________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૨ ૨૧
એ અભિગમ બધાને માટે દરેક દ્રવ્ય - ક્ષેત્ર - કાળમાં એક સરખો તો રહેતો નથી. જીવના બોધની કક્ષા અનુસાર તે અભિગમ નક્કી કરાય છે. એ ન્યાયે ચોથી દૃષ્ટિવાળા જીવો હજુ પૂલ બોધવાળા છે. સૂક્ષ્મબોધ તેમની પાસે નથી. માટે સૂક્ષ્મબોધને પામેલા હરિભદ્રસૂરિજી મહારાજ ચોથી દૃષ્ટિવાળા જીવોની અંતઃકરણની વિશુદ્ધિ જળવાઈ રહે અને તેઓ આગળ વધે તે માટે તત્ત્વદૃષ્ટિથી -સૂક્ષ્મદ્રષ્ટિથી વિચારતા કપિલ - સુગત વગેરે સર્વજ્ઞ ન હોવા છતાં તે બધાને સર્વજ્ઞ તરીકે સ્વીકારવાનો ઉપદેશ આપી રહ્યા છે. અર્થાત તે તે દર્શનમાં જન્મેલા આત્મા અજુભાવથી પોતાના દેવને સર્વજ્ઞ માનીને ચાલે તો તે આગળ વધી શકે છે. એનો તમારે અપલાપ નહિ કરવો જોઈએ એવું જણાવી રહ્યા છે. કારણ કે વસ્તુતત્ત્વના સૂક્ષ્મબોધ વિના-પથાર્થજ્ઞાન વિના બીજાના દેવા માટે અભિપ્રાય આપવો કે “તારા સર્વજ્ઞ એ સર્વજ્ઞ નથી. મારા સર્વજ્ઞ એ સર્વજ્ઞ છે.” એ ન્યાયની રીતિથી વિરુદ્ધ છે અને ક્યારેક આવો ઉપદેશ આપવામાં અંદર અહંકાર, નિંદા, બીજનો પરાભવ કરવાની વૃત્તિ આ બધા દોષોને પ્રવેશવાનો અવકાશ ઘણો છે. અજ્ઞાની બનીને રહેવું અને દોષોને અંદર ન આવવા દેવા એ ત્યારે જ બને કે આત્મા ગુણગ્રાહીં દૃષ્ટિવાળો હોય, માધ્યસ્થ પરિણતિવાળો હોય અને જ્યાં ન સમજાયા ત્યાં મૌન રહીને મહાપુરુષના માર્ગનું અવલંબન લેનારો હોય. અજ્ઞાનકાળમાં આ બે ગુણો હોય તો આત્મા ઘણા દોષોથી બચી જાય છે. સ્કૂલબોધમાં જ્યારે ગુણગ્રાહિતા, માધ્યસ્થ પરિણતિ, મીન, મહાપુરુષો ઉપર આદર, બહુમાન આ બધું ભળે છે ત્યારે બોધમાંથી દોષો - કષાયો નીકળવા માંડે છે અને બોધ સ્વચ્છ થતા સાથે સાથે સૂક્ષ્મ પણ થવા માંડે છે. બોધને સ્કૂલ રાખનાર જેમ અજ્ઞાન છે તેમ દોષો અને કષાયો પણ છે તેથી શાસ્ત્રના અભ્યાસથી બોધ વધવા છતાં તે બોધમાંથી દોષો કપાયો ન નીકળે તો તે બોધ વિશાળ હોવા છતાં સ્કૂલ જ રહે છે. તેનાથી આત્મોપયોગી કોઈ કાર્ય થતું નથી અને બોધમાંથી દોષો અને કષાયો નીકળતાં બોધ સ્વચ્છ થાય છે. પછી બોદ્દાને સૂક્ષ્મ થતાં બહુ વાર લાગતી નથી. સ્વચ્છ થયેલો બોધ શાસ્ત્રના અભ્યાસથી વિશાળ થયેલો ન હોય તો તે ઉત્સર્ગ-અપવાદની મર્યાદા સમજવામાં અંતરાયભૂત થાય છે પણ પોતાના આત્મામાં વર્તતા હેય - ઉપાદેયના પરિણામને જોવામાં અને તેને અનુરૂપ પ્રતીતિ ઊભી કરવામાં બાધક બનતો નથી એટલે કેવલજ્ઞાનને અટકાવવામાં કેવલજ્ઞાનાવરણીય એ કારણ હોવા છતાં મુખ્યતયા કારણ મોહનીય જ છે. મોહનીયના નાશે મતિજ્ઞાન વીતરાગ થયે છતે પછી કેવલજ્ઞાન પામતા વાર લાગતી નથી.
तदभिप्रायमज्ञात्वा न ततोऽर्वाग्दशां सताम् । यज्यते तत्प्रतिक्षेपो महानर्थकरः परः ॥ १३९॥
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org