________________
૨ ૧૪
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ભવાભિનંદી આત્માઓ અરિહંતને વીતરાગરૂપે સ્વીકારતા નથી. ગુરુને નિગ્રંથરૂપે સ્વીકારતા નથી અને ધર્મને ત્યાગબુદ્ધિથી સ્વીકારતા નથી.
સમ્યકત્વની પ્રાપ્તિ માટે ભવોઢેગ રૂપ વૈરાગ્ય જરૂરી બને છે. વૈરાગ્યા વિના બીજા ગુણો ટકતા નથી. સખ્યત્વ અને ચારિત્ર પણ વૈરાગ્યની વૃદ્ધિથી આવે છે માટે જેના ઉપર દેશના દ્વારા ઉપકાર કરવો છે તે આત્મા જો ભવથી ઉદ્વેગ પામે તો જ સમકિતનું બીજાધાન કરી શકાય અને એક વખત સમ્યકત્વ પામ્યા પછી પણ વૈરાગ્ય, ક્ષમા, સંતોષ વગેરે ગુણોની વૃદ્ધિ થાય તો જ તે સમ્યકત્વ રૂપ બીજાધાન સાનુબંધ બને છે. જીવને જેમ જેમ ભવોટૅગ વૃદ્ધિ પામતો જાય છે તેમ તેમ તેના આત્મામાં ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થાય છે અને આ ઉત્તરોત્તર ગુણનો જેમ વિકાસ થતો જાય છે તેમ તેમ સમ્યકત્વ નિર્મળ, નિર્મળતર, નિર્મળતમ બનતું જાય છે.
ભવોગ દ્વારા પ્રાપ્ત થયેલ સમ્યકત્વને જો પછી ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિનું બળ ન મળે અને વિષયોમાં પ્રવૃત્તિ થાય તો સખ્યત્વરૂપ બીજાધાન શિથિલ બનતું જાય છે અને એક વખત અંતે આત્મા સખ્યત્વથી પતન પામે છે.
એટલે સમ્યકત્વની પ્રાપ્તિ માટે ભવોઢેગની બળવત્તા જરૂરી છે અને સખ્યત્વ પામ્યા પછી પણ જો વૈરાગ્ય, ક્ષમાદિ ગુણો વધતા જાય તો જ જીવને સાનુબંધ શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય છે.
* વિજયસેન આચાર્યના. સમાગમે ગુણસેન રાજા સમ્યકત્વ સહિત દેશવિરતિપણું પામ્યો. વિજયસેન આચાર્યના દર્શને તેને અહોભાવ પેદા થયો. રોમરાજી બધી વિકસિત થઈ ગઈ. “તમને વૈરાગ્ય શા કારણે પ્રાપ્ત થયો?” તે પ્રશ્ન પૂછ્યો. તેના ઉત્તરમાં આચાર્યે જે ઉપદેશ આપ્યો તેનાથી તેને સમગ્ર સંસાર પરથી ત્રાસ છુટ્યો. સમકિત પામ્યો. શ્રાવકપણાના વ્રતો લીધા અને ચારિત્ર કેમ પ્રાપ્ત થાય એ ભાવમાં રહ્યો. આવતી કાલે હું અહિંયાથી નીકળી વિજ્યસેન આચાર્ય પાસે ચારિત્ર લઈશ એ ભાવનામાં રમે છે. તે માટે પોતાના દીકરા ચંદ્રસેનને રાજ્યગાદી ઉપર સ્થાપન કરે છે. એ વિચારે છે કે આવતીકાલે ચારિત્ર લેવા જઈશ પણ વચ્ચે આડી રાત પડી છે તેને નકામી, શા માટે જવા દેવી? કાળ-કર્મ અને ભવિતવ્યતાના ભરોસે શા માટે રહેવું ? તેથી આત્મસાક્ષીએ અંતરથી સંસાર ત્યજી ચારિત્ર લે છે એટલું જ નહિ પણ મહેલના એક એકાંતભાગમાં ભાવથી મુનિ બનેલા તેમણે સવરાત્રિકી પ્રતિમા સ્વીકારી જેમાં મરણાત્ત કષ્ટ આવે તો પણ ચસકવાનું નહિ.
તેજ રાત્રિએ અગ્નિશર્માનો જીવ ભવનપતિ દેવલોકમાં વિધુતકુમાર દેવ થયેલો તે ત્યાં આવીને મરણાંત ઉપસર્ગ કરે છે છતાં રાજા સત્ત્વ વિકસાવી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org