________________
૨૧ ર
યોગ દ્રષ્ટિનાં અજવાળ ભાગ - ૩ ભાવોનો ચાહક બને એ ઉપદેશકની કુશળતા છે.
- હવે અહિંયા એ પ્રશ્ન થાય કે જે કપિલ, સુગાદિ બધા સર્વજ્ઞ જ છે તો પછી બધાની દેશનામાં જુદાપણું જોવા મળે છે તે કેમ સંભવે? તેનું સમાધાન ગ્રંથકાર આપી રહ્યા છે કે આ મહાત્માઓ બધા સંસારરૂપી વ્યાધિનો નાશ કરવા માટે ધવંતરી વૈધ જેવા છે. તેઓ સંસારના વાસ્તવિક સ્વરૂપને સંપૂર્ણપણે જાણતા હતા છતાં તે તે કાલમાં થયેલા પોતાના શિષ્યોને તે તે રૂપે દેશના આપવામાં આવે તો જ તેઓનું હિત થાય બીજી રીતે નહિ. એવું પોતાને લાગવાને કારણે જ ભિન્ન ભિન્ન દેશના આપી. ગમે તે રીતે શિષ્યોનું હિતા થાય એ એમનું લક્ષ્ય હતું અને તેમાં પૂરક તરીકે પોતાને તે તે પ્રકારની દેશના આપવી ઉચિત જણાઈ માટે તે રીતે આપી. ઉત્તમ પુરુષો - મહાત્માઓ. જગતમાં જાણે બધું પણ તેમાંથી તેટલું જ બોલે, તેવું જ બોલે કે જેનાથી બીજાને ઉપકાર થાય. કારણ કે જે કાંઈ જાણવાનું છે, કરવાનું છે કે બોલવાનું છે તે સ્વ-પરના હિતને લક્ષ્યમાં રાખીને બોલવાનું છે. જેનાથી બીજાનું કે પોતાનું હિત ન થાય એવું જાણવાથી, બોલવાથી કે કરવાથી શું લાભ? માટે જ શાસ્ત્રમાં ફસંતો માસમા રસ ને આરાધક કહ્યા છે.
અહિંયા પણ ગ્રંથકાર આ જ અભિગમ અપનાવી રહ્યા છે કે તે બધા ભલે સર્વજ્ઞ ન હોય, તેમની દેશના પણ ભલે ઉપર કહેલા દૃષ્ટિકોણને લક્ષ્યમાં રાખીને ન અપાઈ હોય પરંતુ ચોથી દૃષ્ટિના જીવોને આગળ વધવા માટે આ દૃષ્ટિકોણ ઉપકારી છે. બધાને સર્વજ્ઞ માનવામાં અને તેમની દેશનાને સર્વજ્ઞમૂલક માનવામાં જ ચોથી દુષ્ટિવાળા જીવોનો વિકાસ સંભવિત છે. અજ્ઞાનકાલમાં ગુણગ્રાહીદૃષ્ટિ અને માધ્યસ્થ પણતિ ટકે તો જ તેના બળે અજ્ઞાનને હડસેલી શકાય છે. ગુણગ્રાહીદૃષ્ટિ આ માધ્યસ્થ પરિણતિ જો ચાલી ગઈ તો તો અજ્ઞાન વધુ પુષ્ટ થાય છે પછી વિકાસની કોઈ જ સંભાવના રહેતી નથી.
ગુણગ્રાહીદૃષ્ટિ સર્વત્ર આવકાર્ય છે. અહિંયા ગ્રંથકાર પતંજલિ માટે મહામતિ વિશેષણ મૂકી રહ્યા છે. તે પતંજલિમાં રહેલી ગુણગ્રાહી દૃષ્ટિના કારણે છે આમ તો પતંજલિ હજુ સૂક્ષ્મબોધ પામ્યા નથી. ગ્રંથિ ભેદાઈ નથી. ધર્મપરીક્ષામાં માગનિસારીના વિવેચનમાં ઉપાધ્યાયજી મહારાજ પતંજલિનો. માર્ગાનુસારી બોધ કહી રહ્યા છે. તેમાં હેતુ આપતા કહે છે કે માર્ગાનુસારી બોધમાં બાધક જે મલ, તે તેમનામાંથી નીકળી ગયેલો હતો અને તેથી તે માર્ગાનુસારી દૃષ્ટિ પામેલા હતા. અર્થાત્ સમકિતની નીચેની ભૂમિકામાં હતા છતાં હરિભદ્રસૂરિ મ.સા. તેમને માટે મહામતિ, ભદંત, ભગવદ્ વગેરે વિશેષણો
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org