખદ પરિભ્રમણ કરતા જીવોને જોઈને તે આત્માઓનું કરૂણાશીલ હૃદય દ્રવી ઉઠેલું હોય છે અને તેથી આ આત્માઓ સંસારમાંથી છૂટીને કઈ રીતે અનંતસુખના સ્થાનરૂપ મુક્તિને પામે એવી ભાવના તેઓના કરૂણાપૂત હૃદયમાં સતત વહેતી હોય છે.
એટલે સર્વજ્ઞ મહાત્માઓ તે આત્માઓને કઈ રીતે દેશના આપવામાં આવે તો લાભ થાય એવું પોતાના જ્ઞાનબળે જાણીને પછી દેશના આપે છે. કોઈપણ આત્માને ધર્મ પમાડવો હોય તો તે આત્માને સભ્યત્વની પ્રાપ્તિ આવશ્યક બની જાય છે. કારણ કે સમ્યક્ત્વની પ્રાપ્તિ વિના જીવ પશુ જેવો છે એટલા જ માટે સઘળા તીર્થકરોની ભવગણતરી સમ્યકત્વ પ્રાપ્તિથી કહી છે. ગ્રંથિભેદજનિત સમ્યક્ત્વ પામે તો જ જીવને વાસ્તવિક પરમાત્મતત્ત્વ શું છે? તે ઓળખાય છે. આત્માને પરમાત્મા બનાવવાની શરૂઆત સમ્યક્ત્વથી થાય છે. હવે આ સમ્યકત્વરૂપી બીજનું આધાન તો જ થાય કે જીવ ભવથી ઉદ્વેગ પામે, કંટાળો પામે, ત્રાસ પામે. આ ભવથી ઉદ્વેગ એજ વૈરાગ્ય છે. વિષય, કષાયની આત્મામાં વર્તતી પરિણતિ એ અત્યંતર સંસાર છે અને આવા ભવ ઉપરનો રાગ તે સઘળા દુ:ખોનું મૂળ છે.
અભવ્ય, દુર્ભવ્યાદિ જીવોને આ ભવ ઉપર ત્રાસ છૂટતો નથી તેમાં તેને દુઃખ દેખાતું નથી. પાંચે ઈન્દ્રિયોના વિષયથી તેના આત્માને સુખની જ અનુભૂતિ થાય છે પરંતુ તેની આગળ, પાછળ કે વચ્ચે દુ:ખ દેખાતું નથી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org